મિત્રો, ફાગણ માસની હોળીનો શુભ દિવસ આવતા જ હોળાષ્ટક જેવા અશુભ દિવસો પૂર્ણ થાય છે. આ હોલષ્ટક વિષે આપણે અગાઉ વાત કરી હતી. પ્રહલાદની પ્રભુ ભક્તિથી આઠમા દિવસે નૃસિંહ અવતાર ધારણ કરીને ભક્ત વત્સલ ભગવાને આસુરી તત્વોનો અધર્મનો નાશ કર્યો હતો અને ફરી એકવાર ધર્મની સ્થાપના કરી હતી. એટલે આ દિવસથી શુભ કાર્યનો આરંભ થયો. અને આખી સૃષ્ટિમાં ભગવાનની ભક્તિનો પ્રભાવ છવાઈ ગયો.
તો હવે આપણે જાણીએ કે હોળીનો તહેવાર ઉજવવા પાછળ કયું સાચું કારણ છે શા મટે ઉજવીએ છીએ. ફાગણ માસની પૂર્ણિમાના દિવસે ભારત ભરમાં સૌથી શ્રેષ્ઠ તહેવારમાં હોળીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિશ્વભરમાં આ તહેવાર ધામ ધૂમથી ઉજવાય છે. પરંતુ આપણે ત્યાં આ તહેવારનું વિશેષ કરીને પૌરાણિક મહત્વ છે.
પૂર્ણિમાએ કરો સત્યનારાયણ ભગવાન નવી આરતી થાળ
હોળીને લઈને 4 કથા પ્રચલિત છે.
1. હિરણ્યકશીપુ અને પ્રહલાદની
2. રાધા અને કૃષ્ણની કથા
3. કૃષ્ણ અને પૂતના ની કથા
4. શિવ અને પાર્વતીની કથા.
1. હિરણ્યકશીપુ અને પ્રહલાદની કથા :
પૌરાણિક કથા પ્રમાણે ભક્ત પ્રહલાદ ભગવાન નારાયણના ભક્ત હતા. તેમના પિતા રાક્ષસ હોવાને લીધે ભગવાન વિષ્ણુના શત્રુ હતા. પ્રહલાદ જ્યારે વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે તે તેના પિતા હિરણ્યકશીપુને પસંદ ન હતું. તેથી તેમણે પ્રહલાદને અનેક તકલીફ દુખ કષ્ટ આપીને મનાવવાનો પ્રયત્ન કર્યો કે પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરે નહિ અને પોતાનું નામ લે.
હિરણ્યકશીપુ રાક્ષસકુળનો ક્રુર રાજા હતો. પોતાના રાજમાં પણ કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુ કે અન્ય દેવી દેવતાઓની પૂજા કરનારને સજા કરતો હતો. પરંતુ તેનો પુત્ર જ પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. એટલે હિરણ્યકશીપુએ પ્રહલાદને અનેક યાતનાઓ આપી તેમજ મારવા અનેક પ્રયત્નો કર્યો પણ એ બધામાં પ્રહલાદની રક્ષા થઈ. હિરણ્યકશીપુની બહેન હતી જેનું નામ હોલિકા હતું અને તેની પાસે એવી શક્તિ હતી ઓઢણી હતી કે જે ઓઢવાથી અગ્નિમાં તે બળી શકે નહીં. આથી હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડી આગમાં તેને સળગાવી દેવાનું સૌ લોકોએ નિર્ણય કર્યો. પણ પ્રહલાદ તો એવો ભક્ત નિકળ્યો કે ઓઢણી પ્રહલાદ પર આવી ગઈ ને અગ્નિમાં હોલિકા બળીને ખાખ થઈ ગઈ. કહેવાય છેને કે જેના પર ભગવાનની કૃપા હોય તેને કોઇથી ડરવાનું જરૂર નથી. ખુદ રાક્ષસ રાજા પણ કઈ કરી શક્યો નહિ અને ભગવાનનો પરમ ભક્ત એવો પ્રહલાદ બચી ગયો અને ભક્તિની સત્યની જીત થઈ, આ માનમાં આપણે આજે હોળી ઉજવીએ છીએ અને બીજા દિવસે રંગોત્સવ એટલે ધૂળેટી મનાવી છીએ.
હોળીની રાખનો આ 1 ઉપાય જરૂર કરજો
2. કૃષ્ણ અને પૂતના ની કથા :
બીજી કથા અનુસાર જ્યારે કંસને શ્રીકૃષ્ણ ગોકુળમાં હોવાની જાણકાર મળી ત્યારે તેને પૂતનાને દરેક નાના બાળકને મારી નાખવા માટે મોકલી હતી. પૂતના મહાઘાતી ગણાય છે. તે સુંદર રૂપ ધારણ કરી મહિલાઓ સાથે સારી રીતે હળી મળીને વાત ચિત કરવા લાગી. ગોકુલના ઘણા બાળકો તેના શિકાર બની ગયા હતા. પરંતુ શ્રી કૃષ્ણ તેની સત્યતા જાણી ગયા હતા. પૂતના જ્યારે શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવા બેઠી ત્યારે ભગવાને પૂતનાના પ્રાણો પણ ચૂસી લીધા. માટે ત્યારથી કહેવાય છે કે ગોકુળવાસી માં પૂતના ના વધને લઈને કે એક ઘાત ગઈ એમ માનીને આનદ પૂર્વક હોળીનો ઉત્સવ મનાવ્યો હતો. જેને લઈને આજે પણ મથુરા વૃંદાવનમાં આજે પણ હોળી ધૂળેટી ખૂબ જ ધામ ધૂમથી ઉજવાય છે. દૂર દૂરથી લોકો આ ઉત્સવ માણવા અહિયાં આવે છે.
