મિત્રો અત્યારે ધોરણ 10 અને 12 ની અત્યારે પરીક્ષા ચાલી રહી છે તેમજ થોડા જ સમયમાં અન્ય ધોરણોની પણ પરીક્ષા શરૂ થવાની છે. તો આપ સૌ લોકો માટે આ લેખ ખૂબ જ ઉપયોગી રહેવાનો છે કેમકે અમે એવો મંત્ર કહેવાના છીએ કે જે માતા સરસ્વતીનો મંત્ર છે અને સરસ્વતી દેવી એ વિદ્યાની દેવી છે એટલા માટે પરીક્ષા આપતા પહેલા જો તેમણે યાદ કરવામાં આવે તો તમારું તે પેપર ખૂબ જ સારી રીતે જાય છે અને જે પણ કઈ વાંચેલું હોય તે પણ યાદ છે. હ એ વાત સાચી છે કે વાંચવાની મહેનત પણ કરવી પડશે. પણ વાંચવાની મહેનત કામ લાગે તેના માટેનો મંત્ર અમે જણાવીશું.
ચૈત્ર નવરાત્રી 2023 વિષે જાણો અહિયાં
તો જે વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય છે ત્યારે તેને ઘરેથી કઈ મીઠું ખાઈને નીકળવાનું કે જેમાં આપણે ત્યાં દહી સાકર ખાવાની પરંપરા છે. તો ઘરના વ્યક્તિએ બાળકને તે ખવડાવવું જોઈએ અને પછી ઘરેથી બહાર નીકળતા પહેલા ઘરના મંદિર સમક્ષ બેસીને અમે જે મંત્ર કહી તેને 3 વખત બોલવાનો રહેશે.
ભગવાન શ્રીગણેશનો મંત્ર |
પછી માતા સરસ્વતીને યાદ કરવાના અને તેમનો મંત્ર બોલવાનો (1) ૐ ઐં નમઃ (2) ૐ હ્રીં ઐ હ્રીં ૐ સરસ્વત્યૈ નમઃ (3) ૐ સરસ્વત્યૈ નમઃ . આ 3 મંત્રમાંથી જે પણ કોઈ 1 મંત્ર આવડે તેનો 3 વખત ઉચ્ચાર કરવાનો. અને સરસ્વતી માતાને પણ પ્રાર્થના કરવાની કે વાંચેલું બધુ યાદ રહે, પરીક્ષામાં સારા માર્ક આવે અને મહેનત પ્રમાણે માર્ક આવે.
પછી આપણાં ઇષ્ટદેવ અને કુળદેવીના દર્શન કરી ઘરમાં માતા પિતાના આશીર્વાદ લેવાના પગે લગવાનું તેમજ દાદા-દાદી હોય તો તેમના પણ આશીર્વાદ લેવાના. કેમકે આશીર્વાદ એવી વસ્તુ છે કે જે અશક્ય કાર્યોને પણ સિદ્ધ કરી દે છે. એટલે જ્યારે પણ પેપર હોય ત્યારે આટલું જરૂર કરજો. આપને જરૂર તેનો લાભ જણાશે.
તો મિત્રો આશા છે કે આ લેખ તમને ઘણો ઉપયોગી રહ્યો હશે તો આપના મિત્રો કે જેને હાલ પરીક્ષા ચાલી રહેલી હોય અથવા તો ટૂંક સમયમાં શરૂ થવાની હોય તેમને મોકળજો કે જેથી તેને પણ ઉપયોગી થાય.
આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.
સૂતેલી શિવલિંગના કરો અદભૂત દર્શન
અમારી site માં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.
0 Comments