શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 9 શ્લોક 3 દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ શું શીખવે છે ? જાણો અહિયાં 🙏

 અધ્યાય 9 શ્લોક 3 

अश्रद्दधाना: पुरुषा धर्मस्यास्य परन्तप |

अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि || 3||

અર્થ : હે પરંતપ ! આ ધર્મ વિષે જેને શ્રદ્ધા નથી એવા લોકો મને ન પામતા મૃત્યુમય સંસારમાર્ગમાં ફરી ફરી અથડાય છે. 

    ભગવાન શ્રીકૃષ્ણ ગીતાજીના આ શ્લોક દ્વારા આપણને એવું સમજાવે છે કે દરેક વ્યક્તિને ધર્મમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. ધર્મનો અર્થ આપણે જે સત્ય છે જે સૌના સારા માટે છે તેવા નિયમો એવો જ કરવાનો છે. ઘણીવાર કોઈને પૂછીએ કે ધર્મ એટલે શું ? તો ઘણા વાચાળ લોકો તરત જ જવાબ આપી ડદે કે જે અધર્મ નથી તે. શાબ્દિક અને તાર્કિક રીતે આ જવાબ સાચો છે, પણ તેમાંથી ધર્મની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા દેખાતી નથી. તમારે અધર્મની વ્યાખ્યા જાણીને તેના દ્વારા ધર્મ ઉપર આવવું પડે. ધર્મનો અર્થ ઘણા લોકો એવો કરે છે કે કોઈ ચૂકસ ગુરુએ રહેણી કરણી અને આચરણ માટે બનાવેલા નિયમો કે સિદ્ધાંતો. એય આમ તો ખોટું નથી પણ ધર્મ શબ્દમાં સારું આચરણ, સત્યનો વિજય, બહુજન હિતાય અને ન્યાય સંગત કાર્ય માટેના નિયમો સમાવિષ્ટ છે. દરેક વ્યક્તિનો સ્વધર્મ કઈક અંશે આવો જ હોય શકે તેમ જણાય છે. ભગવાને દરેકને ધર્મમાં શ્રદ્ધા રાખવાનું કહ્યું છે. જે લોકો ધર્મ બાબતે કે ધર્મના આચરણ બાબતે શંકા કુશંકાઑ સેવે છે તે સમય જતાં ઈશ્વરથી વિમુખ થઈ જતાં હોય છે. અને આત્માઓને મોક્ષ મળતો નથી. આપણે ત્યાં જુદા જુદા ધર્મ અને તેની અંદર પણ અનેક સંપ્રદાયો જોવા મળે છે પરંતુ અંતે તો સમગ્ર જગતમાં વ્યાપ્ત એવા એક જ ઈશ્વર તરફ જ લઈ જાય છે. તેથી દરેકે પોતાને જેમાં આસ્થા હોય તે સ્વરૂપની પૂજા અર્ચના શ્રદ્ધા પૂર્વક કરવી જોઈએ જે આમ નથી કરી શકતા તે આત્માઓએ વારંવાર ધરતી પર મનુષ્યદેહ કે અન્ય શરીર ધારણ કરવો પડતો હોય છે જય તેમણે જન્મ મૃત્યુની આંટીઘૂંટીમાં અથડાયા જ કરવું પડે છે. એટલે દરેક વ્યક્તિ ઉપર જણાવ્યા મુજબ ધર્મમાં શ્રદ્ધા રાખી પોતના ઇષ્ટદેવનું સ્મરણ કરીને ધર્મનું આચરણ કરશે તો તેના આત્માનો મોક્ષ નક્કી જ છે.

વર્ષ 2023 માં આવનારી એકાદશી

સુદામા અને અર્જુન સિવાય ભગવાન શ્રીકૃષ્ણના આ 4 મિત્ર ખૂબ જ ખાસ રહ્યા છે

વાંચો સપૂર્ણ ઓખાહરણ

વર્ષ 2023 પૂર્ણિમા તારીખ તિથી વાર સહિત

Post a Comment

0 Comments