આખા દિવસ દરમિયાન તમારા હાથે અજાણતા આ પાપો થઈ જાય છે, જાણો કયા છે તે પાપ

    મિત્રો દિવસ ભર દરમિયાન આપણે અનેક પ્રકારના કાર્યો કરી છીએ અને આ કાર્યો દરમિયાન આપણાથી ઘણા બધા પાપ થઈ જતાં હોય છે કે જેમાંથી આપણે કોઈક જાણતા પાપકર્મ કરી છીએ અને કોઈક અજાણતા. અને ખાસ કરીને વધુ પડતાં પાપ આપણી જાણ બહાર એટલે કે અજાણતા જ થતાં હોય છે. તો આ અજાણતા પાપ કયા છે કે જેનાથી આપણે બચી શકીએ તેના વિષે આપણે જાણીશું. 

કાયાથી થતા પાપો

વાણીથી થતા પાપો

મન બુદ્ધિથી થતા પાપો

કાયાથી થતા 3 પાપ :

1. ચોરી કરવી : આ પ્રથમ પાપને એટલે સુધી લંબાવ્યું છે કે કોઈની કોઈ ચીજવસ્તુ તેમને પૂછ્યા વિના લઈ લેવી, રસ્તામાં પડેલી કોઈની ચીજવસ્તુ લઈ લેવી એ ચોરી સમકક્ષ વૃત્તિ કાર્ય પાપ જ ગણાય. આપણને ખબર છે કે આ વસ્તુ આપણી, આપણી માલિકીની નથી જેની માલિકી અન્ય કોઈની છે તો તે પછી આપણે લઈએ તે ચોરી સમકક્ષ પાપ ગણાય.

2. હિંસા કરવી : આપણુ શરીર છે, જીવ છે તેમજ અન્ય જીવોને પણ પોતાનું શરીર દેહ છે તે જીવનને પણ પોતાના જીવન જીવવાનો અધિકાર છે. આ વાત તો ઘણી સૂક્મ ઉડાણપૂર્વકની છે. અહિંસાયુક્ત જીવન શાંતિ-પરસ્પર માન સન્માન સાથે જીવવુ અને જીવવા દેવું. જીવો અને જીવવા દો. અહિંસાના સન્માન સાથે જીવવાનુ છે. નાની મોટી, જાણે અજાણે થઈ જતી હિંસા પણ કાયાથી થતુ પાપ ગણાય છે.

3. પરસ્ત્રી ગમનઃ આ પાપ સૌથી વધુ અનેતિક ગણાય. કદાચ પરસ્પર સંમતિ હોય તો પણ આ ઘાતક પાપ ગણાય છે અને સંમતિ ના હોય તો તો પાપ જ ગુનો નૈતિક અપરાધ ગણાય છે જ.

આ પણ વાંચો : ભગવાન શ્રીગણેશનો આ મંત્ર સર્વ ઈચ્છા પૂર્ણ કરશે

વાણીથી થતા 4 પાપ :

(૧) અપમાનજનક તોછડું બોલવું, બોલીમાં અભિમાન હોય

(૨) ખોટું અસત્ય બોલવું 

(૩) ચાડી ચૂગલી ક ખટપટ કરવી, 

(૪) અસંબંધ કારણ વિનાનો બક્વાસ કરવો. આ બધા વાણીથી થતાં પાપો છે. 

મન બુદ્ધિથી થતા પાપો :

પોતાના વ્યક્તિત્વમાં ઘડતરમાં, વિકાસમાં ઉણપ હોય પરિણામે અન્ય સાથે તુલના કરી સતત ઈર્ષ્યા, અદેખાય, લોભ લાલચ અપેક્ષામાં જીવવું. બે પ્રકારે પાપ થાય, હું અન્ય કરતા ખૂબ સારો, ધનવાન વિગેરે ગુણગાન છું અન્ય બધા તુચ્છ છે આવા અભિમાન મૂલક વિચારથી થતા માનસિક વૈચારિક પાપો અથવા બીજી સ્થિતિમાં અભાવના વૈચારિક પાપો. હું રહી ગયોને મિત્રો, જાણીતા આગળ વધી ગયા. અન્યના ધનની ઈર્ષ્યા અન્યના સ્થાન, માન, પાન હોદ્દા, વટની અપેક્ષાએ હું તો ઘણો પાછળ રહી ગયો એવી તુલનાત્મક સરખામણી પણ એક પ્રકારનું પાપ ગણાય છે. 

આ પણ વાંચો : નારદજી ત્રણેય લોકમાં શા માટે ફરતા રહે છે

    તો આ રીતે મુખ રીતે 3 પ્રકારના પાપ કર્મ છે, (1) શરીરથી થતાં પાપ (2) વાણીથી જીભથી થતાં પાપ (3) મનથી વિચારથી થતાં પાપ. જો આપણે આ 3 વસ્તુને સરખી રીતે સમજી શકી તો બની શકે કે આપણાથી પાપ કર્મ ન થાય અથવા તો અત્યારે થતાં હોય તેનાથી ઓછા થાય. કેમકે આખા દિવસ દરમિયાન આપણે જાણતા અજાણતા અનેક પાપો કરી છીએ અને તેનું પ્રાયશ્ચિત પણ કરતાં હોતા નથી. તો હવેથી આ વાતનું જરૂર ધ્યાન રાખજો.

તો આશા છે કે આ લેખ આપને ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. જય શ્રી કૃષ્ણ 🙏

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમાં નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે

Post a Comment

0 Comments