રાજસ્થાનના સાંવરિયા શેઠ મંદિરમાં થયું માત્ર 45 દિવસમાં 10,00,00,000 થી વધુ રોકડ દાન અને સોનું ચાંદી ! Sanvariya Sheth Temple Rajasthan

મિત્રો સાંવરિયા શેઠ વિષે તો આપે સાંભળ્યું જ હશે. કે જે રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લામાં આવેલું વિશ્વ પ્રખ્યાત મંદિર છે. કહેવાય છે સાંવરિયા શેઠ એ બીજું કોઈ નહિ પણ કૃષ્ણ ભગવાનનો જ એક અવતાર મનાય છે. અને આજે આ મંદિર માં ભક્તો માત્ર ભારતમાંથી જ નહિ પણ વિશ્વમાંથી દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અહિયાં જે પણ કોઈ ભક્તો આવે છે તે પોતાની શ્રદ્ધા આસ્થા પૂર્વક દાન કરે છે. સેવા આપે છે. કહેવાય છે કે અહિયાં વર્ષે કરોડોમાં દાનની રકમ થઈ જાય છે. અને લગભગ અત્યારે છેલ્લા દોઢ જ મહિનામાં અહિયાં 50 લાખથી વધુ લોકો દર્શનાર્થે પહોંચ્યા હતા. 

સાંવરિયા શેઠ

તો આ સાંવરિયા શેઠ મંદિરની તિજોરીમાંથી નીકળેલી રાશિ ની હમણાં જ ગણતરી પૂરી થઈ છે. કદાચ આપને માનવામાં આવશે નહિ કે ૪૫ દિવસમાં કેટલું દાન અહિયાં થયું હશે. મંદિરના અહેવાલ પ્રમાણે ૩ તબક્કામાં ગણતરી કરવામાં આવી હતી. હોલિકા દહન પછી દરેક દાન પેટીઓ ખોલી હતી. અને મંદિરના દરેક કેમેરા હેઠળ આ રાશિની ગણતરી થઈ હતી. 

તો તેમ પહેલા તબક્કામાં 7 કરોડ 15 લાખ 10 હજાર રૂપિયા ટ્રસ્ટે જાહેર કર્યા હતા જ્યારે બીજા તબક્કામાં 2 કરોડ 16 લાખ 55 હજાર અને હમણાં જ ત્રીજા તબક્કાની ગણતરી પૂર્ણ થઈ કે જેમાં 69 લાખ 68 હજાર રૂપિયાની રકમ પ્રાપ્ત થઈ છે. આવી રીતે 45 દિવસમાં કુલ 10 કરોડ થી વધુ રોકડ દાન આવ્યું છે અને આ ઉપરાંત 800 થી 900 ગ્રામ સોનું અને 10 કિલોથી વધુ ચાંદી દાન આવેલું છે. અને આ ઉપરાંત ઓનલાઇન અને મનીઑર્ડર દ્વારા પણ દાન કરવામાં આવેલુ છે કે જે રકમ લગભગ 1 કરોડ 14 લાખ જેવી છે. 

આ દરેક દાનમાં આવેલી વસ્તુ તેમજ રૂપિયાનો ઉપયોગ મંદિરને લગતા કાર્યોમાં વાપરવામાં આવે છે અને સેવાના કાર્યોમાં ઉપયોગ કરાય છે. તો આશા છે કે આપે પણ આ સર્વ મનોકામના પૂર્ણ કરનાર ભવન શ્રીકૃષ્ણના અવતાર ગણાતા સાંવરિયા શેઠના દર્શન જરૂર કર્યા હશે અથવા તો અમારા આ લેખના માધ્યમથી હવે કરી લીધા હશે. 

તો આપના મિત્રો ને પણ આ માહિતી મોકલજો કે જેથી દરેક લોકો આ ઉપયોગી મહિતી જાણે અને આ મંદિરનું મહત્વ જાણે.

આ ઉપરાંત YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.

જગન્નાથ મંદિરની આ વાતો આજે પણ રહસ્ય છે

સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય

અમારી site માં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.

Post a Comment

0 Comments