કોઈ પણ દેવામાંથી છુટકારો આપનાર શ્રી ઋણહરણ ગણેશ સ્તોત્ર પાઠ | Runmukti Ganesh Stotra Meaning

ઋણમાંથી મુક્ત થવા માટે આ સ્તોત્રનો પાઠ કરવાનું વિધાન છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે ગરીબીને એટલે કે દારિદ્રયને ક્યાંય આશ્રય નથી. શાસ્રો તપાસીને જુઓ તો ગરીબીનો ક્યાંય ઉમળકાભેર ઉલ્લેખ નથી થયો. આથી, આપણે આપણા જીવનકાળમાં દારિદ્રયનો સામનો ના કરવો પડે તેનો ખ્યાલ રાખવો પડશે.

    આપણા ઋષિ-મુનિ, યોગી તેમજ તપસ્વીઓ ક્યારે ગરીબીમાં નહોતા સપડાયા. ધનનું મહત્વ તેઓ પણ સમજ્યા હતા. સુખી-સમૃદ્ધ જીવનની કામના કરવી જરાય અતિશયોક્તિ નથી.

ગણેશજી 21 નામ ચમત્કારિક પાઠ

    પ્રસ્‍તુત ઋણહરણ શ્રી ગણપતિસ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક, પવિત્ર બની પાઠ કરવાથી, આપણા જીવનમાં ક્યારેય દેવાનો બોજ નહીં રહે અને ગરીબી ક્યારે આપણા જીવનમાં સ્થાન નહીં મેળવી શકે. સદાય આપણે સુખી-સમૃદ્ધ અને વૈભવી જીવન જીવીશું.

ભગવાન શ્રીગણેશનું હૃદયમાં ધ્યાન કરીને આપને આ પાઠની શરૂઆત કરીએ. 

ૐ શ્રી ગણેશાય નમઃ 🙏

અથઃ શ્રી ઋણહરણ શ્રી ગણેશ સ્તોત્ર પાઠ અર્થ સહિત :

રમણીય એવા કૈલાસ પર્વત પર (મસ્તક પર) અર્ધ ચંદ્રધારણ કરનાર, છ વેદાંગો સહિત વેદોનું જ્ઞાન ધરાવનાર ભગવાન શંકરને પાર્વતીજીએ પૂછયું : (૧)

શ્રીપાર્વતીજી બોલ્યાં

હે દેવેશ, હે પરમેશાન (ક્રોઠ સ્વામી કે નિયંતા), હે સર્વ શાસ્ત્રોને (સંપૂર્ણપણે) જાણનાર, આપ કૃપા કરીને ત્રકણમાંથી મુક્ત થવાનો યોગ્ય ઉપાય જણાવો. (ર)

શ્રીશિવજી બોલ્યા

હે ભદ્રા (કૃપાળુ, કલ્યાણી) લોકોના હિતની ઈચ્છાથી તમે યોગ્ય (પ્રશ્ન) પૂછયો છે. તે વિષે સર્વ જણાવું છું. તમે સાવધાન થઈને (એકાગ્રતાથી સાંભળો) અને તેને ધારણ કરો. (૩)

ગણેશજીનો ચોથના દિવસે કરવાનો થાળ

ઓમ્‌. આ શ્રી ઋણહરણ કરનાર ગણપતિ સ્તોત્રરૂપી મંત્રના શ્રીસદાશિવ ઋષિ છે. (આ સ્તોત્રનો) અનુષ્ટપ છંદ છે. શ્રી ઋણહરણ કરનાર ગણપતિ (આના) દેવતા છે. 'ગ્લો' બીજ છે, 'ગઃ શક્તિ છે, ગ્લૌ કીલક છે, આ જગતના ઋણમાંથી મારી વિમુક્તિપૂર્વક ચારે પુરુષાર્થની સિદ્ધિ માટે જપમાં (આ સ્તોત્રનો) વિનિયોગ છે.

