મ્હારા દ્વારે આજે એકાદશી ઉજવાય છે,
આજ અમે ઉપવાસ કર્યો છે, અનાજ ના રંધાય છે... એકાદશી..
રાજગરાની પુરી કરી છે, બાસુંદી વાટકીમાં ભરી છે,
ચટણી કેરા ચટાકા સાથે, મુખડામાં મેલાય છે... એકાદશી...
શાક સૂરણનું ઘીમાં બનાવ્યું, પાતરા ખાયને મન મનાવ્યું,
દહીં જમાવી સાકર નાંખી, મઠો મઝાનો થાય છે... એકાદશી...
ખીચડીમાં છે સાબુદાણા, કોણ બનાવે ઝાઝા ખાણા,
મોળા દહીંની કઢી બનાવી, ભાવે ઉકાળાય છે... એકાદશી...
દ્રાક્ષ મોસંબી કેળા લઈએ, હરતા ફરતા પ્રેમે ખાઈએ,
કેસરવાળુ દૂધ ઉકાળી, સૂતી વેળા પીવાય છે... એકાદશી...
“પુનિત' પ્રેમે વ્રત કીધું છે, આજે ન બીજું કાંઈ લીધું છે,
“રામભકત” બારસ ઉજવવા, રાહ હવે જોવાય છે... એકાદશી..
સાંવરિયા શેઠ મંદિરમાં થયું 10 કરોડથી વધુ દાન !
0 Comments