બાગેશ્વર ધામમાં સન્યાસી બાબા કોણ છે?
બાગેશ્વર ધામ સાથે સંકળાયેલા લોકોના મત અનુસાર સન્યાસી બાબા દાદા ગુરૂજી મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પરદાદા હતા. કહેવાય છે કે, તેમણે 300 વર્ષ પહેલા બાગેશ્વર ધામ બાલાજીનું મંદિર બનાવ્યું હતું. આસપાસના વિસ્તારોમાં તેની વિશેષ ઓળખ હતી અને તેઑ સમસ્યાઓનું નિદાન પણ કરતા હતા.
કેવી રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર બાબા બન્યા?
એક દિવસ બાલાજી મહારાજની આજ્ઞા અને કૃપાથી તેમને તેમના દાદા શ્રી 1008 દાદા ગુરુજી મહારાજનો સંગાથ મળ્યો અને દાદા ગુરુના આશીર્વાદ અને આજ્ઞાથી ધીરેન્દ્ર શાસ્ત્રી બાલાજી મહારાજની સેવામાં લાગી ગયા. સન્યાસી બાબા અને આ ધામનો મહિમા આખી દુનિયામાં ફેલાવ્યો.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો પરિચય
4 જુલાઈ, 1996 ના રોજ, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગાડા ગામમાં સરયુપરિયા બ્રાહ્મણ પરિવારમાં પિતા શ્રી રામકૃપાલજી મહારાજ અને ભક્ત માતા સરોજના ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ થયો હતો. બાળપણ ગરીબી અને દુઃખમાં વિત્યું હતું. તેમનો પરિવાર કર્મકાંડ બ્રાહ્મણોનો પરિવાર હતો, જે પૂજા પાઠમાં મળેલી દક્ષિણા સાથે 5 લોકોનો પરિવાર ચાલતો હતો.
શાસ્ત્રી બાગેશ્વર બાબા હાલ ગુજરાતમાં આવ્યા છે. 26 અને 27 મે ના રોજ તેઓ સુરતમાં તેનો દિવ્ય દરબાર ભરવાના છે. 29 અને 30 મી મે ના રોજ તેઓ અમદાવાદમાં તેનો દરબાર ભરશે અને લાખોની સંખ્યામાં લોકો તેમને સાંભળવા આવશે. તેમજ 1 ને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર ભરાવાનો છે. દરેક લોકો ત્યાં જઈ શકે છે. વધુમાં વધુ લોકો આ દરબાર નો લાભ લેવા વિનંતી.
અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે
વ્યક્તિને કોઈ વસ્તુની પ્રાપ્તિ ક્યારે થાય છે, જાણો ગીતાજીના આ શ્લોકમાંથી
ભગવાન શ્રીગણેશનો આ મંત્ર સર્વ ઈચ્છા પૂર્ણ કરશે
જગન્નાથ મંદિરની આ વાતો આજે પણ રહસ્ય છે
0 Comments