હોળીની રાખનો આ 1 ઉપાય તમને બધી સમસ્યા, રોગ પીડા, દુઃખ કષ્ટમાંથી આપશે છુટકારો | Holi 2023

    ફાગણની પૂર્ણિમા તિથિએ હોલિકા દહન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હોલિકા દહન અને પૂજા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. હોલિકા દહન ના બીજા દિવસે રંગ-ગુલાલ સાથે હોળી રમવામાં આવે છે. હોલિકા દહનને આસુરી શક્તિ પર દૈવીય શક્તિની જીતનું પ્રતીક માનવામાં આવે છે.

પૂર્ણિમાએ કરો સત્યનારાયણ ભગવાન નવી આરતી થાળ

    હોલિકાની રાખ શુભ મનાય છે. જેમ અગ્નિ સર્વ બાળી નાખે છે, ભસ્મ કરી નાખે છે તેવી જ રીતે આપણાં કર્મો આપણું શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ જાય ત્યારપછી માત્ર રાખ જ વધે છે. અને આ રાખ ( ભસ્મ ) અતિ પવિત્ર મનાય છે. કેમકે અગ્નિદેવ તેને પવિત્ર કરી નાખે છે. એવી રીતે હોલિકની રાખનું પણ વિશેષ મહત્વ છે અને તેની રાખને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેવી રીતે નવરાત્રી, મહાશિવરાત્રિ, શરદ પૂર્ણિમામાં રાત્રીનું મહત્વ હોય છે તેમ હોલિકા દહનની પણ રાત્રીનું મહત્વ હોય છે. કહેવાય છે કે આ રાત્રીઓમાં યોગ યોગીનીઓ જાગ્રત રહે છે. માટે કોઈ પણ ઉપાય કરવામાં આવે, પૂજા ઉપાસના કરવામાં આવે કે ટોટકા કરાય છે તો તે સિદ્ધ થઈ જાય છે. 

તો મિત્રો એમાંથી અમુક ઉપાય એવા છે કે જે આપણે સરળતાથી કરી શકી અને પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર. તો આવો જાણીએ તે અમુક ઉપાય.

હોલિકા દહન 2023 તારીખ સમય

૧. હોલિકાની રાત્રીએ હોલિકા જ્યારે પ્રગટાય જાય ત્યારબાદ જે રાખ વધે છે તે રાખને થોડી ઘરમાં લઈ આવવી અથવા બીજા દિવસે સવારે પણ લઈ આવી શકો છો અને આખા ઘરમાં એક એક ચપટી છટકાવ કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે, વાસ્તુ સંબંધિત દોષ હોય તો તે પણ મટે છે. તેમજ જો કોઈ આર્થિક બાધા હોય, પૈસા સંબંધિત સમસ્યા હોય તો તે પણ ધીરે ધીરે શાંત થઈ જાય છે. 

હોળી આ 4 કારણોને લીધે ઉજવાય છે

૨. જો આપણાં ઘરમાં કોઈએ તાંત્રિક વિધ્યા કે મેલી વિધ્યા નો ઉપયોગ કર્યો હોય એવું લાગતું હોય એટલે કે આપના ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેતું હોય, લડાઈ જઘડા થયા ઘરે, એકબીજાનું કોઈ સાંભળતું ન હોય તો તેનો એક ઉપાય હું આપને જણાવું તે કરજો આપની આ સમસ્યા નો જરૂર ઉકેલ આવશે. તો ઘરમાંથી 1-2 લવિંગ ગાયના ઘી માં બોળીને 1 નાગરવેલના પાન પર રાખવાનું અને એક પતાશુ લઈને હોલિકામાં આ બધુ સમર્પિત કરી દેવું. અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ ! અમારા જીવનમાં રહેલી અશાંતિ , બાધા દરેકનું શમન કરો. જેવી રીતે હોલિકા બળીને રાખ થઈ ગઈ તેમ અમારી આ અશાંતિ પણ બળી જાય અને હંમેશને માટે દૂર થઈ જાય. અને બીજા દિવસે સવારે હોલિકાની રાખ લઈ કોઈ તાવીજમાં રાખી ગળામાં ધારણ કરી લેવી. જેનાથી કોઈ પણ તંત્ર મંત્ર બાધા હશે તો તે દૂર થશે. 

હોળી 2023 શું કરવું શું ન કરવું

3. જો ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય જેની બીમારી ગમે તેટલી દવા કરવા છતાં સારી થતી ન હોય તો તેના માટેનો 1 ઉપાય આપને હું જણાવું તો કે ઘરમાંથી 1 લવિંગ, 1 કપૂરની ગોટીને નાગરવેલના પાનમાં રાખી હોલિકમાં પધરાવી દેવાનું અને હોલિકા દહનની રાખ ઘરે લાવીને તે રાખ શરીરમાં જ્યાં પણ કોઈ રોગ થયો હોય ત્યાં લગાડવી. અને થોડીવાર પછી સ્નાન કરી લેવું. આમ થોડા દિવસ કરવાથી રોગના કીટાણુ નાશ પામશે અને તે રોગ કે જે એકે દવાથી મટતો ન હોય તે ધીરે ધીરે ચોક્કસ મટે જશે. 

હોળી રસિયાના અવનવા ભજન 

4. કોઈ વ્યક્તિ પર જાદુ મંત્ર થયેલો હોય કોઈએ કર્યું હોય તો તે વ્યક્તિ પણ જો આ હોલિકની રાખ પોતાના શરીર પર ઘસીને ગરમ પાણીથી સ્નાન કરી લે છે તો તેને તંત્ર મંત્ર બાધા માંથી મુક્તિ મળે છે. 

5. ઘરમાં જો કોઈ વ્યક્તિ અત્યંત દુખી હોય રોગ થી પીડાતો હોય, માનસિક શારીરક બીમારી હોય તો તેની ઉપરથી 2 લવિંગ, 1 કપૂર અને 1 શ્રીફળ ઉતારીને તથા પીળી સરસવ 1 મૂઠી નાખીને આ બધુ હોલિકા દહન માં પધરાવી દેવું. ત્યારબાદ હોલિકાની રાખથી તે વ્યક્તિએ તિલક કરવાનું. આમ કરવાથી તેની પીડાનો અંત આવશે. કારણકે હોલિકાની રાખ જ ખૂબ પવિત્ર માનવામાં આવે છે તો કોઈ પણ વ્યક્તિ જો તેનું તિલક કરે છે. તો તેને પણ લાભ થાય છે કેમકે તિલકની જગ્યાએ આપણાં શરીરમાં આજ્ઞા ચક્ર હોય છે કે જેથી હોળીની રાખનું તિલક કરવાથી આપણાં મનની શુદ્ધિ થાય છે. 

હોળાષ્ટક શા માટે અશુભ ગણાય છે જાણો

6. જો ઘરના બાળક અથવા કોઈપણ સભ્યને બહુ જલ્દી નજર લાગી જતી હોય તો હોલિકાની રાખને કપડામાં બાંધીને વ્યક્તિના માથા પરથી 7 વાર ફેરવો. અને પછી તે રાખની પોટલી ને માટીની અંદર દાટી દો.


ધન્યવાદ 🙏

અમારો આ લેખ પસંદ આવ્યો હોય, આ લેખમાંથી આપને કઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો આપના મિત્રો સાથે પણ આ Post Share કરજો અને દરેક લોકો સુધીઆ ઉપયોગી માહિતી પહોંચાડજો. આ ઉપરાંત YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.

Post a Comment

0 Comments