નારદજી શા માટે ત્રણેય લોકમાં ફરતા રહે છે ? જાણો તેની રોચક કથા !

    મિત્રો,ભગવાન શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત એટલે કે નારદ મુનિ કે જેઓ સદા નારાયણ નારાયણ કરતાં ત્રણેય લોકમાં ફરતા રહે છે. પરંતુ શું આપને ખબર છે કે આ ત્રણેય લોકમાં ફરતા રહેવાનો તેમને શ્રાપ મળેલો છે ! તો જો આ વાત વિષે આપને ખ્યાલ ન હોય તો અમે તમને તેના વિષે જ જણાવવાના છીએ. 

    આપણાં હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર નારદ મુનિ એ બ્રહ્માજીના જ પુત્ર છે. બ્રહ્માજીના માનસ પુત્ર થવા માટે તેમણે તેમના પૂર્વ જન્મમાં કઠોર તપ કર્યા હતા. તેઓ પૂર્વ જન્મમાં ગંધર્વ કુળમાં જન્મ્યા હતા. તે જન્મમાં તેમને પોતાના રુપ પર અભિમાન હતું અને તેમનું નામ ઉપબર્હણ હતું. એક વખત કેટલીક અપ્સરાઓ અને ગાંધર્વ ગીત અને નૃત્ય કરી ભગવાન બ્રહ્માની ઉપાસના કરતા હતા. ત્યારે ઉપબર્હણ (નારદ) સ્ત્રીઓના શ્રૃંગાર સાથે ત્યાં પહોંચ્યા. આ જોઈ બ્રહ્માજી ક્રોધિત થયા અને તેમને શ્રાપ આપ્યો કે તે શૂદ્ર યોનિમાં જન્મ લેશે. બ્રહ્માજીના આ શ્રાપથી તેનો બીજો જન્મ શૂદ્ર દાસીના પુત્ર તરીકે થયો હતો અને તે જન્મમાં તેને નક્કી કર્યું કે તેઓ પોતાનું સંપૂર્ણ જીવન ઈશ્વર ભક્તિમાં પસાર કરશે. તેણે સતત કઠોર ભગવાનની તપસ્યા કરી ત્યારે એકવાર આકાશવાણી થઈ કે આ જન્મમાં તેને ભગવાનના દર્શન નહીં થાય પણ બીજા જન્મમાં તેમને પાર્ષદના રુપમાં પ્રાપ્ત થશે.

આ પણ વાંચો : જગન્નાથ મંદિરની આ વાતો આજે પણ રહસ્ય છે

    શાસ્ત્રો અનુસાર નારદજીને બ્રહ્માજીએ સૃષ્ટિના કામમાં ભાગીદાર થવા કહ્યું અને વિવાહ કરવા કહ્યું હતું. પરંતુ નારદજીએ પોતાના પિતાની આજ્ઞાનું માની નહીં. ત્યારે બ્રહ્માજી ક્રોધિત થઈને તેમના પુત્ર દેવર્ષિ નારદને આજીવન અવિવાહિત રહેવા તેમજ ભ્રમણ કરતું રહેવાનો શ્રાપ આપ્યો હતો. 

    જ્યારે બીજી કથા એવું કહે છે કે નારદજી પહેલા સંદેશ વાહક હતા કે જે એક લોકના સમાચાર બીજા લોક સુધી પહોંચાડતા હતા. આ કારણે પણ તેઓ ત્રણેય લોકોમાં ભ્રમણ કરતા રહે છે.

    આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે રાજા દક્ષની પત્નીને ત્યાં 10 હજાર પુત્રનો જન્મ થયો હતો પરંતુ નારદજીએ તેમને મોક્ષની શિક્ષા આપી હતી અને રાજપાઠ ની વિધ્યા શીખડાવી ન હતી. આ વાતથી નારાજ થઈ રાજા દક્ષેપણ નારદજીને શ્રાપ આપ્યો કે તે હંમેશાને માટે ભટકતા રહેશે અને એક સ્થાન પર વધુ સમય સુધી ટકી શકશે નહીં. 

આ પણ વાંચો : સાંવરિયા શેઠ મંદિરમાં થયું 10 કરોડથી વધુ દાન !

તો આ કારણોસર નારદજી હમેશા ત્રણેય લોકમાં ફરતા રહે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડે છે.

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમાં નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.

વ્યક્તિને કોઈ વસ્તુની પ્રાપ્તિ ક્યારે થાય છે, જાણો ગીતાજીના આ શ્લોકમાંથી

Post a Comment

0 Comments