ૐ બધા જ દેવતાઓ દેવી પાસે ગયા અને તેમણે નપ્રતાપૂર્વક પૂછયું - “હે મહાદેવી! તમે કોણ છો?' (૧)
તેમણે (દેવીએ) કહ્યું - “હું બ્રહ્મસ્વરૂપા છું. મારાથી પ્રકૃતિ અને પુરુષયુક્ત શૂન્ય અને અશૂન્ય (અર્થાત્ સત્-રૂપ અને અસત્-રૂ૫પ) જગત ઉત્પન્ન થયું છે. (૨)
હું આનંદરૂપા અને અનાનંદરૂપા છું. હું વિજ્ઞાનરૂપ અને અવિજ્ઞાનરૂપા છું, અવશ્ય જાણવા યોગ્ય બ્રહ્મ અને અબ્રહ્મ પણ હું જ છું. પંચીકૃત અને અપંચીકૃત મહાભૂતો પણ હું જ છું. આ સઘળું દશ્ય-જગત હું જ છું. (૩)
વેદ અને અવેદ હું છું. વિધા અને અવિદ્યા પણ હું છું. અજા (પ્રકૃતિ) અને અનજા (અપ્રકૃતિ) પણ હું છું; નીચે અને ઉપર તથા આજુબાજુ પણ હું જ છું. (૪)
હું રદ્રો અને વસુઓના રૂપમાં સંચરણ કરું છું. હું આદિત્યો અને વિશ્વેદેવોના રૂપમાં વિહર્યા કરું છું. હું મિત્ર અને વરુણ બંનેનું, ઇન્દ્ર તેમ જ અગ્નિનું અને બંને અશ્ચિનીકુમારોનું ભરણપોષણ કરું છું. (૫)
હું સોમ, ત્વષ્ટા, પૂષા અને ભગને ધારણ કરુ છું. ત્રણે લોકને આક્રાન્ત કરવા વિસ્તૃત પાદક્ષેપ કરનારા (ડગલાં ભરનારા) વિષ્ણુ, બ્રહ્મદેવ અને પ્રજાપતિઓને હું જ ધારણ કરું છું. (૬)
દેવતાઓને ઉત્તમ હવિ પહોંચાડનારા અને સોમરસ કાઢનારા યજમાન માટે હું હવિનાં દ્રવ્યોથી યુક્ત ધારણ કરું છું. હું સમગ્ર જગતની ઈશ્વરી, ઉપાસકોને ધન આપનારી, બ્રહ્મરૂપ અને યજ્ઞાર્હ (યજન કરવા યોગ્ય) દેવતાઓમાં મુખ્ય છું. હું આત્મસ્વરૂપ પર આકાશ વગેરેનું નિર્માણ કરું છુ: મારું સ્થાન આત્મસ્વરૂપને ધારમ કરનારી બુદ્ધિ-વૃત્તિમાં છે. - આ પ્રમાણે જે જાણે છે તે દૈવી સંપદાનો લાભ ઉઠાવે છે.” (૭)
ત્યારે તે દેવોએ કહ્યું - “દેવીને નમસ્કાર છે. ભલભલાઓને પોતપોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત કરનારાં કલ્યાણકારી (દેવી)ને નિરંતર નમસ્કાર છે. ગુણસામ્ય-અવસ્થારૂપિણી મંગલમયી દેવીને નમસ્કાર છે. નિયમયુક્ત થઈને અને તેમને પ્રણામ કરીએ છીએ. (૮)
અમે અગ્નિના જેવા વર્ણવાળાં, જ્ઞાનથી ઝગમગતાં, દીપ્તિમતી, કર્મફળની પ્રાપ્તિ અર્થે સેવાતાં તે દુર્ગાદેવીના શરણમાં છીએ. અસુરોનો નાશ કરનારાં હે દેવી! તમને નમસ્કાર છે. (૯)
પ્રાણરૂપ દેવોએ જે પ્રકાશમાન વૈખરી વાણી ઉત્પન્ન કરી તે અનેક પ્રકારનાં પ્રાણીઓ બોલે છે. કામધેનુ-તુલ્ય આનંદદાયક અને અન્ન તથા બળ આપનારાં તે વાણી-રૂપિણી દેવી ભગવતી ઉત્તમ સ્તુતિથી સંતુષ્ટ થઈને અમારી પાસે આવે. (૧૦)
કાળનો પણ નાશ કરનારાં, વેદોએ જેમની સ્તુતિ કરી છે એવાં વિષ્ણુશક્તિ, શિવશક્તિ (સ્કંદમાતા), બ્રહ્મશક્તિ (સરસ્વતી), દેવમાતા અદિતિ અને દક્ષપુત્રી (સતી) તથા પાપોનો નાશ કરનારાં અને કલ્યાણ કરનારાં દેવી ભગવતીને અમે પ્રણામ કરીએ છીએ. (૧૧)
