વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ખાતમુહૂર્તનું ફળ :
કારતક : ખૂબ મહેનત પડે, બાંધકામ મોડું થાય, નોકરોને અકસ્માત થાય
માગશર : બાંધકામમાં ઝડપ વધે, ધન પ્રાપ્ત થાય.
પૌષ : મકાનનું બાંધકામ ખૂબ ઝડપથી પૂર્ણ થાય, ધન-ધાન્યની વૃદ્ધિ થાય.
મહા : અકસ્માત, અગ્નિથી ભય રહે.
ફાગણ : ધન-ધાન્યની વૃદ્ધિ થાય.
ચેત્ર : મૃત્યુનો ભય, બીમારી, આર્થિક મુશ્કેલી રહે.
વૈશાખ : ધનમાં વધારો થાય, વ્યક્તિ નિરોગી રહે.
જેઠ : મૃત્યુનો ભય, ગંભીર બીમારી રહે.
અષાઢ : મુશ્કેલી રહે, સમૃદ્ધિ ઓછી રહે.
શ્રાવણ : સંપત્તિ અને રાચરચીલું વધે.
ભાદરવો : ઘર બનાવવામાં વિલંબ થાય
આસો : કંકાશ, મનમાં ઉચાટ રહે
સુદામા અને અર્જુન સિવાય ભગવાન શ્રીકૃષ્ણના આ 4 મિત્ર ખૂબ જ ખાસ રહ્યા છે
લગ્નપ્રસંગમાં આપણે મુહૂર્તને જેટલું મહત્ત્વ આપીએ છીએ તેટલું જ મહત્ત્વ ઘર કે અન્ય વ્યવસાયનો આરંભ કરતી વખતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના મુહ્ર્તને આપવું જોઈએ.
(૧) શુક્લ પક્ષમાં ગૃહારંભ કરવો ઘણો સારો છે. : બાંધકામ ખૂબ ઝડપથી પૂરું થાય છે.
(૨) ખાતમુહૂર્ત ૩,૫,૭,૯,૧૧,૧૩ તિથિઓમાં કરવું અતિ ઉત્તમ છે, પરંતુ ૧,૨,૪,૬,૮,૧૦,૧૨,૧૪ અને અમાસમાં ગૃહારંભ કરવાથી અનિષ્ટ ફળ મળે છે.
(૩) મૃગશીર્ષ, રેવતી, ચિત્રા, ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, રોહિણી, પુષ્ય, ધનિષ્ઠા, શતતારકા,હસ્ત, મૂળ, પુનવસુ જેવાં નક્ષત્રોમાં ગૃહારંભ એટલે કે ખાતમુહૂર્ત ઉત્તમ ગણાય. બાકીના નક્ષત્રો ત્યજવાં.
(૪) રવિવાર, મંગળવાર અને શનિવારે ગુહારંભ ત્યજવો જોઈએ. શનિવાર ગૃહારંભ માટે યોગ્ય છે, પરંતુ બહુમાળી મકાનો બનાવવા માટે શનિવાર ત્યજવો જોઈએ. શુક્રવાર ખૂબ જ ઉત્તમ ગણાય છે. કારખાના માટે શનિવાર ઉત્તમ ગણાય છે.
ગૃહપ્રવેશ મુહૂર્ત :
મકાનની શરૂઆત કરવી હોય તે સમયનું ખાતમુહૂર્ત કહેવાય છે. તેનું વાસ્તુપૂજન નીચે પ્રમાણે થાય :
૧) જમીન ખરીદતી વખતે અથવા માપીને ચારે ખૂણાના ખૂંટ દર્શાવતી વખતે અને શિલાસ્થાપન કરતી વખતે ઉપર્શત શુખ્ય હાર મૂકતી વખતે
(૨) સ્તંભ (પિલર) મૂકતી વખતે
(૩) તૈયાર થયા બાદ ઘરમાં પ્રવેશ કરતી વખતે.
દ્વાર મૂકવાનું મૃહૂર્ત :
(૧) અશ્વિની, ઉત્તરા ભાદ્રપદ, ઉત્તરાષાઢા, ઉત્તરા ફાલ્ગુની, રેવતી, પુષ્ય, શ્રવણ, મૃગશીર્ષ, રેવતી અને રોહિણી નક્ષત્રોમાં દ્વાર મૂકવું શુભ ગણાય છે.
