: ૐ નમો ભગવતે વાસુદેવાય :
સંપૂર્ણ જળ અને ચેતનમાં વ્યાપક ભગવાન શ્રી હરિ વિષ્ણુને હું નમસ્કાર કરું છું. પોતાના ચિત્તમાં સ્થિત અસમર્થ અને આત્મામાં વિધ્યમાન શ્રીવિષ્ણુને હું નમસ્કાર કરું છું.
ચિત્તની ભીતર સંપૂર્ણ જગતના નિયામક, અવ્યક્ત, અનંત, કોઇથી પરાજિત ન થવાવાળા ભગવાન શ્રી નારાયણ કે જે દરેક દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છે. તથા વ્યાપક સ્વરૂપમાં છે. તેવા પ્રભુને હું નમસ્કાર કરું છું.
જે ભગવાન વિષ્ણુ મારા ચિત્તમાં સ્થિત છે. તથા મારી બુદ્ધિમાં વ્યાપક છે. જે ભગવાન વિષ્ણુ અહંકારમાં પણ સ્થિત છે તથા તેઓ અંતરયામી સ્વરૂપે પણ રહેલા છે. એવા પરભિને હું વારંવાર વંદન કરું છું.
ચર, સ્થાવર, સમસ્ત જીવો, જે પણ કર્મ કરે છે, તે ભગવાન વિષ્ણુ દ્વારા જ થાય છે. એ કર્મ દ્વારા થતાં પાપો ભગવાન વિષ્ણુના ચિંતન માત્રથી જ નષ્ટ થઈ જાય છે.
ધ્યાન કરવા માત્રથી ભગવાન વિષ્ણુ પાપોને નષ્ટ કરી દે છે. સ્વપ્નના ભાવમાં પણ ભગવાનનું ચિંતન કરીને ભગવાન નારાયણ દર્શન આપીને પાપોને નષ્ટ કરી દે છે. એ તેમની શરણમાં આવેલા જીવોના કષ્ટોને દૂર કરે છે. એવા ભગવાન વિષ્ણુને હું વારંવાર વંદન કરું છું.
આ ઘોર અંધકારમય , નિરાધાર, સંસાર રૂપી સાગરમાં ડૂબવા વાળા જીવોને પોતાના હાથનો સહારો આપીને ઉગારવાવાળા પરાત્પર શ્રીવિષ્ણુને હું પ્રણામ કરું છું.
સૂર્યદેવ 12 નામ મંત્ર અને તેનો મહિમા
હે સમસ્ત સ્વામીઓના પણ સ્વામી ! હે વિભુ ! હે પરમાત્મા ! હે અધોક્ષજ ! હે ઋષિકેશ આપને મારા વારંવાર નમસ્કાર છે.
હે નૃસિંહ ! હે અનંત ! હે ગોવિંદ ! હે ભૂત ભાવન ! હે કેશવ ! મારા જે દુરુક્ત, દુષ્કૃત તથા ચિતન અને મનના પાપ છે તેને આપ નષ્ટ કરી દો. હે પ્રભુ નષ્ટ કરો, હું આપને વાંવાર નમસ્કાર કરું છું.
હે પ્રભુ ! મારા ચિતથી વસ થઈને મે જે પાપ કર્યા છે. જે પણ ચિંતન કર્યું છે, અત્યંત ઉગ્ર, મહાન જે કાર્ય કર્યા છે. હે કેશવ ! આપ તેને શાંત કરો.
હે બ્રહ્મણ્ય દેવ ! હે ગોવિંદ ! હે પરમાર્થ પરાયણ ! હે જગન્નાથ ! હે જગતનું પાલન કરવાવાળા ! હે અચ્યુત ! આપ મારા પાપોને હંમેશાને માટે નષ્ટ કરી દો.
હે પ્રભુ ! સવારે, બપોરે કે રાત્રે જે કઈ જાણ્યે અજાણ્યે પાપ કર્યા છે. કર્મ કર્યા છે, તે સમસ્ત પાપ ભગવાન શ્રી હૃષીકેશ ! પુંડરીકાક્ષ ! માધવ ! આ ત્રણ નામોનો ઉચ્ચાર કરવા માત્રથી જ નષ્ટ થઈ જાય.
હે હૃષીકેશ ! હે પુંડરીકાક્ષ ! હે માધવ ! મારા જે શારીરિક, માનસિક કે વાચિક પાપ છે, તેને આપ શાંત કરી દો.
હે પ્રભુ મારાથી ભોજન કરતી વખતે, સૂતી વખતે કે ક્યાંય સ્થિર રૂપે અથવા ચાલી વખતે, જાગતી વખતે, બેસતી વખતે જે પણ કઈ શરીર, મનથી કે વાણીથી પાપ થાય છે, કુયોની કે નરકમાં પડવવાળા જે પણ પાપ છે, તે તમામ પાપ હે પ્રભુ તમારું ધ્યાન કરવાથી તમારું સંકીર્તન કરવાથી નષ્ટ થઈ જાય.
હે પ્રભુ જે પરમ ધામ છે. જે પરમ પવિત્ર છે, પરમ ધામ છે, તે ભગવાન વિષ્ણુના નામ સંકીર્તન કરવા માત્રથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય.
દિવ્ય સૂરિજન, ભગવાન વિષ્ણુના જે ગંધ અને આદિ સ્પર્શથી રહિત જે પદને પ્રાપ્ત કરીને પુનઃ આ સંસાર ચક્રમાં આવું પડતું નથી તે બધા મારા પાપ નષ્ટ થઈ જાય.
જે જીવ આ પાપનાશક સ્તોત્રનો પાઠ કરે છે સાંભળે છે, તેના દ્વારા કરવામાં આવેલા શારીરિક, વાચિક કે માનસિક દરેક પાપમાંથી તેને મુક્તિ મળે છે.
બધા પાપો તથા ગ્રહોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુ પરમ પદ ણે પ્રાપ્ત થાય છે, તેથી જ્યારે પણ જાણીએ અજણાએ થયેલા પાપ માંથી મુક્તિ માટે આ પાપનાશક સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ.
આ પાઠ પાંપણ પ્રાયશ્ચિત સમાન છે. જે કોઈ વ્રત, જપ, સ્નાન, દાન કરી શકતું નથી, તે જો માત્ર આ પાપનાશક સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેના પાપ નષ્ટ થાય છે. તેથી સિદ્ધિ કે મોક્ષની પ્રાપ્ત અર્થે, પ્રાયશ્ચિત અર્થે આ પાપનાશક સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ.
જય શ્રી કૃષ્ણ 🙏
ફાગણ સુદ 11 મહાત્મય કથા વાંચો અહિયાં
સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય
0 Comments