જગન્નાથ મંદિરની આ 10 વાત આજે પણ રહસ્ય છે ! વૈજ્ઞાનિકો પાસે તેનો જવાબ નથી 😲 Jagannath Temple

હિંદુ ધર્મ અનુસાર ચાર ધામ બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને જગન્નાથ પુરી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ આ 4 ધામ પર રહ્યા હતા, ત્યારે તેઓ પહેલા બદ્રીનાથ ગયા હતા અને ત્યાં સ્નાન કર્યું હતું, ત્યારબાદ તેઓ ગુજરાતના દ્વારકા ગયા હતા અને ત્યાં કપડાં બદલ્યા હતા. દ્વારકા પછી, તેમણે ઓડિશાના પુરીમાં બપોરનું ભોજન જમ્યા હતા અને છેલ્લે તામિલનાડુના રામેશ્વરમ ખાતે આરામ કર્યો. પુરીમાં ભગવાન શ્રી જગન્નાથજીનું મંદિર છે.


પુરીના આ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિઓ છે. લાકડાના શિલ્પો સાથેનું આ દેશનું અનોખું મંદિર છે. જગન્નાથ મંદિરની આવી ઘણી આશ્ચર્યજનક વાતો છે કે જે હંમેશા માટે રહસ્યમય બની ગઈ છે. 

1. આ મંદિર ઉપર જે ધજા છે તે હંમેશા જે બાજુ પવન હોય તે દિશા મા નહીં પણ તેની વિપરીત દિશા ફરકતી રહે છે આવું શું કામ થાય તે કોઈને ખબર નથી.

2. જગન્નાથ મંદિરની ધજા રોજ બદલવામાં આવે છે જો બદલવામાં ન આવે તો આવતા ૧૮ વર્ષ સુધી મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે.

3. જગન્નાથ મંદિર ઉપરથી વિમાન પસાર થવાની મનાઈ છે.

આ પણ વાંચો : તુલસીજીના છોડને પાણી રેડતી વખતે આ ભૂલ ન કરો

4. જગન્નાથ મંદિર દરિયા કિનારે આવેલું છે તો દરિયાના મોજાનો અવાજ આવતો હોય છે. પણ મંદિરના આપને જેવા સિંહ દ્વારમાં પ્રવેશ કરી છીએ તે દરિયાનો અવાજ બંધ થઈ જાય છે અને ફરી તે દ્વારની બહાર આવી એટલે દરિયાનો અવાજ આવવા લાગે છે.

5. આ જગન્નાથ મંદિર 214 ફૂટ જેટલું ઉંચુ છે અને ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે પરંતુ આ મંદિર પડછાયો કોઈ દિવસ જમીન ઉપર પડતો નથી અને આ ચમત્કારનું કારણ આજ સુધી કોઈ જાણી શક્યું નથી.


6. આ મંદિરનું ભોજનાલયને વિશ્વના સૌથી મોટા ભોજનાલયમાં ગણવામાં આવે છે.  આજ સુધીમાં ગમે તેટલા ભક્તો કે લાખોની સંખ્યામાં લોકો આવી જાય તો ક્યારેય પ્રસાદ ઘટયો પણ નથી. જેવા મંદિરના દ્વાર બંધ થવાનો સમય આવે એટલે પ્રસાદ સમાપ્ત થઈ જ જાય છે એટલે ક્યારેય બગાડ પણ થતો નથી.

7. જગન્નાથ પુરી મંદિરમાં ભગવાનની ત્રણેય મૂર્તિઓને દર 12 વર્ષે બદલવામાં આવે છે. મૂર્તિ બદલવાની આ પ્રક્રિયા સાથે ખૂબ જ એક રસપ્રદ વાત છે. જ્યારે મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે સમગ્ર શહેરમાં વીજળી બંધ થઈ જાય છે અને જગન્નાથ મંદિર ની આસપાસ પણ સંપૂર્ણ અંધારું છે. મંદિરની બહાર CRPF સુરક્ષા તૈનાત કરવામાં આવે છે. મંદિરમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ કરી દેવામાં આવે છે. મંદિરમાં ફક્ત તે જ પૂજારીઓને પ્રવેશ આપવામાં આવે છે જેમણે મૂર્તિઓ બદલવાની હોય છે. પૂજારીની આંખો પર પણ પટ્ટી બાંધેલી હોય છે. હાથમાં મોજા પહેરવામાં આવે છે. આ પછી મૂર્તિઓ બદલાવવામાં આવે છે. પરંતુ એક વસ્તુ છે જે ક્યારેય બદલાતી નથી, તે છે બ્રહ્મ પદાર્થ (હૃદય). જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ (હૃદય) કાઢીને નવી મૂર્તિમાં લગાવવામાં આવે છે.

8. જ્યારે ભગવાન કૃષ્ણએ તેમનો દેહ છોડ્યો ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણનું બાકીનું શરીર પંચતત્ત્વમાં ભળી ગયું પરંતુ તેમનું હૃદય આજે પણ જીવંત રહ્યું. એવું કહેવાય છે કે આ હૃદય હજી પણ સુરક્ષિત છે અને તે ભગવાન જગન્નાથની મૂર્તિમાં ધબકે છે.

9. મંદિરની ટોચ પર સુદર્શન ચક્ર પણ છે. કહેવાય છે કે જો આ સુદર્શન ચક્ર પુરીના કોઈપણ ખૂણેથી જોવામાં આવે તો તેનું મુખ તમારી તરફ દેખાય છે.

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

આ પણ વાંચો : દિવસ દરમિયાન વ્યક્તિથી કયા પાપો થાય છે

અમારી site માં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.

Post a Comment

0 Comments