સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય અને સાક્ષાત સૂર્યનારાયણ કરે છે આ રીતે અભિષેક !

    મિત્રો, આપે ભગવાન શિવના અનેક એવા મંદિરોના દર્શન કર્યા હશે પણ ક્યારે શિવલિંગ સૂતેલું હશે એવા શિવલિંગના દર્શન કર્યા નહિ હોય તો આવું શિવલિંગ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં વાંકી નદીના કિનારે આવેલા અબ્રામા ગામમાં આવેલ છે. કે જ્યાં " સ્વયંભૂ તડકેશ્વર મહાદેવ " બિરાજમાન છે. 

    મહાદેવના આ મંદિર ઉપર શિખરનું નિર્માણ શક્ય જ નથી કેમકે એક વખત શિવલિંગના રક્ષણ માટે તેની આસપાસ દિવાલ અને ઉપર છાપરું બનાવવામાં આવ્યું હતું. પરંતુ થોડા દિવસમાં આ છાપરું અચાનક સળગી ગયું હતું. ત્યારપછી નળિયાવાળું છાપરું બનાવ્યું તો તે વાવાઝોડામાં ઉડી ગયું. અને આવી રીતે વારંવાર કોઈને કોઈ ઘટનાને લીધે તે મંદિર પર છાપરું કે છત રહેતી જ નથી. ત્યારે એક વ્યક્તિને મહાદેવે સ્વપ્નમાં આવીને કહ્યું કે ‘હું તડકેશ્વર છું,’ મારા આ મદિર ઉપર કોઈ છાપરું કે છત બાંધવાનો પ્રયત્ન કરતાં નહિ અને જો કરશો તો તે કોઈ ણે કોઈ કારણોસર રહેશે નહિ. એટલે  ગામના લોકોએ તે વ્યક્તિની વાત માનીને બધીબાજુ દિવાલ ઊભી કરી દ્વાર બનાવ્યા પણ ઉપરથી મંદિર ખૂલ્લું રાખ્યું. એટલે સૂર્યના કિરણો સીધા જ શિવલિંગ પર પડે છે. અને આવી રીતે આ મહાદેવનું નામ "તડકેશ્વર " પડ્યું. 

જગન્નાથ મંદિરની આ વાતો આજે પણ રહસ્ય છે


    કહેવાય છે કે આ એક એવી જગ્યા છે કે જ્યા જળ, દૂધ, મધ જેવી વસ્તુ ઉપરાંત સૂર્યના કિરણોથી પણ કુદરતી રીતે 7 ફૂટની આ શિવલિંગનો અભિષેક થાય છે.

    અહિયાં શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા અને આવી અદભૂત સૂતેલી શિવલિંગના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. 

ધન્યવાદ 😊🙏

અમારો આ લેખ પસંદ આવ્યો હોય, આ લેખમાંથી આપને કઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો આપના મિત્રો સાથે પણ આ Post Share કરજો અને દરેક લોકો સુધીઆ ઉપયોગી માહિતી પહોંચાડજો. આ ઉપરાંત YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.

રામદેવપીર વિષે આ વાત આપ નહિ જાણતા હોય 

શિવ રક્ષા સ્તોત્ર સરળ ભાષામાં પાઠ કરો

વર્ષ 2023 સંકટ ચોથ તિથી, તારીખ અને વાર

સુદામા અને અર્જુન સિવાય ભગવાન શ્રીકૃષ્ણના આ 4 મિત્ર ખૂબ જ ખાસ રહ્યા છે

Post a Comment

0 Comments