વ્યક્તિની સર્વ પ્રકારે રક્ષા કરનારું ભગવાન શ્રી ગણેશનું કવચ સ્તોત્ર ગુજરાતીમાં અનુવાદ 🙏

શ્રી ગણેશ કવચ

ૐ શ્રી ગણેશાય નમઃ 🙏

  ગૌરીમાતા મુનિ કશ્યપને કહે છે, આ ચપળ બાળકે બાળપણમાં ઘણા દૈત્યનો નાશ કરી દીધો છે. તે યુવાનીમાં શું શું નહિ કરે ! દૈત્યો દુષ્ટ છે આથી મારા બાળકનું રક્ષણ થાય તેવું રક્ષા કવચ તમે બાંધો. 

  મુનિ કશ્યપ કહે છે, સતયુગમાં આઠ ભુજાવાળાં શિવ પર આરુઢ વિનાયકનું, ત્રેતાયુગમાં છ ભુજાવાળાં મોર ઉપર આરુઢ વિનાયકનું તથા દ્વાપરયુગમાં ચાર ભુજાવાળાં રકતરંગી ગજાનંદનું અને કલિયુગમાં બે ભુજાવાળાં શ્વેતરંગી ગજાનંદનું ધ્યાન ધરવું જોઈએ. 

આ સાંભળો : ઋણમુક્તિ ગણેશ સ્તોત્ર અનુવાદ સાથે 

  પરમાત્મા વિનાયક મારી શિખાની રક્ષા કરો. ગજાનંદ મસ્તકની રક્ષા કરો. કશ્યપ કપાળની રક્ષા કરો. મહોદર બે ભ્રમરોની રક્ષા કરો. હે ભાલચંદ્ર !મારા બે નેત્રોની રક્ષા કરો. હે ગજાશય ! મારા હોઠોની રક્ષા કરો. હે ગણક્રીડ ! મારી જીભની રક્ષા કરો. હે ગિરિજાસૂત ! તમે મારી દાઢીની રક્ષા કરો. 

  હે વિનાયક ! તમે મારી વાણીની રક્ષા કરો. હે દુર્મુખ દંતવાળા તમે મારા દાંતોની રક્ષા કરો. હે પાશપાણી ! તમે મારા કાનની રક્ષા કરો. હે ચિંતિત અર્થદ ! તમે મારા નાકની રક્ષા કરો. હે ગણેશ ! તમે મારી મુખની રક્ષા કરો. હે ગણનજય ! તમે મારા કંઠની રક્ષા કરો. હે ગજસ્કંદ ! તમે મારા બે ખભાની રક્ષા કરો. 

સાંભળો - સંકટ નાશન ગણેશ સ્તોત્ર

  હે વિઘ્ન નાશન ! તમે મારા બે સ્તનોની રક્ષા કરો. હે ગણનાથ ! તમે મારા હ્રદયની રક્ષા કરો. હે ગણપતિ ! તમે મારા જઠરની રક્ષા કરો. હે ધરાધાર ! તમે મારા પડખાની રક્ષા કરો. હે સુખકર્તા ! તમે મારા પેટની રક્ષા કરો. હે વક્રતુંડ ! તમે મારા ગુહ્યભાગોની રક્ષા કરો. 

  હે વિનાયક ! તમે મારા ઢીચણની અને જાંઘની રક્ષા કરો. હે મંગલમૂર્તિ ! તમે મારા બે સાથળની રક્ષા કરો. હે એકદંત ! તમે મારા બે ઘૂટીની રક્ષા કરો. હે ક્ષિપ્રપ્રસાદન ! તમે મારા બે બાહુની રક્ષા કરો. હે આશાપુરક ! તમે મારા બે હાથોની રક્ષા કરો. હે શત્રુનાશક ! તમે મારી આંગળીઓના નખની રક્ષા કરો. હે મયુરેશ ! તમે મારા શરીરના બધા અંગોની રક્ષા કરો. 

  હે ધૂમકેતુ ! તમે બાકી રહી જતા અંગોની રક્ષા કરો. આમોદ ગણપતિ આગળ, પ્રમોદ ગણપતિ પાછળ, બુદ્ધિશ પૂર્વમાં, સિદ્ધિદાયક ગણપતિ અગ્નિ ખૂણામાં, ઉમાપુત્ર દક્ષિણમાં, ગણેશ્વર નૈઋત્ય કોણમાં, વિઘ્નહર્તા પશ્ચિમમાં, ગજકર્ણક વાયવ્યમાં, નિધિપતિ નિધિ ઉત્તરમાં, ઇશનંદન ઇશાનમાં,  એકદંત દિવસ અને વિઘ્નહર્તા રાત્રે અને સંધ્યા સમયે મારી રક્ષા કરો. 

સાંભળો - શ્રીગણેશ ચાલીસા અનુવાદ સાથે

  પાશ અને અંકુશ ધરાવનારા ગજાનંદ રાક્ષસો,અસૂરો, વેતાળો, ગ્રહો, ભૂત પિશાચોથી અને રજ સત્વ તમોગુણથી યુક્ત સ્મૃતિઓની રક્ષા કરો. મયુરેશ જ્ઞાન, ધર્મ, લક્ષ્મી, લજ્જા, કુળ, દેહ, ધન-ધાન્ય, ઘર, સ્ત્રી, પુત્ર, મિત્રો, પૌત્રોની રક્ષા કરો. કપિલ ઘેટાં-બકરા અને હાથી-ઘોડાની રક્ષા કરો.  

  આ કવચને ભોજ પત્ર પર લખીને કંઠમાં ધારણ કરવાથી યક્ષો, રાક્ષસો, પિસાચોથી થતો ભી નાશ પામે છે. જે કોઈ આ ક્વચનું સવારે, મધ્યાહને અને સાંજે પાઠ કરશે તેનું દેહ વજ્ર જેવો થશે. યાત્રામાં આ પાઠ કરવાથી નિર્વિઘ્ન યાત્રા પૂરી થાય છે. યુદ્ધમાં જનાર આ પાઠ કરે તો તે અવશ્ય વિજય પામે છે. મારણ,મોહન,ઊચાટન, મોહ, આકર્ષણ આદિ કર્મો કરનાર 21 દિવસ સુધી જે કોઈ નિત્ય સાત વખત પાઠ કરશે તો તે સાધક ફળદાયી થશે. 

સાંભળો - ગણેશ અથર્વશીર્ષ પાઠ અનુવાદ સાથે

  કેદમાં પડેલો મનુષ્ય આ કવચનો પાઠ કરે છે તો તેને બંધનમાંથી મુક્તિ મળે છે. જે કોઈ મનુષ્ય રાજ્યસભામાં આ પાઠ કરે છે તો તે રાજા અને પ્રજાને જીતી લે છે એટલે કે તેના હ્રદયને જીતી લે છે અને પ્રસન્ન કરી દે છે. આ કવચ કશ્યપ મુનીએ રચ્યું છે ને તેમને મુદગલને શીખવ્યું. મુદગલે માનડવ્ય ઋષિને શીખવ્યું છે. કે જેથી તેમને ક્યારેય રાક્ષસ,અસુર, વેતાળ, દૈત્ય, દાનવોથી એકે પ્રકારના વિઘ્નો આવ્યા નહિ. 


ઈતિ શ્રી ગણેશ પુરાણે ગણેશ કવચં અર્થ સહિત 🙏

Post a Comment

0 Comments