જય શ્રી કૃષ્ણ મિત્રો 🙏😊
જેવી રીતે આપણે જાણીએ છીએ કે મહાશિવરાત્રિ બાદ હોળીનો તહેવાર આવે છે. ફાગણ માસની શરૂઆત થાય એટલે આપણે સૌ લોકિઓ ધૂળેટી અને હોળીની રાહ જોઈએ છીએ કે જે હોળી ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ પર ઉજવવામાં આવે છે. હોળી તહેવારસર્વત્ર બે દિવસ સુધી મનાવવામાં આવે છે. એટલે કે 1. હોળી 2. ધૂળેટી. પરંતુ શું આપને ખબર છે કે હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક આવે છે કે જેને શુભ સમય માનવામાં આવતો નથી અને આ સમયગાળામાં તમામ પ્રકારના શુભ તેમજ માંગલિક કાર્યો પણ થતાં નથી. હિન્દુ પરંપરા પ્રમાણે ફાગણ માસના શુક્લ પક્ષની આઠમની તિથિથી લઇને હોળીકા દહન સુધી ( ફાગણ માસ પૂનમ ) ના સમયને હોળાષ્ટક કહેવાય છે.
હોળીની રાખનો આ 1 ઉપાય એટલે તમામ સમસ્યામાંથી મુક્તિ
તો આપને એવો પ્રશ્ન થાય કે હોળાષ્ટક અશુભ શા માટે છે ? તો એવું માનવામાં આવે છે કે ભક્ત પ્રહલાદના વિષ્ણુ ભક્તિ સાથેના ક્રોધથી તેના પિતા હિરણ્યકશ્યપને હોળીના આઠ દિવસ પહેલાં ઘણી બધીસજાઓ આપવામાં આવી હતી. ત્યારથી આ હોળી પહેલાના આઠ દિવસ આપણા હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવતા નથી. જ્યારે આઠમા દિવસે એટલે કે ફાગણ પૂર્ણિમાના દિવસે હિરણ્યકશીપુની બહેન હોલીકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસે છે, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી જાય છે અને હોલિકા બળીણે ખાખ થઈ જાય છે. એટલે આ ખુશીમાં બીજા દિવસે રંગોની હોળી ધૂળેટી ઉજવવામાં આવે છે.
પૂર્ણિમાએ કરો સત્યનારાયણ ભગવાન નવી આરતી થાળ
આ ઉપરાંત અન્ય પણ એક પૌરાણિક કારણ છે એટલે કે એવું કહેવાય છે કે કામદેવે મહાદેવની તપસ્યા ભંગ કરી હતી અને તેનાથી રોષે ભરાઇને ભગવાન શિવે પ્રેમના દેવતા કામદેવને ફાગણ માસની અષ્ટમીની તિથિના દિવસે તેમના ત્રીજા નેત્રથી ભષ્મ કરી નાંખ્યા હતાં અને આ સમયે કામદેવની પત્ની રતિ ભોલેનાથની આરાધના કરે છે અને કામદેવને ફરી સજીવન કરવાની ભગવાનને પ્રાર્થના કરે છે. અને ભગવાન તેની સાચી પ્રાર્થના જોઈ તેનો સ્વીકાર કરે છે. જ્યારે કામદેવ સજીવન થયા ત્યારથી આપણે ત્યાં આનદ ઉલ્લાસ કરવામાં આવે છે અને રંગોની હોળી રમીએ છીએ. આ રીતે આપણે ત્યાં હોળીનો ઉત્સવ બની ગયો.
એ વાત સાચી છે કે આ દિવસો દરમિયાન શુભ કે માંગલિક કાર્યો થતાં નથી પરંતુ આ દિવસોમાં ધનુર્માસની જેમ ધાર્મિક કાર્યનું સવિશેષ મહત્વ છે. આ સમયમાં ભગવાનના પુજા પાઠ અને તેમનું સ્મરણ કરવામાં આવે છે તો તેનું ઘણું સારું પુણ્યફલ મેળવી શકાય છે.
હોળી 2023 શું કરવું શું ન કરવું
હોળાષ્ટકના સમયગાળા દરમિયાન મુંડન,ગૃહપ્રવેશ, નામકરણ સંસ્કાર, સગાઈ, લગ્ન, નવું ઘર લેવું, વાહન વગેરે જેવા શુભ કાર્યો થતાં નથી. નવી નોકરી કે નવો ધંધો પણ આ દિવસો દરમિયાન શરૂ કરવામાં આવતો નથી. તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે હોળાષ્ટક અશુભ શા માટે છે અને તેની પાછળ શું કારણ છે. તો આવો હવે જાણીએ કે 2023 માં હોળાષ્ટક ક્યારે બેસે છે અને ક્યારે પૂર્ણ થાય છે.
હોળાષ્ટક શરૂઆત : 27 ફેબ્રુઆરી 2023, સોમવાર સવારે 12:58 વાગ્યે
હોળાષ્ટક સમાપ્ત : 7 માર્ચ 2023, મંગળવાર સાંજે 06:09
*ઘણી વખત હોળાષ્ટક તિથિના વધ ઘટના લીધે 8 ની જગ્યાએ 9 દિવસનું થઈ જાય છે.
રામદેવપીર વિષે આ વાત આપ નહિ જાણતા હોય
0 Comments