હોળી 2023 શું કરવું શું ન કરવું ? હોલિકા દહન ક્યારે ? હોળીનો આ 1 ચમત્કારિક ઉપાય | Holi 2023

    મિત્રો હોળીનો તહેવાર આ વર્ષે 6 માર્ચ 2023 સોમવારે ઉજવવામાં આવશે એટલે કે હોલિકા દહન કરવામાં આવશે અને ધૂળેટીનો ઉત્સવ 8 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે અમુક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

    હોળીના આ દિવસ વિષે એવી માન્યતા છે કે જો સાચી રીતે ઉપાય કરવામાં આવે છે તો આખું વર્ષ તેનું ફળ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ દિવસ એવો છે કે આજના દિવસે જે પણ કાર્ય કરવામાં આવે સારું કે પછી ખરાબ ખુશી માટે દુખ માટે દરેક સિદ્ધ થઈ જાય છે. માટે આપણાંથી જેટલું પણ થઈ શકે તેટલા સારા કાર્ય કરવા જોઈએ કોઇની દુઆ લેવી જોઈએ કોઇની અંતર આત્માના આશીર્વાદ મેળવવા જોઈએ કે જેનું આપણને આજે વિશેષ પુણ્ય મળે છે. 

પૂર્ણિમાએ કરો સત્યનારાયણ ભગવાન નવી આરતી થાળ

    પૌરાણિક કથા પ્રમાણે ભગવાન નૃસિંહ ની કથા આ તહેવાર સાથે જોડાયેલી છે. માટે જ જ્યાં પ્રભુનો વાસ હોય ત્યાં અશુભતા કેવી રીતે હોય શકે ? માટે જ આ દિવસ પવિત્ર માનવામાં આવ્યો છે કોઈ પણ કાર્યમાં સિદ્ધિ મેળવવા આ દિવસ શુભ ગણાયો છે. હોળી સંબંધી કેટલાક ઉપાય પણ છે કે જેને આ દિવસે કરવાથી એવું કહેવાય છે કે આપણાં ઘરમાં સુખ સમૃદ્ધિ ધન સંપતિ આવે છે. 

હોળી રસિયાના અવનવા ભજન 

તો આવ જાણીએ કે આ હોળીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ કયા કાર્યો કરવા જોઈએ કે જેથી આપણને પણ તેનું શુભ ફળની પ્રાપ્તિ થાય. 

1. મિત્રો, હોળીની રાખને આપણે ખૂબ જ પવિત્ર માનીએ છીએ તો આ રાખને રાત્રે કે બીજા દિવસે સવારે ઘરે લાવીને આપણાં ઘરના મંદિરમાં રાખી દેવી જોઈએ અને ધૂળેટીના દિવસે આ રાખથી બધા સભ્યોએ તિલક કરવું અને આખા ઘરમાં એક એક ચપટી છાટી દેવી આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને ઘરમાં સુખ શાંતિનો વાસ રહે છે. પછી ભલે આપણે આ રાખને ઘરમાંથી વાળીને સાફ કરી નાખી પરંતુ આ 1 ઉપાય દરેકે જરૂર કરવો જોઈએ. 

2. હોળીના દિવસે ઘરને સ્વચ્છ રાખવું તેમજ ઘરનું મંદિર પણ સ્વચ્છ રાખવું. ગૌમૂત્ર કે ગંગાજળ છાંટીને ઘર પવિત્ર કરવું થઈ શકે તો હોળી પછી ઘર સાફ કરવું કે જેને આપણે હોળીની જાર કહીએ છીએ તેને સાફ કરવી. 

હોળી આ 4 કારણોને લીધે ઉજવાય છે

3. જો વિવાહ સંબંધી સમસ્યા હોય , દીકરા દીકરીના લગ્ન ન થતાં હોય કે પછી પતિ પત્નીના સંબંધમાં ખટાશ હોય તો આ દિવસે એક નાગરવેલના પાન માં 1 સોપારી, હળદર લઈને શિવલિંગ પર ચઢાવવાનું અને ઘરે આવી બીજા દિવસે ફરી આ ઉપાય કરવો આમ કરવાથી વિવાહ સંબંધિત અડચણ સમસ્યા હોય તો થોડા સમયમાં દૂર થઈ શકે છે. અને મહાદેવના આશીર્વાદ મળશે અને આ સિવાય આજે મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે કેમકે આ હોળીનો તહેવાર માત્ર ભગવાન વિષ્ણુ જ નહિ પણ ભગવાન શિવ સાથે જોડાયેલો છે.

4. જો કોઈને લાંબા સમયથી કોઈ રોગ હોય કે જે મટતો ણ હોય તો આ હોળીના દિવસે તે વ્યક્તિએ તુલસીજી ની માળા કોઈ પણ ઇષ્ટ મંત્રનો જપ કરવાનો. આમ કરવાથી જીવનમાં રહેલી કોઈ પણ અસાધ્ય બીમારી ધીમે ધીમે મટી જાય છે. 

હોળીની રાખનો આ 1 ઉપાય જરૂર કરજો 

5. " ૐ નમો ભગવતે રુદ્રાય મૃતાર્ક મધ્યે સંસ્થિતાય મમ શરીરં અમૃતમ કુરુ કુરુ સ્વાહા " આ મંતનો જપ પણ કોઈ પણ બીમારી નો ઉત્તમ ઈલાજ માનવામાં આવ્યો છે. 

6. ધૂળેટીના દિવસે સૂર્યાસ્ત પછી હોળી રમવી નહિ. જે લોકો આ વાત માનતા નથી તેની સાથે અશુભ ઘટના થવાની સંભાવના રહે છે.

ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશની આ વાત જાણતા નહિ હોય

7. આજે માસ મદિરાનું સેવન પણ ન કરવું. આજે થઈ શકે ત્યાં સુધી પૈસાની લેણદેણ ટાળવી જોઈએ. કોઈનું અપમાન કરવું નહિ. 

8. આજે સત્યનારાયણની કથા કરાવવી અથવા જાતે પોતે ભગવાન પાસે ધૂપ દીપ કરી કથા વાંચવી કે સાંભળવી.

આ ઉપરાંત વધુ માહિતી જાણવા YOUTUBE માં અમારી ચેનલમાં વિડીયો મૂકેલો છે તેમ આપ જોઈ શકો છો. 

વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો.

ધન્યવાદ 🙏

અમારો આ લેખ પસંદ આવ્યો હોય, આ લેખમાંથી આપને કઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો આપના મિત્રો સાથે પણ આ Post Share કરજો અને દરેક લોકો સુધીઆ ઉપયોગી માહિતી પહોંચાડજો. આ ઉપરાંત YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.


Post a Comment

0 Comments