આપણે દરેકે સવારે નાઈ ધોઈને માતા તુલસીની પુજા કરવી જોઈએ કેમ કે આપણા હિન્દૂ ધર્મમાં તુલસી ના છોડને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યા કહેવામા આવે છે આ ધરતી પર તુલસી માત્ર એક છોડ જ નહીં પરંતુ તુલસી માતા છે. તુલસીનો છોડ આયુર્વેદ ની દ્રશ્થિએ કે પછી સ્વાસ્થ્ય ની દૃષ્ટિ આપણને ખુબ જ ઉપયોગી છે.ઘર આંગણામાં રહેલ તુલસી નો છોડ અનેક દેવીય ગુણો થી ભરપૂર હોય છે. આ પણ વાંચો : નારદજી ત્રણેય લોકમાં શા માટે ફરતા રહે છે તુલસીના છોડ અંગે ગ્રંથો માં પણ અનેક વાતો લખાયેલી છે અને તેને ઔષધની ખાણ પણ ગણવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર માનવામાં આવે છે કે તુલસી માતા ભગવાનને એટલા જ પ્રિય છે જેટલા લક્ષ્મી માતા છે. તો આવો જાણીએ કે તુલસીજીની પૂજાના નિયમો કયા છે તેમજ તુલસીજીના પાન તોડતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
1) તુલસીજી અને શાલિગ્રામ ભગવાનના લગ્ન કારતક મહિનામાં થયા હતા એટલે જો તુલસીજી ઉગાડવા હોય તો આ મહિનો શ્રેષ્ઠ ગણાય છે અથવા તો માગશર મહિનો પણ ઉત્તમ ગણાયો છે. અને આ મહિનામાં તુલસીજીની પૂજાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે.
2) તુલસીજીનો છોડ હંમેશા આંગણામાં, બાલકની કે અગાશીમાં વાવવા જોઈએ. ઘરમાં આપણાં રૂમમાં તુલસી રાખી શકાય નહિ.
3) તુલસીજીને દરરોજ સવારે પાણી પાવવું જોઈએ. તુલસીજી ન સુકાય તેનું ધ્યાન રાખવું. તેની 4 વખત પ્રદક્ષિણા કરવી અને ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલવો. પરંતુ હા અગિયારસ અને રવિવારના દિવસે તુલસીને પાણી પિવડાવવું ન જોઈએ. કેમકે આ દિવસ તેમને ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત હોય છે.
4)દરરોજ સાંજે તુલસી ક્યારે ઘીનો દિવો પ્રગટાવવો જોઈએ. પરંતુ તુલસી ક્યારાની અંદર દિવો કે અગરબત્તી ન રાખવા જોઈએ. તુલસી ક્યારા પાસે રાખવો.
5) તુલસી પર્ણ નખેથી ન તોડવા જોઈએ, બે આંગળીથી ટેલસી માતાની પરવાનગી લઈને તોડવા જોઈએ. તમારે જે કારણોસર તુલસી પરં જોઈતા હોય એ મનમાં બોલી પછી જ તુલસી પાન તોડવાના.
6) તુલસીજીને ગંદા હાથથી સ્પર્શ ન કરવો જોઈએ અને નાહ્યા વગર પાણી પણ ન રેડવું જોઈએ.
7) થોડા થોડા સમયે તુલસીના છોડમાંથી માંજર તોડી લેવા જોઈએ. કેમકે માંજર તુલસીજીને સૂકવી નાખે છે.
આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમાં નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.
અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે
આ પણ વાંચો : દિવસ દરમિયાન વ્યક્તિથી કયા પાપો થાય છે
આ પણ વાંચો : પુરુષોત્તમ મહિનો 2023 તિથી વાર માહિતી
0 Comments