ગંગા ઉત્પતિ ભજન ગુજરાતી લખાણ || Ganga utpati bhajan lyrics

આ ભજન સાંભળવા અહિયાં ક્લિક કરો

ગંગા ઉત્પતિ તમે સાંભળો રે, ગાવો ગંગાના ગુણ મારા વ્હાલા

સગર રાજાએ યજ્ઞ આઇદરો રે, ઇન્દ્રને ચિંતા થાય મારા વ્હાલા


અશ્વને છુટો કર્યો રે, અશ્વને ઇન્દ્ર પકડી જાય મારા વાલા

કપિલ મુનિના આશ્રમે રે, અશ્વને બાંઘ્યો ત્યાં ય મારા વાલા


સાઇઠ હજાર પુત્ર દોડીયા રે, અશ્વને દીઠો છે. ત્યાં ય મારા વાલા

ઋષિ સમાધીથી જાગીયા રે, સાંઇઠ હજાર ભસ્મ થાય મારા વાલા


અસુર ગતિને પામીયા રે, રણમાં પ્રેત થાય મારા વાલા

ગંગા ઉત્પતિ તેમ સાંભળો રે, ગાવો ગંગાના ગુણ મારા વાલા


રાય ઋષિને વિનવે રે, કંઇક બતાવો ઉપાય મારા વાલા

સ્વર્ગથી ગંગા કોઇ લાવશે રે, પિતૃની તૃપ્તિ થાય મારા વાલા


અંશુમનના દિલીપે તપ કર્યા રે, ન રીજીયા ગગા માતા મારા વાલા

પેઢીયુંની પેઢીયે તપ કર્યા રે, ન આવ્યા ગંગામાત મારા વાલા


ત્રીજી પેઢીએ ભગીરથ થયા રે, કઠણ કર્યા તપ મારા વાલા

ભગીરથે ભોળાનાથ આરાધઘીયા રે, રીઝયા છે. ઉમીયાના નાથ મારા વાલા


પિતૃની તૃત્તિ કરવા રે, આવોને ગંગા માતા મારા વાલા

વિષ્ણુદેવ તમને આપશે રે, ધરો વિષ્ણુનું ઘ્યાન મારા વાલા


ભગીરથે વિષ્ણુને આરાધીયા રે, રીઝયા છે. લક્ષ્મીના નાથ મારા વાલા

પિતૃની તૃપ્તિના કારણે રે, આવોને ગંગા માતા મારા વાલા


ચરણમાંથી પ્રગટ કરીયા રે, પ્રગટ થયા ગંગા માતા મારા વાલા

ગંગા કહે હુ ઉતરૂ રે, પૃથ્વી પાતાળમાં જાય મારા વાલા


ઝીલનારા, જો કોઇ મળશે રે, તમે આવોને પૃથ્વી માતા મારા વાલા

ભોળાનાથ કહે, અમે ઝીલશુ રે, ઝીલશુ જટાની માંય મારા વાલા

ગંગાજીને ગર્વ થયો રે, સમાણા જટાની માંય મારા વાલા

ભગીરથે કર જોડીયા રે, છોડોને ગંગા માતા મારા વાલા


ગંગાનો ગર્વ ઉતર્યો રે, છોડી છે, એક જલટ મારા વાલા

ખળખળ જળ વહેવા લાગ્યુ રે, નીકળી છે ત્રણ ધાર મારા વાલા


આગળ ભગીરથ ચાલીયા રે, પાછળ ગંગામાતા મારા વાલા

જમ્બુઋષિના આશ્રમે આવ્યા રે, તમે ખસોને ઋષિરાય મારા વાલા


ભગીરથને ગર્વ થયો રે, આચમન કરી જાય મારા વાલા

પિતૃની તૃત્તિના કારણે રે, તમે છોડોને ગંગા માત મારા વાલા


સાથળમાંથી પ્રગટ કર્યા રે, એના પિતૃની તૃપ્તિ થાય મારા વાલા

પ્રયાગથી ત્રકષિકેશ ગયા રે, ત્યાંથી દરીયામાં જાય મારા વાલા


ધન્ય ભગીરથ રીઝયા રે, લાવ્યા છે, ગંગા માત મારા વાલા

પરીચાના પરીયા તરીયા રે, અંતે વિમાનમાં જાય મારા વાલા

પિતૃના પિતૃ તરીયા રે, અંતે વિમાનમાં જાય મારા વાલા

ગંગા ઉત્પતિ જે કોઈ સાંભળે રે, એના પિતરુની તૃપ્તિ થાય મારા વાલા. 


ગાય શીખે ને સાંભળે રે, નિત્ય ગંગામાં નાય મારા વાલા,

ગંગા ઉત્પતિ તમે સાંભળો રે, ગાવો ગંગાના ગુણ મારા વ્હાલા


Post a Comment

0 Comments