અમે મહાલક્ષ્મીને જાણીએ છીએ તે સર્વશક્તિરૂપિણીનું ધ્યાન કરીએ છીએ. તે દેવી અમને આ (જ્ઞાન-ધ્યાનના) વિષયમાં પ્રવૃત્ત કરો. (૧૨)
હે દક્ષ! તમારી જે પુત્રી અદિતિ છે, તેઓ પ્રસૂતા થયાં અને તેમને મૃત્યુરહિત કલ્યાણમય દેવો જન્મ્યા. (૧૩)
કામ (ક), યોનિ (એ), કમલા (ઈ), વજપાણિ ઇન્દ્ર (લ), ગુહા (હં), હ, સ વર્ણો, માતરિશ્વા વાયુ (ક), અભ્ર (હ), ઇન્દ્ર (લ), ફરીથી ગુહા (હીં) સ, ક, લ વર્ણો અને માયા (હં) - આ સર્વાત્મિકા જગજ્જનનીની મૂળ વિદ્યા છે અને તે બ્રહ્મરૂપ છે. (૧૪)
આ (દેવી) પરમાત્માની શક્તિ છે; આ વિશ્વમોહિની છે; પાશ, અંકુશ, ધનુષ્ય અને બાણ ધારણ કરનારાં છે; આ “શ્રીમહાવિદા' છે. - આ પ્રમાણે જે જાણે છે તે શોકને પાર કરી લે છે. (૧૫)
હે ભગવતી! તમને નમસ્કાર છે. હે માતા! બધી રીતે અમારું રક્ષણ કરો.'' (૧૬)
ભિંત્રદ્રષ્ટા ત્દષિ કહે છે -) ““તેઓ જ આઠ વસુ છે; તેઓ જ અગિયાર સુદ્રો છે; તેઓ જ બાર આદિત્યો છે; તેઓ જ સોમપાન કરનારા અને નહીં કરનારા વિશ્વેદેવો છે; તેઓ જ યાતુધાનો (એક પ્રકારના દૈત્યો), અસુરો, રાક્ષસો, પિશાચો, યક્ષો અને સિદ્ધો છે; તેઓ જ સત્ત્વ-રજ-તમ છે; તેઓ જ બ્રહ્મા-વિષ્ણુ-રુદ્ર છે; તેઓ જ પ્રજાપતિ-ઇન્દ્ર-મનુ છે; તેઓ જ ગ્રહો, નક્ષત્રો અને તારા છે; તેઓ જ કલા-કાષ્ઠ વગેરે કાળરૂપિણી છે. પાપોનો નાશ કરનારાં, ભોગ તથા મોક્ષ આપનારાં, અંત વિનાનાં, વિજયનાં અધિષ્ઠાત્રી, નિર્દોષ, શરણ લેવા યોગ્ય, કલ્યાણ આપનારાં અને મંગલરૂપિણી તે દેવીને અમે હંમેશાં પ્રણામ કરીએ છીએ. (૧૭)
વિયત - આકાશ (હ) તથા “ઈ'કારવાળાં, વીતિહોત્ર - અગ્નિ (૨ર) સહિત, અર્ધચંદ્ર (*)થી અલંકૃત જે દેવીનું બીજ છે તે બધા મનોરથોને પૂરા કરનારું છે. આ પ્રમાણે આ એકાક્ષર બ્રહ્મ (હીં)નું ધ્યાન એવા યતિઓ કરે છે કે જેમનું ચિત્ત શુદ્ધ છે અને જેઓ નિરતિશય આનંદપૂર્ણ અને જ્ઞાનના સાગર છે. (આ મંત્રને “દેવીપ્રણવ' માનવામાં આવે છે. ડૅદંકાર જેવો જ આ પ્રણવ પણ વ્યાપક અર્થથી પરિપૂર્ણ છે. સંક્ષેપમાં આનો અર્થ છે - ઇચ્છા-જ્ઞાન-ક્રિયા, ધાર, અદ્વેત, અખંડ, સચ્ચિદાનંદ, સમરસીભૂત, શિવશક્તિસ્ફુરણ.) (૧૮-૧૯)
વાણી (એં), માયા (હીં), બ્રહ્મસૂ - કામ (ક્લીં), આના પછી છઠ્ઠો વ્યંજન એટલે કે ચ, એ જ વકત્ર એટલે કે “આ' કારથી યુક્ત (ચા), સૂર્ય (મ), “અવામ શ્રોત્ર' - જમણો કાન (ઉ) અને બિંદુ એટલે કે અનુસ્વારથી યુક્ત (મું), “ટ'કારથી ત્રીજો વર્ણ ડ, એ જ નારાયણ એટલે કે “આ'થી મિશ્રિત (ડા), વાયુ (ય), એ જ અધરથી એટલે કે 'એ'થી યુક્ત (વૈ) અને 'વિચ્ચે' - આ નવાર્ણમંત્ર ઉપાસકોને આનંદ અને બ્રહ્મ- સાયુજ્ય આપનારો છે. (૨૦)
