Holika dahan 2023 Date And TIme || હોલિકા દહન 2023 ક્યારે કરવામાં આવશે ? તમારા રાજ્ય પ્રમાણે

    મિત્રો પૂર્ણિમાનો તહેવાર વર્ષમાં 12 વખત આવે છે. દરેક માસમાં એક એક પૂર્ણિમા હોય છે. પરંતુ આ વર્ષે પુરુષોત્તમ માસ હોવાથી 13 પૂર્ણિમા આવશે. પુનમનું આપણાં ધર્મમાં ઘણું મહાત્મય છે. પુનમનું મહત્વ વધારવા ચંદ્રદેવનું મહત્વ વધારવા ભગવાન શ્રીકૃષ્ણએ તેમના કુળમાં જન્મ લીધો હતો. માટે જ શ્રીકૃષ્ણને શ્રી કૃષ્ણ ચંદ્રરાય કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ચંદ્રદેવને માન આપેલું છે એટલે જ આ પૂનમના દિવસે ચંદ્રદેવની પૂજા થાય છે અને સાથે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર એવા શ્રીકૃષ્ણની પૂજા થાય છે. કહેવાય છે ચંદ્રનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે એટલે જો ચંદ્રની આ દિવસે પૂજા કરાય છે તો મનને શાંતિ મળે છે. 

હોળી 2023 શું કરવું શું ન કરવું

    પૂનમના દિવસે વ્રત પણ કરાય છે, કહેવાય છે કે જો પરણિત સ્ત્રી દરેક પુનમનું વ્રત કરે છે તેના પતિને લાંબુ અને સુખી આયુષ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ આજે ખીર ખાવાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે જો તીર્થો માં સ્નાન થઈ શકે તો તે ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવ્યું છે. અને એમ જો ન થઈ શકે તો ઘરે જ સવારે સ્નાન કરતી વખતે આપણાં ઘરમાં ગંગાજળ હોય તો તેને ન્હાવાના પાણીમાં ઉમેરી દઈ તો તેનું પુણ્ય પણ તીર્થોમાં સ્નાન કર્યા બરાબર ગણાય છે. 

હોળી આ 4 કારણોને લીધે ઉજવાય છે   

    આ ફાગણ પૂર્ણિમાએ હોલિકા દહન કરવામાં આવે છે કે જેમાં હોળીની પ્રદક્ષિણા કરાય છે મંત્ર બોલાય છે તેમજ અનેક એવા ઉપાય કરવામાં આવે છે કે જેથી આપણી નાની મોટી સમસ્યાનો ટુંક સમયમાં અંત આવે છે. કેમકે હોળીની પૂર્ણિમા ખૂબ જ પવિત્ર દિવસ છે. આજે કરેલ દરેક ઉપાય ફળે છે. ખાસ કરીને આજે હોળીની રાખનો ઉપાય કરવામાં આવે છે. કે જે આપણને તંત્ર, મંત્ર બાધામાંથી મુક્ત કરે છે, રોગ પીડા કષ્ટમાંથી મુક્તિ આપે છે, નકારાત્મક ઉર્જા આપણાં ગાહરમાંથી દૂર કરે છે કેમકે હોળીની રાખને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. 

હોળીની રાખનો આ 1 ઉપાય એટલે તમામ સમસ્યામાંથી મુક્તિ 

તો આવી પવિત્ર હોળી આ વર્ષ 2023 માં ક્યારે છે તેના વિષે જણાવી દઇએ. 

પૂર્ણિમા તિથી શરૂઆત - 6 માર્ચ 2023, સોમવાર 4:17 pm

પૂર્ણિમા તિથી અંત - 7 માર્ચ 2023, મંગળવાર 6:09 pm

પૂર્ણિમાનું વ્રત - 6 માર્ચ 2023, સોમવાર

ધૂળેટી - 8 માર્ચ 2023, બુધવાર

હોલિકા દહન સમય દરેક રાજ્યમાં અલગ અલગ રહેશે. 

    જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તરપ્રદેશ,, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, કેરળ, ગોવા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર આ જગ્યાએ 6 માર્ચ 2023, સોમવારે હોલિકા દહન કરવાનું રહેશે. 

    પૂર્વ ભારત, બિહાર, બંગાળ, ઓરિસ્સા માં 7 માર્ચ 2023, મંગળવારે હોલિકા દહન કરવાનું રહેશે. 

    આ ઉપરાંત હોળી વિષે વધુ માહિતી જાણવી હોય તો Youtube માં અમારી ચેનલ છે Bhakti Kirtan Sangrah ત્યાં આપ વિડીયો જોઈ શકો છો. 

ધન્યવાદ, અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો દરેક લોકો સુધી આ મેસેજ પહોંચાડજો કે જેથી દરેક સુધી સાચી માહિતી પહોંચે. 

પૂર્ણિમાએ કરો સત્યનારાયણ ભગવાનની આરતી થાળ

હોળી ના દિવસે શું કરવું શું ન કરવું

Post a Comment

0 Comments