સુદામા અને અર્જુન સિવાય ભગવાન શ્રીકૃષ્ણના આ 4 મિત્ર ખૂબ જ ખાસ રહ્યા છે..જાણો કોણ છે એ મિત્ર

    મિત્રો વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે. મિત્રો છે તો જીવન છે. મોટા પિતા ભાઈ બહેનની જગ્યા કોઈ લઈ શકતું નથી, પરંતુ દોસ્તી એક એવો સંબંધ છે જે આ બધા કરતાં અલગ અને ખાસ છે. એક દોસ્ત જ માતાની જેમ આપણને દિલથી પ્રેમ કરે છે, પિતાની જેમ આપણને ભટકતા અટકાવે છે, ગુરુની જેમ જીવનનો યોગ્ય માર્ગ બતાવી શકે છે, ભાઈ બહેનોની જેમ સતત સહયોગ આપી શકે છે. 

જગન્નાથ મંદિરની આ વાતો આજે પણ રહસ્ય છે

    દોસ્તી શું છે અને જીવનમાં શું મહત્વ છે તે આપણને શ્રીકૃષ્ણ સમજાવે છે. નાનકડા કનૈયાના વૃંદાવનમાં અનેક મિત્રો હતા જે તેમની સાથે મળીને ગોપીઓને સતાવતા અને માખણ ચોરતા હતા. ગોકુળ આખામાં એમની મસ્તી અને તોફાન પ્રસિદ્ધ હતા. તોફાન મસ્તી મિત્રો વગર શક્ય નથી. તેમના નાનપણના મિત્રો વિષે વાત કરી તો મધુમંગળ, સુબાહુ, સુબળ, ભદ્ર, સુભદ્ર, મણિભદ્ર, ભોજ, વરૂપથ, શ્રીદામા, સુદામા, મધુકન્ડ, વિશાળ, રસાળ, ચંદ્રહાસ, સદાનંદ, શરદ, બુદ્ધિ પ્રકાશ વગેરે નો સમાવેશ થાય છે. આ બધામાં શ્રીદામા, સુદામા અને મધુમંગળ સાથે ભગવાનને અનન્ય પ્રેમ હતો. તેમજ અર્જુન વિષે જો વાત કરીએ તો કહેવાય છે કે મિત્ર જો સાચો હોય તો જીવનમાં ક્યારેય ખોટ રસ્તે ભટકી જવાતું નથી. એ અર્જુન અને શ્રીકૃષ્ણની મિત્રતા દ્વારા સિદ્ધ થાય છે.  કૃષ્ણ અને અર્જુનની મિત્રતા જાણીએ છીએ. તેમને કૃષ્ણાર્જુન કહેવામાં આવે છે.  અર્જુન કૃષ્ણની ફોઇ કુંતનો દીકરો હતો, પરંતુ ઉમરમાં બંને સરખા હતા. મહાભારતમાં અનેક જગ્યાએ તેમના વચ્ચેની વાર્તાલાપ દર્શાવવામાં આવી છે. એટલા માટે અર્જુન પણ સુદામાની જેમ ભગવાનના ખાસ મિત્ર રહ્યા છે.

વાંચો સપૂર્ણ ઓખાહરણ

તો આવો હવે આપણે જાણીએ કે તો મોટા થયા ત્યારે તેમના સુદામા અને પાંડુપુત્ર અર્જુન સિવાય કોણ કોણ ખાસ મિત્ર તરીકે રહ્યા છે. 

1. દ્રૌપદી :

ઘણા લોકો દ્રૌપદી અને ભગવાન કૃષ્ણના સંબંધને ભાઈ બહેનનો સંબંધ દર્શાવે છે. પણ તેમના વચ્હે સાચી અને પવિત્ર મિત્રતા હતી. સ્ત્રી અને પુરુષ સારા મિત્ર હોય શકે છે, એ કૃષ્ણ અને દ્રૌપદીના સંબંધો સિદ્ધ કરે છે. મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાં કૃષ્ણ ભગવાન હાજર હોવા ણ છતાં પણ તેમનું ચીરહરણ અટકાવ્યું હતું, આ ઉપરાંત દરેક આપતિમાં શ્રીકૃષ્ણએ દ્રૌપદિને સાથ આપ્યો હતો. 

2. ઉદ્ધવ :

ઘણી જગ્યાએ ઉદ્ધવને વાસુદેવના ભાઈ દેવભાગનો દીકરો માનવામાં આવે છે. ઉદ્ધવ શ્રીકૃષ્ણના મિત્ર અને સલાહકાર હતા. મથુરાથી લઈને દ્વારકા સુધી તેમણે હંમેશા શ્રીકૃષ્ણને સાથ આપ્યો હતો. જરાસંઘના બધા આક્રમણો સમયે તે કૃષ્ણની સાથે હતા. કહેવાય છે કે શ્રીકૃષ્ણએ તેમણે યોગમાર્ગનો ઉપદેશ આપ્યો હતો જે ઉદ્ધવ ગીતા તરીકે ઓળખાય છે. 

સાંવરિયા શેઠ મંદિરમાં થયું 10 કરોડથી વધુ દાન !

3. અક્રૂર :

આમ તો અક્રૂર શ્રીકૃષ્ણના કાકા થતાં હતા, પરંતુ બંનેની ઉમરમાં ખાસ કોઈ તફાવત ન હોવાથી બંને એકબીજાને મિત્ર માનતા હતા. અક્રૂર જ કૃષ્ણ અને બલરામને વૃંદાવનથી મથુરા લાવ્યા હતા. બંનેની મિત્રતા દર્શાવે છે કે લોહીના સંબધોમાં પણ મિત્રતા અમૂલ્ય હોય છે. 

4. સાત્યકિ :

સાત્યકિએ નારાયણી સેનાનું નેતૃત્વ કર્યું હતું, શ્રીકૃષ્ણ જ્યારે સાત્યકિણે હસ્તિનાપુર લાવ્યા હતા ત્યારે સભામાં પ્રવેશ કરતાં પહેલા તેમણે સાત્યકિણે કહ્યું હતું કે યુદ્ધમાં જો મન કઈ થઈ જાય તો તું હથિયાર હેઠા મૂકતો નહિ. તું છેક સુધી દુર્યોધન અને નારાયણી સેનાની સાથે યુદ્ધ લડતો રહેજે. મિત્રના ઉપદેશનું સાત્યકિએ સંપૂન પણે પાલન કર્યું હતું.

ધન્યવાદ 🙏😊

આ ઉપરાંત ભગવાનના અનેક પાઠ, પૂજાવિધિ, વ્રતકથા કે પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવા માટે YouTube માં અમારી Bhakti-Kirtan Sangrah ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.

સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય

વર્ષ 2023 માં આવનારી એકાદશી

જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનાર ઉત્તમ સ્તોત્ર

વર્ષ 2023 પૂર્ણિમા તારીખ તિથી વાર સહિત

Post a Comment

0 Comments