હૃદયકમળની મધ્યે રહેનારાં, પ્રાતઃકાલીન સૂર્ય જેવાં પ્રભાવાળાં (તેજસ્વિની), પાશ અને અંકુશ ધારણ કરનારાં, મનોહર રૂપવાળા વરદ અને અભયની મુદ્રા ધારણ કરેલા હાથોવાળાં, ત્રણ આંખોવાળાં, લાલ વસ્ત્રો ધારણ કરનારાં અને કામધેનુની જેમ ભક્તોના મનોરથોને પૂરા કરનારાં દેવીને હું ભજું છું. (૨૧)
મહાભયનો નાશ કરનારાં, મહાસંકટનું શમન કરનારાં અને મહાન કરુણાનાં સાક્ષાત્ મૂર્તિ તમને - મહાદેવીને હું નમસ્કાર કરું છું. (૨૨)
જેમના સ્વરૂપને બ્રહ્મા વગેરે પણ જાણતા નથી - તેથી જેમને 'અજ્ઞેયા' કહે છે; જેમનો અંત (પાર, છેડો) મળતો નથી - તેથી જેમને “અનંતા' કહે છે; જેમનું લક્ય જોઈ શકાતું નથી - તેથી જેમને “અલક્ષ્યા' કહે છે; જેઓ સર્વત્ર એકલાં જ છે - તેથી જેમને “એકા' કહે છે; જેઓ એકમાત્ર વિશ્વરૂપે સર્જાયેલાં છે - તેથી જેમને “નૈકા' કહે છે તેઓ તેથી જ તો અજ્ઞેયા, અનંતા, અલક્ષ્યા, એકા અને નૈકા કહેવાય છે. (૨૩)
બધા મંત્રોમાં “માતૃકા' - મૂળાક્ષરરૂપે રહેનારાં, શબ્દોમાં અર્થ (જ્ઞાન)-રૂપે રહેનારાં, જ્ઞાનોમાં 'ચિન્મયાતીતા', શૂન્યોમાં “શૂન્યસાક્ષિણી' છે તથા જેમના કરતાં અન્ય કશું પણ શ્રેષ્ઠ નથી તેઓ દુર્ગા નામથી પ્રસિદ્ધ છે. (૨૪)
તે દુર્વિજ્ઞેય (જાણવાં દુષ્કર), દુરાચારોનો નાશ કરનારાં અને સંસાર- સાગરમાંથી તારનારાં દૂર્ગાદેવીને, સંસારથી ભયભીત હું નમસ્કાર કરુ છું. (૨૫)
જેઆ અથર્વશીર્ષનું અધ્યયન કરે છે તેને પાંચેય અથર્વશીર્ષોના જ્પનું ફળ મળે છે. આ અથર્વશીર્ષને જાણ્યા વિના જ જે પ્રતિમાસ્થાપન કરે છે તે સેંકડો લાખ જપ કરે તોપણ અર્ચાની સિદ્ધિ પામતો નથી. અષ્ટોત્તરશત (એક સો આઠ વાર) જપ (વગેરે) આની પુરશ્વરણ વિધિ છે. જે આનો દસ વાર પાઠ કરે છે તે એ જ ક્ષણે પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને મહાદેવીની કૃપાથી દુસ્તર (તરી જવાં દુષ્કર) સંકટોને પાર કરી લે છે. (૨૬)
આનું સાયંકાળે અધ્યયન કરનારો પોતે દિવસે કરેલાં પાપોનો નાશ કરે છે, પ્રાતઃકાળે અધ્યયન કરનારો રાત્રે કરેલાં પાપોનો નાશ કરે છે.(૨૭)
બંને સમયે અધ્યયન કરનારો નિષ્પાપ થાય છે. મધ્યરાત્રિએ તુરીય” સંધ્યાના સમયે જપ કરવાથી વાણીની સિદ્ધિ થાય છે. નવી પ્રતિમા પર જપ કરવાથી દેવતાનું સાિધ્ય પ્રાપ્ત થાય છે. પ્રાણપ્રતિષ્ઠાના સમયે જપ કરવાથી પ્રાણોની પ્રતિષ્ઠા થાય છે. ભૌમાશ્ચિની (અમૃત-સિદ્ધિ માટેના) યોગમાં મહાદેવીના સાન્નિધ્યમાં જપ કરવાથી મૃહામૃત્યુમાંથી ઊગરી જવાય છે. જે આ પ્રમાણે જાણે છે તે મહામૃત્યુમાંથી તરી જાય છે. આ પ્રમાણે આ અવિદ્યાનો નાશ કરનારી બ્રહ્મવિઘા છે. (૨૮)
0 Comments