અત્યંત સુંદર અને નવા હોળી રસિયા ના ભજન લખાણ સાથે | Holi bhajan with lyrics


: રંગમાં રમાડી મને :

રંગમાં રમાડી મને રંગમાં રમાડી 

જશોદાના જાયે મને રંગમાં રમાડી, 


નંદજીના લાલે મને રંગમાં રમાડી,

સાદ પડી ઊભી રાખી મીઠી નજર નાખી,

રંગ ભરી પિચકારી મારી સામે તાકી રે,


હા હા વ્હાલા જોજે મારી સાડી ન ભીંજાઇ રે..

નણદી ડો બોલ બોલે સાસુ તો ખીજાય રે.. 


કોણ મારી વાત સુણે કોણ સુણે અરજી રે..

રંગ છાતી ખડખડ હસે એવી હતી મરજી રે.. 


હું તો ગભરાણી સખી હું લજાણી રે.. 

આખલડી પાપણમાં ભરી પછી પાણી રે.. 


લ્યો લ્યો ગોપી ગુલાલ આપું. 

રંગ આપું ઘોરીને રંગ આપું ઘોરીને 

આજ તો અમારી સંગે રમો તમે હોળી રે.. 


સગાને વિસારો તમે સાસરિયાં વિસારો રે.. 

શાંતિ દિલમાં થશે જ્યારે દુનિયા વિસારો તમે રે.. 

આ ભજન સાંભળવા હિયા ક્લિક કરો


: આજ બિરજ મે હોલી રે :

આજ બિરજમેં હોલી રે રસિયા

હોલી રે રસિયા બરજોરી રે રસિયા..આજ..


કૌન ગાવ કો કુવર કન્હાઇ

કોન ગાંવ કી ગોરી રે રસિયા..આજ..


નંદગાંવ કો કુવર કન્હાઇ

બરસાના કી છોરી રે રસિયા..આજ..


પાંચ બરસ કો કુવર કન્હાઇ

સાત બરસ કી ગોરી રે રસિયા..આજ..


ઇતતે આવે કુવર કાનહાઈ

ઉતતે આવે રાધા ગોરી રે રસિયા..આજ..


અબીલ ગુલાલ ઓર અગર ચંદન

કેસર પીચકારી મારી રે રસિયા..આજ..


સુર શ્યામ પ્રભુ ચતુર શીરોમણી

કર ગયો મોસે મનમાની રે રસિયા..આજ..

આ ભજન સાંભળવા અહિયાં ક્લિક કરો


ઝીણો ઝીણો  ઊડે રે ગુલાલ :

ઝીણો ઝીણો  ઊડે રે ગુલાલ

બોલો જયશ્રી રાધેશ્યામ


દેવના મંદિરીયામાં બ્રહ્માજી બિરાજે

બ્રહ્માણી ઊડાડે ગુલાલ બોલો જયશ્રી રાધેશ્યામ


દેવના મંદિરીયામાં વિષ્ણુજી બિરાજે

લક્ષ્મીજી ઊડાડે ગુલાલ બોલો જયશ્રી રાધેશ્યામ


દેવના મંદિરીયામાં શંકરજી બિરાજે

પાર્વતી ઊડાડે ગુલાલ બોલો જયશ્રી રાધેશ્યામ


દેવના મંદિરીયામાં રામજી બિરાજે

સીતાજી ઊડાડે ગુલાલ બોલો જયશ્રી રાધેશ્યામ


દેવના મંદિરીયામાં કૃષ્ણજી બિરાજે

રાધાજી ઊડાડે ગુલાલ બોલો જયશ્રી રાધેશ્યામ


દેવના મંદિરીયામાં ગણપતિ બિરાજે

રિદ્ધિ સીદ્ધ ઊડાડે ગુલાલ બોલો જયશ્રી રાધેશ્યામ


દેવના મંદિરીયામાં શ્રીનાથજી બિરાજે

જમુનાજી ઊડાડે ગુલાલ બોલો જયશ્રી રાધેશ્યામ


દેવના મંદિરીયામાં જલારામ બિરાજે ર

વીરબાઇ ઊડાડે ગુલાલ બોલો જયશ્રી રાધેશ્યામ

આ ભજન સાંભળવા અહિયાં ક્લિક કરો


રંગે રમે આનંદે રમે :

રંગે રમે આનંદે રમે, રાધાજીનો રસિયો રંગે રમે,

અમને સહુને એ તો બહુ ગમે, રાધાજીનો રસિયો રંગે રમે.


ભરી ભરી પ્રાણ પ્રભુ મારે પિચકારી,,રાધાજીના સંગમાં રસિયો જાય હારી,

ગોપ ગોવાળ એની પાછળ ભમે, રાધાજીનો રસિયો રંગે રમે.


હસી હસી પ્રાણ પ્રભુ મીઠું મીઠું બોલે,,તોય રાધાજી તો ઘુંઘટ ના ખોલે,

સ્વર્ગના દેવો સહુ નમે, રાધાજીનો રસિયો રંગે રમે.


રમત પ્રભુજીને વાણલા રે વાયા,, રંગથી રણછોડજી ખૂબ રંગાયા,

રાધા કહે રસિયા તમે જીત્યા, રાધાજીનો રસિયો રંગે રમે.


રાધા ઉડાડે અબીલ ને ગુલાલ, હેતે હરાવવા જશોદાના લાલને,

અમને સહુને એ તો બહુ ગમે, રાધાજીનો રસિયો રંગે રમે.


રંગે રમે આનંદે રમે, રાધાજીનો રસિયો રંગે રમે,

અમને સહુને એ તો બહુ ગમે, રાધાજીનો રસિયો રંગે રમે.

આ ભજન સાંભળવા અહિયાં ક્લિક કરો


હોળીની રાખનો આ 1 ઉપાય એટલે તમામ સમસ્યામાંથી મુક્તિ 

હોલિકા દહન 2023 તારીખ સમય

હોળી ના દિવસે શું કરવું શું ન કરવું


Post a Comment

0 Comments