(ર) મુખ્ય દ્વાર ગુરુવાર અને શુક્રવારે મૂકવાથી લક્ષ્મીનો લાભ અને રવિવારે મૂકવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
(૩) નવા ઘરમાં દ્વારસ્થાપન પંચમી, સપ્તમી, અષ્ટમી,
(૪) અમાસ અને પૂર્ણિમાએ દ્વારસ્થાપન કરવું નહિ.
ગૃહપ્રવેશ વખતના શુભ શુકનો :
(૧) સફેદ રંગની ગાયનું બારણે આવીને ઊભા રહેવું.
(૨) કુંવારી છોકરીનું હસતાં હસતાં સામેથી આવવું.
(૩) દૂધથી ભરેલા પાત્રનાં દર્શન થવાં.
(૪) ફૂલ, દહી કે ફળોની ટોપલી લઈને પ્રવેશ કરવો.
(૫) પાણીવાળું લાલ રંગનું માટલું કે ઘીનું પાત્ર દેખાવું.
(૬) ઘોડાનો અવાજ સંભળાવવો અને હાથી દેખાવો.
(૭) લાલ સાડીવાળી સ્ત્રીઓની જોડી દેખાવી.
ગૃહપ્રવેશ વખતનાં અશુભ શુકન :
(૧) તૂટેલું કે કાળું માટલું દેખાવું
(૨) માંદી, અંધ અપંગ વ્યક્તિ દેખાવી.
(૩) કૂતરાનો અને સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાવો.
(૪) બળદ,વિધવા સલ વ્યક્તિનું લાકડીના ટેકે આવવું
(૫) સૂકું ઘાસ, અગ્નિ, બિલાડી, સાપ, ભિખારી, દારૂડિયો દેખાવો અથવા તેલ ઢોળાવું.
ગૃહપ્રવેશ અંગે સૂચનો :
૧. ગૃહપ્રવેશના દિવસ પહેલાં ઘરનું દરેક કામ પૂર્ણ થયેલું હોવું જોઈએ. ઘરમાં કચરો રાખવો
નહીં. ઘર પાણીથી ધોઈ સ્વચ્છ કરવું અને મુખ્ય દ્વાર આસોપાલવ અને ફૂલોના તોરણથી સજાવવું.
૨. ગૃહપ્રવેશ પહેલાં ઘરમાં ચુલાનું સ્થાપન એટલે કે રસોઈ કરવી નહીં. અને ગૃહપ્રવેશ પહેલાં તે ઘરના બાથરૂમ કે ટોઇલેટનો ઉપયોગ કરવો નહી.
૩. ગણેશપૂજા, નવગ્રહશાંતિ, વાસ્તુપુરુષની પ્રતિમાનું પૂજન કરવું. અને વાસ્તુપુરુષની પ્રતિમા, લક્ષ્મીજીની મતિ તથા તાબા કે ચાંદીનો નાગ ને મોતી જમીનમાં દાટવાં. પૂજામાં ફક્ત તાંબાનાં વાસણોનો જ ઉપયોગ ક્રરવો. પૂજા બાદ પુરુષે ઘરની પ્રદક્ષિણા કરવી. સ્ત્રીએ પાણીના ઘડા સાથે ઘરની પ્રદક્ષિણા કરવી.
૪. ઈશાન ખૂણામાં પૂજા કરી, ત્યાં પાણીની માટલી મૂકીને ગણપતિ, વાસુદેવનાં દર્શન કરવાં, દંપતીએ ગૃહપ્રવેશ કરી ઈશાન ખૂણેથી દર્શન કરવાં.
૫. વાયવ્ય ખૂણામાં ઘઉં અને ચોખા, ઈશાન ખૂણામાં પાણીનો ઘડો, અગ્નિ ખૂણામાં મીઠું, નેઋત્યમાં છરી અથવા પથ્થર મૂકી બીજો સામાન ઘરમાં લાવવો. તે દિવસે ઉપવાસ કરવો તથા સ્નાન કરી પીળાં વસ્ત્ર પહેરવાં. પછી પૂજા કરવી.
ધન્યવાદ 🙏
અમારો આ લેખ પસંદ આવ્યો હોય, આ લેખમાંથી આપને કઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો આપના મિત્રો સાથે પણ આ Post Share કરજો અને દરેક લોકો સુધીઆ ઉપયોગી માહિતી પહોંચાડજો. આ ઉપરાંત YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.
રામદેવપીર વિષે આ વાત આપ નહિ જાણતા હોય
સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય
હોળી ના દિવસે શું કરવું શું ન કરવું
0 Comments