હનુમાન ચાલીસા નો પાઠ કરવાના આ છે ફાયદાઑ 😲 અત્યારે જ જાણી લો ! Hanuman chalisa benefits


    મિત્રો, વ્યક્તિ જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓથી પરેશાન રહે છે. તે દુ:ખ અને શોકમાં ડૂબેલો છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, ઘણા પ્રકારના દોષ હોય છે, જેના કારણે વ્યક્તિનું જીવન અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થાય છે. પરંતુ આ બધી સમસ્યાઓનો ઉત્તર શ્રી હનુમાન ચાલીસામાં સમાયેલો છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિને જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. એવું મનાય છે કે આ ઘોર કળિયુગમાં હનુમાનજી હાજરા હજુર દેવતા છે. કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે તેમણે યાદ કરવામાં આવે છે તો તે તેમના ભક્તોની રક્ષા અર્થે આવે છે.  તે પોતાના ભક્તો અને ઉપાસકો પ્રત્યે હંમેશા દયાળુ રહે છે અને તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. હનુમાનજીની કૃપાથી અને આશીર્વાદથી જ તુલસીદાસજીને પ્રભુ શ્રીરામના દર્શન થયા. તેથી તુલસીદાસજીએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ ચાલીસા સંસ્કૃતમાં લખી છે. કે જે ચાલીસ પંક્તિનો પાઠ છે.  જેનો  નિયમિત પાઠ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ તેના લાભ પણ ચમત્કારિક છે.

હનુમાન ચાલીસા અનુવાદ અને લખાણ સાથે

    હનુમાનજી વિશે એવું પણ કહેવાય છે કે જ્યાં પણ ક્યાંય શ્રીરામ કથા થતી હોય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપમાં અવશ્ય હાજર હોય છે. જે વ્યક્તિ પર હનુમાનજીની અસીમ કૃપા થાય છે, તેનું જીવન આનંદ અને સુખથી ભરાઈ જાય છે. હનુમાન ચાલીસાની દરેક પંક્તિને મહામંત્ર જ ગણવામાં આવે છે. તેથી બીજું કઈ ન થાય તો વ્યક્તિએ માત્ર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કમી આવતી નથી. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી શનિની સાડાસાતી માંથી પણ મુક્તિ મળે છે.

હનુમાન શતકનો પાઠ લખાણ સાથે

- હનુમાન ચાલીસામાં કહેવાયું છે કે હનુમાનજી અષ્ટસિદ્ધિ તેમજ નવનિધિના દાતા છે. તેથી જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે તેની હનુમાનજી દરેક ઈચ્છા પૂરી કરે છે, પછી ભલે તે આર્થિક હોય કે માનસિક હોય.

- દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. વ્યક્તિને ભયમાંથી પણ મુક્તિ મળે છે.

- હનુમાન ચાલીસામાં કહેવાયું છે કે જે વ્યક્તિ નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેને ભૂત-પિશાચ અને અન્ય નકારાત્મક શક્તિઓ તેની આસપાસ આવતી નથી.

શ્રી હનુમાન કવચ અનુવાદ સાથે

- રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કામમાં કોઈ અડચણ પણ આવતી નથી અને વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે. 

- જો કોઈ વાતનો ડર લાગતો હોય, તો તેણે દરરોજ રાત્રે સૂતા પહેલા હાથ-પગ ધોઈને એક ચિત્તે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જે વ્યક્તિ નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની રક્ષા હનુમાનજી સ્વયં કરે છે.

- સારી ઊંઘ ન આવવાનું એક મોટું કારણ માનસિક અસ્વસ્થતા છે. હનુમાન ચાલીસાના પાઠથી માનસિક શાંતિ મળે છે અને તેનામાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને Positivity નો સંચાર થાય છે.

જાણો હનુમાનજીનો બીજ મંત્ર

- હનુમાન ચાલીસામાં એ પણ લખ્યું છે જે વ્યક્તિ સમયાંતરે સાજુ માંદુ રહે છે અથવા તો જેમની બીમારી અનેક ઇલાજો પછી પણ દૂર થતી નથી, તેઓએ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ ખાસ કરવો જોઈએ કે જેથી સૌથી મોટો રોગ પણ અને વ્યક્તિ તમામ રોગોથી પણ દૂર રહે છે.

- આ પાઠ કરવાથી વ્યક્તિ પર કોઈપણ પ્રકારની ખરાબ નજર નથી પડતી.

- હનુમાન ચાલીસામાં લખ્યું છે કે 'વિદ્યાવાન ગુણી અતિ ચતુર. રામ કાજ કરીબે કો આતુર. એટલે કે જે લોકો ભક્તિભાવથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, હનુમાનજી તેમને તમામ ગુણોથી ભરી દે છે. હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પણ નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. કોઈ વિદ્યાર્થી જો ચાલીસાનો પાઠ કરે છે, તો તેની યાદશક્તિ વધે છે અને શિક્ષણ ક્ષેત્રમાં પણ સફળતા મળે છે.

હનુમાનજી ચમત્કારિક 12 નામ અને મહિમા

- હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મૃત્યુ પછી મોક્ષ મળે છે.

- હનુમાન ચાલીસામાં કહેવામાં આવ્યું છે કે "અંતકાલ રઘુબલ પૂર જાય, જહાં જન્મ હરિભક્ત કહાઈ ઔર દેવતા ચિત્ત ન ધરઇ હનુમંત સેઈ સર્વ સુખ કરઇ" એટલે કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ભગવાન રામની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેમના પર હનુમાનજીની કૃપા વરસે છે અને તમામ દેવી-દેવતાઓની તેમના પર વિશેષ કૃપા રહે છે.

હનુમાનજી 108 નામ પાઠ

તો આ રીતે, હનુમાન ચાલીસાના ઘણા ફાયદા છે જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે અને વૈજ્ઞાનિક રીતે પણ સમર્થન છે. તેથી અમે આશા રાખીએ છીએ કે તમે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરતા હશો અને જો તમે ન કરો તો વાંધો નહીં, આજથી જ શરૂ કરો.


Post a Comment

0 Comments