મારે મંદિરિયે આજે કીધાં છે ભોજનના થાળ
વહેલેરા આવજો ગણપતિદાદા વાર ન લાગે આવતાં ...૧...
સ્વાગતમાં પુષ્પોની માળા તેયાર છે .
કોમળ કળીઓથી ગંથેલો હાર છે.
આનંદ આનંદ થાયે હૈયામાં પ્રેમ થકી પહેરાવતાં.......
વહેલેરા આવજો પાર્વતીના જાયા વાર ન લાગે આવતાં .૨
રૂપાના બાજઠિયા ને કંચનનો થાળ છે. .
સ્નેહભરી સામગ્રી સઘળી તેયાર છે.
એક પછી એક હું પીરસવા માંડું.
ઉછાળો આશે ધરાવતાં... વહેલેરા આવજો ગણાપતિદાદા ...3...
મોદકના લાડું ને માવાની ઘારી.
પિસ્તાની બરફી ને સેવ સુંવાળી
પ્રેમે આરોગો લચપચતા લાડુ
થાક લાગ્યો છે મને વાળતાં..... વહેલેરા આવજો
દૂધીનો હલવો ને પૂરણપોળી
બેપડી રોટલી મેં ઘી માં ઝબોળી
વાર લાગી છે મને ઠારતાં..... વહેલેરા આવજો
જળ મારા ઘરનું તે જુમનાનું માનજો.
ગણપતિ દાદા ઘેરે પધારજો. '
થાકું ના હું તમને જમાડતાં. વહે લેરા આવજો ગણાપતિદાદા
મુખવાસ કરીને એક વાત મારી માનજો
વહેલેરા આવજો સિદ્ધ ગણેશ સ્વામી તમે.....
ઋણમુક્તિ ગણેશ સ્તોત્ર અનુવાદ સાથે
ગણેશ અથર્વશીર્ષ પાઠ અનુવાદ સાથે
આજ મારા મંદિરીયામાં મ્હાલે ગણપતિજી (ભજન)
0 Comments