ઓમ્‌, સિંદૂરવર્ણના, બે હાથવાળા, લંબોદર, કમળમાં બેઠેલા, બ્રહ્મા વગેરે દેવો જેમની સારી રીતે સેવા કરી રહ્યા છે અને જે સિદ્ધિ સહિત છે એવા ગણેશદેવને હું પ્રણામ કરું છું. (૪)

સૃષ્ટિની શરૂઆતમાં જે ગણનાયક બ્રહ્માજી વડે સારી રીતે પૂજા થયેલી તે પાર્વતીપુત્ર ગણપતિ દેવ મારા ણનો નાશ કરો. (૫)

2023 માં આવનારી સંકટ ચતુર્થી તારીખ વાર

 ત્રિપુરાસુરના વધ માટે ભગવાન શંકર દ્વારા સુંદર અર્ચના કરવામાં આવેલી તે પાર્વતીપુત્ર દેવ મારા ઋણનો નાશ કરો. (૬)

અસુર હિરણ્યકશ્યપ વગેરેના વધ સમયે શ્રીવિષ્ણુ દ્વારા જેમની અર્ચના કરવામાં આવી હતી તે પાર્વતીપુત્ર ગણેશજી મારા ઋણનો નાશ કરો. (૭)

મહિષાસુરના વધ વખતે દેવી ભવાની વડે જે ગણનાથની પૂજા કરવામાં આવેલી તે પાર્વતીપુત્ર દેવ મારા ઋણનો નાશ કરો. (૮) 

સમુદ્રમંથનની શરૂઆતમાં દેવો દ્વારા જે સારી રીતે પૂજાયેલાં તે પાર્વતીપુત્ર દેવ મારા ઋણનો નાશ કરો. (૯)

સત્યનારાયણ ભગવાન આરતી થાળ

વૃત્રાસુરના વધ માટે ઇન્દ્ર દ્વારા વિધિપૂર્વક પૂજાયેલા પાર્વતીપુત્ર દેવ મારા ઋણનો નાશ કરો. (૧૦)

તેજ (પ્રકાશ)ની પ્રાપ્તિ માટે સૂર્ય દ્વારા જે ગણેશજી પૂજાયેલા પાર્વતીપુત્ર દેવ મારા ઋણનો નાશ કરો. (૧૧)

તેજની વૃદ્ધિ માટે ચન્દ્ર વડે જે ગણનાયક પૂજાયેલા તે પાર્વતીપુત્ર દેવ મારા ઋણનો નાશ કરો. (૧૨) .

પોતાના જુદાં જુદાં તપની રક્ષા માટે ત્કષિ વિશ્વામિત્ર વડે જેમની (શ્રી ગણેશજીની) પૂજા થયેલી તે પાર્વતીપુત્ર દેવ મારા ઋણનો નાશ કરો. (૧૩)

જાણ્યે અજણાએ થયેલા પાપને નષ્ટ કરનાર પાઠ

આ ઋણહરણ સ્તોત્ર તીવ્ર દારિદ્રયનો નાશ કરનારું છે. આ સ્તોત્ર નો ૧ વર્ષ સુધી એકાગ્ર મનથી હંમેશા નિત્ય પાઠ કરવાથી દરિદ્ર મનુષ ઋણમાંથી મુક્ત થઈને કુબેરની સમાનતાને પામે છે. અર્થાત કુબેર જેવો ધનવાન થાય છે. (૧૪)

આ સ્તોત્રનું દસ હજાર સંખ્યાથી પૂરશ્ચરણ સંપૂર્ણ થાય છે એવું કહેવાય છે. એક હજાર વખત પાઠ કરવાથી મનુષ્ય ત્વરિત ઇચ્છિત ફળ મેળવી શકે છે. વળી ભૂર, પ્રેત, પિશાચનો પણ આ સ્તોત્રના સ્મરણ માત્રથી નાશ થાય છે. (૧૫)

ઈતિ શ્રી ઋણહરણ શ્રી ગણેશ સ્તોત્ર પાઠ અર્થ સહિત. 

ધન્યવાદ 🙏😊

આ ઉપરાંત ભગવાનના અનેક સ્તોત્ર પાઠ સાંભળવા માટે YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.

Post a Comment

0 Comments