ચૈત્રી નવરાત્રી 2023 ક્યારે શરૂ થાય છે ? ઘટ સ્થાપન મુહૂર્ત સમય વિધિ | Chaitra Navratri 2023

મિત્રો, ચૈત્ર માસનો પહેલો દિવસ એટલે કે બ્રહ્માંડનો પહેલો દિવસ માનવામાં આવે છે. આ દિવસથી હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે. ગુડી પડવો ચેટી ચાંદ જેવા તહેવાર ઉજવાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૈત્ર માસ અતિ પવિત્ર માસ કહેવાય છે. અને ચૈત્ર મહિનાની પહેલી તિથીથી માતાજીની નવરાત્રી પણ શરૂ થાય છે. આ મહિનો એ ભક્તિ અને સંયમનો મહિનો છે. કર્ણક કે આ દિવસથી મા દુર્ગાનો પર્વ એવો નવરાત્રી ઉત્સવ શરૂ થાય છે કે જે 9 દિવસ સુધી ચાલે છે.

આ નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરવાનું હોય છે અખંડ જ્યોત પ્રગટાવવાની હોય છે કે જેને એક મુહૂર્ત માં સમયમાં પ્રગટાવાય છે. તો આવો આપને તેનો સમય જણાવી દઇએ. 

ચૈત્રી નવરાત્રી શરૂઆત - 22 માર્ચ 2023, બુધવાર

ચૈત્રી નવરાત્રી સમાપ્ત - 30 માર્ચ 2023, ગુરુવાર

ચૈત્રી નવરાત્રી ઘટ સ્થાપન મુહૂર્ત - 22 માર્ચ 2023, બુધવાર, સવારે 6:30 થી 7:45, બપોરે 12:00 થી 12:50

ચૈત્રી નવરાત્રી વ્રત પારણા - 31 માર્ચ 2023, શુક્રવાર

ચૈત્રી નવરાત્રિની વાત કરી તો આ નવરાત્રિમાં મા દુર્ગાના નિત્ય 9 સ્વરૂપની પૂજા થાય છે. આ દિવસોમાં આધ્યશક્તિની વિધિ વિધાનથી પૂજા આરાધના ઉપાસના કરવાથી મા ની કૃપા થાય છે. ઘરમાં સુખ શાંતિ બની રહે છે. 

માતાજીના 9 સ્વરૂપો :

પ્રથમ દિવસ 22 માર્ચ 2023 – એકમ તિથિ, માતા શૈલપુત્રી, ઘટ સ્થાપના

બીજો દિવસ 23 માર્ચ 2023 – દ્વિતિયા તિથિ, માતા બ્રહ્મચારિણી

ત્રીજો દિવસ 24 માર્ચ 2023 – તૃતીયા તિથિ, માતા ચંદ્રઘંટા

ચોથો દિવસ 25 માર્ચ 2023 – ચતુર્થી તિથિ, માતા કુષ્માંડા

પાંચમો દિવસ 26 માર્ચ 2023 – પંચમી તિથિ, માતા સ્કંદમાતા

છઠ્ઠો દિવસ 27 માર્ચ 2023 – ષષ્ઠી તિથિ, માતા કાત્યાયની

સાતમો દિવસ 28 માર્ચ 2023 – સપ્તમી તિથિ, માતા કાલરાત્રી

આઠમો દિવસ 29 માર્ચ 2023 – અષ્ટમી તિથિ, માતા મહાગૌરી, મહાઅષ્ટમી

નવમો દિવસ 30 માર્ચ 2023 – નવમી તિથિ, માતા સિદ્ધિદા, મહાનવમી, રામ નવમી

માતાજીના 9 સ્વરૂપો વિષે વધુ માહિતી જાણો અહિયાં

દસમા દિવસે નવરાત્રિ વ્રતના પારણાં. 

કહેવાય છે કે જો આપ 9 સ્વરૂપની પૂજા ન કરી શકો તો આપના કુળદેવીની પૂજા કરી 

શકો છો.મૂર્તિ કે ફોટો કોઈ પણ સ્વરૂપે શ્રદ્ધા પૂર્વક પૂજા કરી શકાય. 

જો વધુ માહિતી ચૈત્ર નવરાત્રી વિષે જાણવી હોય તોનીચેની લિન્ક પર ક્લિક કરો. 

ચૈત્ર નવરાત્રી 2023 સંપૂર્ણ જાણકારી

અમારી site માં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.

Post a Comment

0 Comments