ભગવાન સૂર્યદેવના 12 નામનો આ મંત્ર છે તેમજ દરેક નામનો પાછળ જાણો કારણ | Surya 12 Name Mantra

મિત્રો, આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે કે કુલ 33 કોટિ દેવી દેવતાઓ છે કે જેમના એક દેવ એટલે કે સૂર્યનારાયણ દેવ. કહેવાય છે ભગવાન વિષ્ણુ નારાયણ ના જ તેઓ અંશ છે એટલા માટે તેમના નામ સાથે નારાયણ જોડવામાં આવ્યું છે. સૂર્યદેવ એ હનુમાનજીના ગુરુ છે કેમકે હનુમાનજી એ તેમની પાસેથી શિક્ષા ગ્રહણ કરી હતી તેમજ સુર્ય ગ્રહ એ સિહ રાશિના સ્વામી છે એટલે સિહ રાશિના જાતકોએ તેમની પૂજા આરાધના અને અર્ધ્ય જરૂર આપવું જોઈએ. તો મિત્રો આજે આપણે સૂર્યદેવના 12 નામનો મંત્ર કરીશું તેમજ તેના દરેક નામનો અર્થ જાણીશું કે જેથી સમજાશે કે તેમના આ નામો કેવી રીતે પડ્યા છે. 

સુર્ય 12 નામ મંત્ર :

ૐ સૂર્યાય નમઃ ।। ૐ મિત્રાય નમઃ । ૐ રવયે નમઃ । ૐ ભાનવે નમઃ । ૐ ખગાય નમઃ । ૐ પૂષ્ણે નમઃ । ૐ હિરણ્યગર્ભાય નમઃ । ૐ મરીચયે નમઃ । ૐ આદિત્યાય નમઃ । ૐ સવિત્રે નમઃ । ૐ અર્કાય નમઃ । ૐ ભાસ્કરાય નમઃ ।

સુદામા અને અર્જુન સિવાય ભગવાન શ્રીકૃષ્ણના આ 4 મિત્ર ખૂબ જ ખાસ રહ્યા છે

સુર્ય 12 નામ મહિમા અને અર્થ :

દિનકર : દિનકર એટલે દિવસના કારક અથવા દિવસના સ્વામી. દિવસની શરૂઆત અને અંત સૂર્યથી જ થાય છે. આ કારણે સૂર્યને આ નામ આપવામાં આવ્યું છે. 

રશ્મિમતે : રશ્મિનો અર્થ પ્રકાશ અને મતેનો અર્થ પૂંજ થાય છે. એટલે જેની અંદર હજારોની સંખ્યામાં પ્રકાશ પૂંજ હોય. આ જ કારણે સૂર્યને રશ્મિમતે કહેવાય છે. 

ભુવનેશ્વર : ભુવનેશ્વરનો અર્થ પૃથ્વી ઉપર રાજ કરનાર. પૃથ્વી ભગવાન સૂર્યના પ્રકાશમાં વિધ્યમાન છે. સૂર્યના કિરણો ન હોય તો સંસાર નષ્ટ થઈ જશે. 

પ્રભાકર : પ્રભા એટલે પ્રાતઃકાળ અને આ કાલથી સુર્ય સંસારમાં વિધ્યમાન થાય છે.  આ કારણે તેમણે પ્રભાકર કહેવામાં આવે છે. 

સવિતા : સવિતાનો અર્થ ઉત્પન્ન કરનાર. મંત્રના સ્વામીને પણ સવિતા કહેવાય છે. સુર્ય પ્રકાશના સ્વામી છે. અજવાળાના દેવતા છે એટલે તેનું એક નામ સવિતા છે. 

સુર્ય : સૂર્યનો અર્થ ભ્રમણ કરનાર છે, જે સંસારમાં ભ્રમણ કરી દરેકના દુઃખને દૂર કરે. ભગવાન ભાસ્કર સંપૂર્ણ સંસારમાં ભ્રમણ કરે છે. આ કારણે તેમણે સુર્ય કહેવાય છે. 

ભાનુ : ભાનુનો અર્થ થાય તેજસ્વી. જેનાથી દરેકને લાભ થાય. આમિર, ગરીબ બધા ઉપર સૂર્યનો પ્રકાશ એકસમાન હોય છે. તેમના અલૌકિક તેજના કારણે જ ભાનુ નામ આપવામાં આવ્યું છે. 

દિવાકર : દિવાકરનો અર્થ રત્નો અંત કરીને દિવસનો ઉદય કરનાર. જેમના આવતા જ અંધકાર દૂર થઈ જાય છે. આ જ ગુણોના કારણે તેમનું નામ દિવાકર પડ્યું છે. 

આદિદેવ : બ્રહ્માંડની શરૂઆત અને અંત સૂર્યમાં સમાયેલ છે. સુર્ય સૃષ્ટિની શરૂઆતથી દિવસમાં સાક્ષાત જોઈ શકાય તે દેવતા છે. આ કારણે સૂર્યને આદિદેવ કહેવાય છે. 

રવિ : બ્રહ્માંડની શરૂઆતનો દિવસ રવિવાર હતો. આદિદેવ હોવાના કારણે સપ્તાહની શરૂઆત પણ રવિવારથી થાય છે. આ કારણે ભગવાન ભાસ્કરને રવિ નામથી ઓળખવામાં આવે છે. 

સપ્ત-રથી : ભગવાન સૂર્યના રથમાં સાત ઘોડા છે. સાતેય ઘોડા ભગવાન સૂર્યમાં હજારો કરણોનો સમાવેશ કરે છે. આ કારણે તેમણે સપ્તરથી કહેવાય છે. 

સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય

રામદેવપીરની આ વાત નહિ જાણતા હોય

ભગવદ ગીતા સાર અધ્યાય 9 શ્લોક 3 

શ્રી સત્યનારાયણ આરતી થાળ

પાપોને નાશ કરનાર ભગવાનનો પાઠ

Post a Comment

0 Comments