હોળી 2023 શું કરવું શું ન કરવું
3. રાધા અને કૃષ્ણની કથા :
ફાગણ માસમાં વૃંદાવનમાં રાધા કૃષ્ણ સંગે પ્રેમના પ્રતિક રૂપે વસંત ફાગ ફૂલોની હોળી રમાય છે. આમ તો દરેક જગ્યાએ આ ધૂળેટી રમવાની શરૂઆત મહા સુદ પૂનમ એટલે કે હોળીના 1 મહિના પહેલાથી જ થઈ જાય છે કે જેને આપણે હોળી રસિયા કહીએ છીએ. મથુરા, વૃંદાવન, નાથદ્વારા, દ્વારકા, ડાકોર કે પછી કોઈ પણ હવેલી, કૃષ્ણ મંદિર હોય ત્યાં દરેક જગ્યાએ રાધા કૃષ્ણના પ્રેમ પ્રતિક સ્વરૂપે ફૂલોથી, કેસૂડાંથી કે પછી અબીલ ગુલાલ ઉડાડીને આ તહેવાર ઉજવાય છે. સાથે સાથે બરસાના માં લઠમાર હોળી ખૂબ જ પ્રખ્યાત છે.
4. શિવ અને પાર્વતીની કથા :
આ કથા પ્રમાણે જ્યારે પાર્વતીજી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ શિવ હંમેશા તપસ્યામાં લીન રહેતા હતા. ત્યારે દેવોના આગ્રહથી પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે મહાદેવ પર પુષ્પ બાણ એટલે કે કામ બાણ ચલાવ્યું. પરંતુ તપસ્યા ભંગ થતાં ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખૂલ્યું અને કામદેવ બળીને ભસ્મી ભૂત થઈ ગયો. ત્યારે શિવજી પ્રવતીજીને જોયા અને પર્વતીજીની શિવ આરાધના ની ભક્તિ સ્વરૂપે શિવજીને પર્વતીજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા. સર્વે દેવો પ્રસન્ન થયા, ઉત્સવ મનાવ્યો પણ કામદેવના ભસ્મ થઈ જવાથી તેમની પત્ની રતિ ખૂબ જ દુખી થયા. ત્યારે શિવજીને પોતાના પતિને જીવિત કરવા માટે રતીએ પ્રાર્થના કરી. શિવજીનો ક્રોધ શાંત થયો ત્યારે તેમણે કામદેવને પુનર્જીવિત કર્યા. આમ કામદેવ જ્યારે ભસ્મ થયા તે દિવસે હોળાષ્ટક બેસે છે અને જ્યારે તેઓ પુનર્જીવિત થયા ત્યારે આપણે હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ. વસંત ફાગ ખેલવામાં આવે છે વસંત ઉત્સવ મનાવવામાં આવે છે. આખી સૃષ્ટિ રંગબેરગી ફૂલોથી ખીલી ઉઠે છે.
આમ હોળી સંબંધિત આપણાં શાસ્ત્રોમાં અનેક કથાઓ દર્શાવેલી છે કે જે આપણે સાંભળી.
હોળી પ્રગટાવવાનો આમ તો સાચો અર્થ આપણાંમાં રહેલી આસુરી તત્વોનો નાશ કરવો અને વાસનાત્મક આકર્ષણનો અંત કરવો. રંગોત્સવ મનાવીને આપણે એ જાણવું જોઈએ કે આપણા તનમનણે રંગવા જોઈએ ઈશ્વર ભક્તિમાં શુભતાની સાથે જીવનને ખુશ હાલ અને રંગીન બનાવી દેવું જોઈએ. સકારાત્મકતા નો સંચાર કરવો, નકારાત્મક વિચારો દૂર કરવા ફરીથી એક નવું જીવન જીવવાનો અવસર એટલે કે આ હોળીનો દિવસ.
આપ સૌ લોકોને આ હોળીના તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ 🌹🙏
ધન્યવાદ 🙏
અમારો આ લેખ પસંદ આવ્યો હોય, આ લેખમાંથી આપને કઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો આપના મિત્રો સાથે પણ આ Post Share કરજો અને દરેક લોકો સુધીઆ ઉપયોગી માહિતી પહોંચાડજો. આ ઉપરાંત YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.
0 Comments