રામદેવપીર વિષે આ વાત આપ નહિ જાણતા હોય ! અત્યારે જ વાંચો અને જાણો

    રાજસ્થાનના પોકરણગઢના રાજવી અજમળજીને આપેલું વચન નિભાવવા અને ધર્મની સ્થાપના કરવા વિરમદેના જન્મ બાદ બરાબર 1 માસ પછી વિક્રમ સંવંત 1461 ની સાલ ભાદરવા સુદ 10 ની સવારે એટલે કે 11 દિવસે ભગવાન રણછોડરાય બાળસ્વરૂપે વિરમદેજી સાથે પારણામાં પોઢી ગયા. નિશાની રૂપે કુમકુમ પગલાં પાડયા. આ જોઈ અજમલજી સમજી ગયા કે વચન પ્રમાણે પ્રભુ પધાર્યા છે. અને તેનું નામ રાખ્યું રામદેવજી. 54 વર્ષની ઉમરે રામદેવપીરએ વિક્રમ સંવત 1515 ની સાલમાં ભાદરવા સુદ 11 એ સમાધિ લીધી, રામદેવપીરની સમાધિના 2 દિવસ પેલા પરમ ભક્ત ડાલી બી સમાધિ લીધી હતી. રામદેવપીરએ સમાધિ લીધી પછી રાની નેતલદેને 2 જોડિયા પુત્ર અવતર્યા. 1. દેવરાજ 2. સાદુજી. હાલમાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે. રામદેવપીરએ સમાધિ લીધા પછી લગભગ 242 વર્ષ પછી હરજી ભાટીને પરચો આપ્યો હતો. રામપીરે અસંખ્ય પરચા પૂરા પાડયા છે.  


આવો આપણે રામાપીર વિષે વધુ માહિતી જાણીએ. 

રામદેવપીર 12 નામ :

1. અમર જ્યોત 2. અલખ જ્યોત 3. અખંડ જ્યોત 4. અગમ જ્યોત 5. દીપ જ્યોત 6. જ્ઞાન જ્યોત 7.નિગમ જ્યોત 8. સગુણ જ્યોત 9. નિર્ગુણ જ્યોત 10. ગહન જ્યોત 11. પ્રકાશ જ્યોત 12. સલિલ જ્યોત

સુદામા અને અર્જુન સિવાય ભગવાન શ્રીકૃષ્ણના આ 4 મિત્ર ખૂબ જ ખાસ રહ્યા છે

રામદેવપીર 12 સ્વરૂપો :

1. જ્ઞાન સ્વરૂપ 2. સગુણ સ્વરૂપ 3. નાદ સ્વરૂપ 4. બીજક સ્વરૂપ 5. નિર્ગુણ સ્વરૂપ 6. જ્યોતિ સ્વરૂપ 7. ધ્યાન સ્વરૂપ 8. અગમ સ્વરૂપ 9. હરિ સ્વરૂપ 10. નિગમ સ્વરૂપ 11. ગહન સ્વરૂપ 12. ભક્તિ સ્વરૂપ

રામદેવપીર 12 બીજના નામ :

1. કર્મબીજ 2. બ્રહ્મબીજ 3. વચન બીજ 4. નાદ બીજ 5. બુંદ બીજ 6. પ્રેમ બીજ 7. વાસના બીજ 8. અલીલ બીજ 9. રજબીજ 10. ઉત્પતિ બીજ 11. કોરમ બીજ  12. ઓમકાર બીજ 

ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશ વિષે આ વાતની આપને ખબર નહિ હોય 

રામદેવપીર 4 જુગના પાટ :

    પહેલા જુગમાં પ્રહલાદના રાજાના સમયમાં પાંચ કરોડ સિધયા નિર્વાણ પામ્યા હતા. અજ્ઞાન રૂપી નિદ્રા માંથી જાગી જવું, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, જાગી જાય તપ સપનું જતું રહે એવી રીતે આ છે તેવું સમજી ગયા. રાજા પ્રહલાદે આ પાંચ વિષય જાની લીધા હતા. 1. શબ્દ 2. સ્પર્શ 3. રૂપ 3. રસ 5. ગંધ. 

    બીજા જુગમાં હરિશ્ચંદ્ર રાજાના જાગ્યા અને સ્વરૂપનું જ્ઞાન થયું. સમયમાં 7 કરોડ ઓધર્યાં. આ સાત સ્વરૂપનો ભાવાર્થ : 4 અંતકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 3 ગુણ એટલે કે સત્વ, તમસ અને રજસ.

    ત્રીજા જુગમાં ધર્મરાજા યુધિષ્ઠિર રાજા ના સમયમાં 9 કરોડ ઓધર્યાં. ભાવાર્થ : રહેવું જગતમાં છતાં જગતને પોતાનામાં નથી આવવા દીધું. પોતે જગતથી નિર્લેપ રહ્યા. આ દેહમાં નવ દ્વાર છે તેને જાની લેવાનું છે. આ નવ દ્વાર ણ હોય તો આ દેહની વ્યવસ્થા ણ થાય. ધર્મ રાજા આ સ્થિતિ સમજી પોતના વશમાં રાખીને આ સ્વરૂપનીં સ્થિતિ જાણી. 

    ચોથા જુગમાં બલીરાજાના સમયમાં 12 કરોડ ઓધર્યાં. ભાવાર્થ : જગત શું છે અને બ્રહ્મ શું છે તે બલિ રાજાએ જાની લીધું. આનો સંબંધ સમગ્ર દેહ શું છે અને બ્રહ્મ શું છે તે બલિ રાજાએ જાની લીધું. આનો સંબંધ સમગ્ર દેહ સસથે છે. 5,7,9,12 આ તેત્રીસ તત્વોને જાની અજ્ઞાન રૂપી અંધકર્મથી જાગી ગયા. જગત શું છે, સંસાર શું છે તે એમણે જાની લીધું અને સંસારરૂપી ભવસાગર તરી ગયા અને નામ અમર કરી ગયા.


વર્ષ 2023 માં આવનારી એકાદશી

હનુમાન ચાલીસા કરવાના અનેક લાભ

હોળાષ્ટક 2023 સંપૂર્ણ માહિતી

Post a Comment

0 Comments