પૂર્ણિમાએ કરો શ્રી સત્યનારાયણ ભગવાનની આરતી થાળ | Satyanarayan aarti thal gujarati ma

કેળના મંડપમાં મૂર્તિ છે હેમની

આરતી ઉતાર્રૂ દીનાનાથ રે, ૐ નમો સત્યનારાયણ

પૂજન કરવાથી પ્રભુ સંકટ નિવારતા

ભયને હરો છો ભગવાન રે.. ૐ નમો સત્યનારાયણ

દારિદ્ર દૂર કર્યા વિપ્ર શતાનંદના

ભાંગી કઠિયારાની ભીડ રે... ૐ નમો સત્યનારાયણ

રાજા ઊલ્કામુખ આપના પૂજનથી

પામ્યો છે પુત્ર પરિવાર રે... ૐ નમો સત્યનારાયણ

સાધુ વણિક ઘણાં સંકટો પામીયો

સ્વપ્નેથી સીધ્યા એના કામ રે... ૐ નમો સત્યનારાયણ

રાજાએ ત્યાગ કર્યો આપના પ્રસાદનો

ટાળ્યું છે એનું અભિમાન રે... ૐ નમો સત્યનારાયણ

પાંચે અધ્યાય તણા પાઠ તણો સાર આ

ગાય છે સઘળો સંસાર રે... ૐ નમો સત્યનારાયણ

ફળફળાદી ધર્યા મેવા મધુરા

શીરો ધર્યો છે સુંદીર શ્યામ રે... ૐ નમો સત્યનારાયણ

તુલસીના દલ ધર્યા જમનાના જળ વાલા

આરોગો અંતર આરામ રે... ૐ નમો સત્યનારાયણ

પુરૂષોત્તમદાસની અરજી સ્વીકારજો

દર્શન દેજો ને એકવાર રે... ૐ નમો સત્યનારાયણ

Post a Comment

0 Comments