હોળાષ્ટક શા માટે અશુભ સમય ગણાય છે ? આ દિવસોમાં કયા કાર્યો કરવા ? હોળાષ્ટક 2023

   મિત્રો, આપણી ગુજરાતી ભાષામાં અષ્ટકના 2 અર્થ થાય. 1. અષ્ટક એટલે કે આઠ શ્લોકનો પાઠ જેમ કે યમુનાષ્ટક, મધુરાષ્ટક, કૃષ્ણાષ્ટક. 2. અષ્ટક એટલે કે આઠ દિવસનો સમૂહ. કે જેમાં હોળાષ્ટક એટલે કે હોળી પહેલાના 8 દિવસો. તો આ હોળાષ્ટકની શરૂઆત ફાગણ સુદ 8 થી હોળી સુધી હોય છે. હોલિકા દહન પૂર્ણિમાણી તિથી હોય ત્યારે કરવાનું હોય છે. તો જ હુતાશણી સમયે અગ્નિજ્વાળા પરથી જે અનુમાન કરવામાં આવે તે સાચા પડી શકે. ક્યારેક સુદ ચૌદશ તિથી સંધ્યા સમય પહેલા કે બપોરે સમાપ્ત થઈ જતી હોય અને પૂનમની તિથિની શરૂઆત થઈ જાય તો તે દિવસે સાંજે જ હોળી પ્રગટાવવામાં આવે છે. 

   તો હવે આપણે હોળાષ્ટક વિષે વાત કરીએ તો કહેવાય છે હોળાષ્ટકમાં શુભ કે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી મુંડન, જનોઈ, સગાઈ, લગ્ન, નવા ઘરમાં પ્રવેશ, મોટી ખરીદી, અગત્યના નિર્ણય, નાણાકીય લેવડ દેવડ કે પછી નવા ધંધાની શરૂઆત કરવી હોય. આવા કાર્યો આ સમયગાળા દરમિયાન ટાળવા જોઈએ. પરંતુ હા આ સમયમાં જો આપ ધાર્મિક કાર્યો કરો છો જેમક એ સત્યનારાયણ કથા, ભાગવત કથા, ગાયત્રી હવન, માતાજીના પાઠ વગેરે કરીએ છીએ તો તેનું બમણું ફળ મેળવી શકાય છે. એટલે શુભ કે માંગલિક કાર્યો ન કરીને ધાર્મિક કાર્યો કરવાના. 

હોળીની રાખનો આ 1 ઉપાય એટલે તમામ સમસ્યામાંથી મુક્તિ 

   કહેવાય છે કે આ હોળાષ્ટકના દિવસોમાં ભગવાન શિવે કામદેવને ક્રોધિત થઈ તેમના ત્રીજા નેત્રથી ભસ્મ કરી દીધા હતા. કેમકે કામદેવે ભગવાન શિવની સાધના ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. કામદેવના મૃત્યુ વિશે જ્યારે સૌ લોકોને જાણ થાય છે ત્યારે આખું દેવલોક અને પૃથ્વીલોક શોકમાં ડૂબી જાય છે. તેના પછી કામદેવની પત્ની રતિએ મહાદેવને પ્રાર્થના કરી અને પોતાના મૃત પતિને સજીવન કરવાની મનોકામના કરી. કે જેથી ભગવાન શિવે કામદેવને પુનર્જિવિત કરી દીધા હતા અને પછી હોળાષ્ટકનો અંત આવ્યો અને આ આનદમાં જ આપણે સૌ રંગોની હોળી ધૂળેટી ઉજવીએ છીએ.

હોલિકા દહન 2023 તારીખ સમય

આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન અનેક ઉપાયો કરવામાં આવે છે કે જે પણ સારું ફળ આપે છે. જેમ કે,

 1. આર્થિક રીતે તંગી હોય તો ભગવાન વિષ્ણુના મંદિરમાં એકાંતમાં શાંતચીતે બેસીને ચંદ્ર રાશિના અધિપતિ ગ્રહણ કે ઇષ્ટદેવના જપ કરવા જોઈએ.

 2. લાંબી માંદગી હોય તો આ દિવસો દરમિયાન સૂર્યની ભક્તિ કરવી તેમના પાઠ કરવાના કે જેમાં ખાસ કરીને આદિત્ય હૃદય સ્તોત્ર, સુર્ય કવચ અને મંત્રનો પાઠ કરવો. એટલે આ રીતે સૂર્યનારાયણના આશીર્વાદ મેળવી શકાય છે. 

3. શક્ય હોય તો આંબાના વૃક્ષનો મહોર પૂનમના દિવસે લાવી રાખવાનો. તેનો રસ ધૂળેટીના સવારે એકાદ ચમચી જેટલો લેવાનો કે જે આપના શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરસ્કારક અને ફાયદાકારક માનવામાં આવે છે. 

4. આ દિવસોમાં ગાયત્રી મંત્રનો જાપ પણ વિશેષ લાભદાયી રહે છે. વધારે ણ થાય તો આપને જ્યારે પણ સી મળે ત્યારે 11 કે 21 વખત જાપ કરવાનો. તો પણ અતિ ઉત્તમ ગણાશે.


હોળી રસિયાના અવનવા ભજન 

વર્ષ 2023 પૂર્ણિમા તારીખ તિથી વાર સહિત

હનુમાન ચાલીસા કરવાથી થશે આ લાભ

વર્ષ 2023 માં આવનારી એકાદશી

Post a Comment

0 Comments