મિત્રો, હોળાષ્ટક એટલે કે ૮ દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. હોલિકા દહન સાથે હોલાષ્ટકની સમાપતિત હે છે. ફાગણ માસની ૮ થી હોળાષ્ટક લાગી જાય છે. કે જે ફાગણ મહિનાની પૂર્ણિમા સુધી હોય છે. આ ૮ દિવસ દરમિયાન કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવું જોઈએ નહિ. કેમકે હોળાષ્ટકના ૮ દિવસને વર્ષના સૌથી અશુભ દિવસ મનાય છે.
હોળી 2023 શું કરવું શું ન કરવું
માન્યતા અનુસાર ભગવાન શિવે હોળાષ્ટકના પહેલા જ દિવસે કામદેવને ભસ્મ કરી દીધા હતા. કારણ કે કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને કંદેવન ભસ્મ થવાથી આ સૃષ્ટિમાં જે કલ્યાણનો ભાવ હોય પ્રેમનો ભાવ હોય તેનો પણ નાશ થયો. એટલે પ્રકૃતિમાં શોકની એટલે કે સર્વત્ર દુખ છવાઈ ગયું. માટે આ દિવસથી શુભ અને સારા કાર્ય કરવાનું બંધ થયું. માત્ર હરિ કીર્તન હરિ ભજન, ધાર્મિક કાર્ય કરવામાં આવે છે.
વળી આ ઉપરાંત હોળાષ્ટકને લઈને બીજી એવી પણ કથા છે કે દાનવ હિરણ્ય કાશીપુણે ભગવાન પાસેથી વરદાન મળ્યા પછી તે પોતાને જ ભગવાન માનવા લાગ્યો હતો. અને તેની પ્રજાને પણ પોતાની જ પૂજા કરવાનું કહેતો હતો. તે સમયે જે કોઈ ઈશ્વરની પૂજા કરતાં તેને તે હેરાન કરતો, કષ્ટ આપવા લાગ્યો. અને તેના જ પુત્ર પ્રહલાદજી ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. જ્યારે હોરની કાશીપુણે જાણ થઈ કે પોતાનો જ પુત્ર તેના શત્રુની પૂજા આરાધના કરે છે. ત્યારે તે પોતાના પુત્ર પ્રહલાદ પર અત્યાચાર કરવાનું શરૂ કરી ડે છે. કહેવાય છે ફાગણ મહિનાની સુદ પક્ષ ૮ તિથીએથી પ્રહલાદને બંદી બનાવી દુખ આપ્યા હતા. અને તેની બહેન હોલિકાએ પ્રહલાદને બાળી નાખવાની તૈયારી પણ આ દિવસથી શરૂ કરી દીધી હતી. માટે આજે પણ હોળી પ્રગતવવની તૈયારીઓ હોલાષ્ટકના પહેલા દિવસથી કરાય છે.
હોળીની રાખનો આ 1 ઉપાય એટલે તમામ સમસ્યામાંથી મુક્તિ
કહેવાય છે કે જેવી રીતે પ્રહલાદે આ ૮ દિવસ ભગવાનની ભક્તિ કરી, કામદેવની પત્ની રતીએ ભગવાનની આરાધના કરી અને તેને તેનું ફળ મળ્યું તેમ જો આપણે આ દિવસોમાં ભગવાનની પૂજા આરાધના સેવા કરી છીએ હરીનામ લઈએ છીએ તો આપણને પણ તેનું ફળ મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયમાં ગ્રહોની સ્થતિ પણ બદલાતી હોય છે. આ સમયગાળા માં નકારાત્મક પ્રભાવ પણ વધુ હોય છે. કેમકે આ સમયમાં ગુરુનો જે શુભ પ્રભાવ હોય સૌભાગ્ય આપનાર પ્રભાવ હોય તે ઓછો થતો હોય છે. માટે આ દિવસોમાં શુભ કાર્યો થતાં નથી.
આપણે જાણીએ છીએ હોલિકા દાહનના દિવસે હિરણ્ય કશીપુની બહેન હોલિકનું પણ દહન થઈ ગયું હતું,અને ભક્ત વત્સલ ભગવાન શ્રી હરીએ પ્રહલાદનું રક્ષણ કરી તેનો જીવ બચાવ્યો હતો. આમ આ હોળીના દિવસ થી એટલે ફાગણ પૂર્ણિમાથી આપણે સૌ ઉત્સવ માનવીએ છીએ. કારણકે દૈત્ય શક્તિ સામે દેવ શક્તિનો વિજય થયો, અસત્ય પર સત્ય નો વિજય થયો, અશુભતા પર શુભતા નો વિજય થયો હતો.
આ ઉપરાંત એવું પણ કહેવાયું છે કે આ હોળાષ્ટકમાં ગરીબ જરૂરિયાત લોકોને દાન કરવું પણ શુભ મનાય છે. આપણી યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણ, ગરીબ કે જરૂરિયાતમંદ ( સુપાત્ર ) ને દાન કરવું જોઈએ. કેમકે આપણાં શાસ્ત્રોમાં દાનનો વિશેષ મહિમા વર્ણવ્યો છે.
હોળાષ્ટક દરમિયાન વ્યવહારિક કાર્યો જેવા કે લગ્ન , સગાઈ, બાળકોના મુંડન, ઉદ્ઘાટન કરવું, ભૂમિ પૂજન કરવું, નવા ઘરમાં પ્રવેશ કરવો, કળશ સ્થાપના કરવી, વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. કેમકે આ દિવસોમાં ગ્રહોની ઉગ્ર સ્થિતિ જોવા મળે છે. નકારાત્મક ઉર્જા પ્રબળ હોય છે. હોલાષ્ટકની સમાપ્તિ હોલિકા દહન સાથે થઈ જાય છે. પૂર્ણિમાણી સાંજે શુભ મુહૂર્ત ચોઘડિયામાં હોળી પ્રગટાવવામાં આવે છે. અને તેની જ્વાળા પરથી આવનાર સમય કેવો હશે તેની પણ જાણ થાય છે.
આ દિવસોમાં શુભ કે માંગલિક કાર્યો ન થાય પણ સત્સંગ કરવાના દિવસો એટલે કે આ હોળાષ્ટક, ઈશ્વરની પ્રાપ્તિ કરવાના દિવસો એટલે કે આ હોળાષ્ટક. જે કોઈ ભગવાનનું આ દિવસોમાં નામ લે છે, ભક્તિ કરે છે તેને પ્રહલાદ ની જેમ ભગવાનના આશીર્વાદ મળે છે અને તે વ્યક્તિની સર્વ પ્રકારે રક્ષા કરે છે.
સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય
ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશ વિષે આ વાતની આપને ખબર નહિ હોય
ધન્યવાદ 🙏
અમારો આ લેખ પસંદ આવ્યો હોય, આ લેખમાંથી આપને કઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો આપના મિત્રો સાથે પણ આ Post Share કરજો અને દરેક લોકો સુધીઆ ઉપયોગી માહિતી પહોંચાડજો. આ ઉપરાંત YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.
0 Comments