અધ્યાય 11 શ્લોક 47
श्रीभगवानुवाच
मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् ।
तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्
શબ્દાર્થ :
ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યાં કે મેં પ્રસન્ન થઈને,મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારાં આ પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. આની પૂર્વે અન્ય કોઈએ આ અનંત તથા દૈદીપ્યમાન તેજોમય આદ્ય સ્વરૂપને ક્યારેય જોયું નથી.
ભાવાર્થ :
મનુષ્યના જીવનમાં કોઈપણ વસ્તુ પદાર્થની પ્રાપ્તિ ત્રણ માર્ગથી થતી હોય છે. 01. પુરુષાર્થ, 02. કોઈનો ઉપકાર, 03. પરમેશ્વરની કૃપા.
1. પુરુષાર્થ
મનુષ્યના જીવનમાં પુરુષાર્થ છે એ બહુ જ મહત્વનો ભાગ ભજવતો હોય છે. પરંતુ બધું જ કાંઈ પુરુષાર્થ દ્વારા નથી મળતું.રોટલો અને ઓટલો આ બંને પુરુષાર્થથી મેળવી શકાય છે,એટલે પુરુષાર્થ કરવો જ જોઈએ અને પુરુષાર્થ એની જગ્યાએ અનિવાર્ય છે.
2. ઉપકાર
માણસ પોતાના જીવનમાં ઘણી બધી વસ્તુઓ કોઈ સજ્જન મહાપુરુષના ઉપકારથી પ્રાપ્ત કરતો હોય છે.માણસ પુરુષાર્થ કરે છે,પરંતુ તેમાં જો કોઈ સજ્જનનો તેને સાથ હોય તો તેની પ્રગતિ ઝડપથી થાય છે.કોઈ આપણને નોકરીએ લગાડે છે.કોઈ આપણને ધંધે વળગાડે છે.કોઈ આપણને ભણાવે છે. કોઈ આપણને પ્રદેશ મોકલે છે.આમ ઘણું બધું કોઈના સહયોગથી અને ઉપકારથી પ્રાપ્ત થતું હોય છે.જો કે આ પ્રકારનો સહયોગ તમામને મળતો પણ નથી હોતો.જેમને મળ્યા તે વિકસ્યા અને જેમને આવો સહયોગ ન મળ્યો તે અટકી ગયા.માણસના વિકાસમાં સહયોગ બહુ જ મહત્વની વસ્તુ છે,પરંતુ સામાપક્ષે ખાનદાન માણસ જ અહેસાન માનતો હશે.સજ્જનો અહેસાન કરવાની તક જવા નથી દેતા અને સજ્જન પ્રત્યુપકાર કરવામાં ક્યારે ચૂકતા પણ નથી.
3. ઈશ્વર કૃપા
માણસના જીવનમાં પુરુષાર્થ અને સહયોગ જો આ બંનેનો સમન્વય થાય તો પણ તમામ વસ્તુ પ્રાપ્ત થઈ જતી નથી. આ બંનેની અમુક મર્યાદા છે.તેમાં કેટલીક વસ્તુઓ પરમેશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. જેમ કે,
1. સારા સંસ્કારી કુટુંબમાં જન્મ મળવો.
2. સંસ્કારી માતા પિતા મળવા.
3. સારો સ્વભાવ મળવો.
4. સારા માણસો મળવા.
5. ગાવા માટે સારો કંઠ મળવો.
6. સારા સંસ્કારી સંતાનો મળવા.. વગેરે
આ બધું માત્ર પુરુષાર્થ થી કે કોઈના સહયોગથી નથી પ્રાપ્ત થતું, પરંતુ પરમેશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય છે.આવી જ રીતે ઈશ્વર દર્શન પણ પરમેશ્વરની કૃપાથી જ થાય છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણની કૃપાદ્રષ્ટિ કેમ આપણા ઉપર થાય? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે પ્રેમભરી શરણાગતિથી થાય છે. શ્રદ્ધા અને પ્રેમથી ભરપૂર શરણાગતિ ભાવથી જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીનારાયણ પ્રસન્ન થાય છે,બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી.
ભગવદ ગીતા સાર અધ્યાય 9 શ્લોક 3
આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમાં નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.
અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.
0 Comments