પૌરાણિક કથા અનુસાર આ વ્રત કરવાથી જીવનમાં ચાલી રહેલી મુશ્કેલી, દુખ દરિદ્રતા દૂર થાય છે. આ ચતુર્થીનું વ્રત શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ભગવાન શ્રીગણેશ સર્વ પ્રથમ પૂજનીય દેવ છે. પાંચ દેવોમાના એક દેવ છે. દરેક શુભ કાર્ય કરતાં પહેલા આપણે તેમની પૂજણ અર્ચન કરીએ છીએ. ભગવાન શ્રીગણેશ વિઘ્નહર્તા અને વિઘ્નકર્તા પણ કહેવાય છે. વ્રત કરનાર વ્યક્તિ નિયમ પૂર્વક વિધિ પૂર્વક વ્રત કરે તો જીવનમાં વિઘ્નો નડતાં નથી. પણ જો બગવાં શ્રી ગણેશની કોઈ અવગણના કરે છે તેમણે ધિક્કારે છે તેનું અપમાન કરે છે તો ભગવાન તેના માટે વિઘ્નકર્તા થઈ જાય છે તે વ્યક્તિને જીવનમાં ક્યારેય કોઈ કાર્યમાં સફળતા મળતી નથી કે જ્યાં સુધી તે ભગવાન શ્રીગણેશનું પૂજન ન કરે.
ગણેશજીનો ચોથના દિવસે કરવાનો થાળ
તેમની પૂજા કરવાથી જીવનમાં યશ, કીર્તિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે. એટલા માટે જો તેમનું પૂજન કરાય છે તો આપણાં ગાહરમાં રિદ્ધિ સિદ્ધિ નો પણ વાસ થાય છે. અને સારા સ્વસ્થયની પણ પ્રાપ્તિ થાય છે.
ભગવાન શ્રીગણેશનું આ સંકટ ચોથનું વ્રત ખાસ કરીને સ્ત્રીઓ વધુ કરે છે. અને એમ પણ વર્ષમાં એવા અનેક વ્રત આવે છે કે જે સ્ત્રી જ કરતી હોય છે. કે પોતાના પરિવારના દરેક સભ્યોને લાંબુ સુખી જીવન પ્રપાત થાય છે તેના ઘર પર ભગવાનના આશીર્વાદ બની રહે અને પુરુષ પણ આ વ્રત કરી શકે છે.
સંકટ ચતુર્થી પૂજા વિધિ :
આ દિવસે સવારે વહેલા ઊઠીને નિત્ય કર્મ કરીને ખાસ કરીને લાલ કે પીળા રંગના વસ્ત્રને બજોઠ કે પાટલા પર પથરી તેના પર ભગવાનની સ્થાપના કરવાની. અને પોતે પણ લાલ કે પીળા રંગના જ વસ્ત્રો પહેરવા . કાળા રંગના વસ્ત્રો પહેરવા નહિ.
જો ભગવાનની મૂર્તિ હોય તો તેની પણ પૂજા કરી શકાય અથવા ફોટો હોય તો તેની પણ પૂજા કરી શકાય છે. પૂજા કરતી વખતે આપણું મુખ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ. તેમની સમક્ષ ધૂપ દીપ કરવાના. તેમણે લાલ રંગનું કોઈ પણ ફૂલ અર્પણ કરવું તેમજ દૂર્વા ભગવાનને અર્પણ કરવા. દૂર્વા એટલે કે એક પ્રકારનું લીલું ઘાસ. તેમજ પ્રસાદના રૂપમાં મોદક કે લાડુ કે પછી કેળાં કે ગોળનો ભોગ ભગવાનને ધરાવી શકાય છે. પૂજન કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની થયલ ગાવાનો અને પ્રસાદ લઈ સૌ લોકોમાં વહેચવાનો. સાંજે જો શક્ય હોય તો આ રીતે પૂજન કરવું અથવા ભગવાન સમક્ષ માત્ર ધૂપ દીપ પણ કરી શકો. અને દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે આ અવરતની કથા અવશ્ય સાંભળવાની. કદાચ વ્રત ણ કર્યું હોય તો પણ આ કથા સાંભળવાની. જેથી ભગવાનના આશીર્વાદ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય.
2023 માં આવનારી સંકટ ચતુર્થી તારીખ વાર
રાત્રે ચંદ્ર દર્શન કરતી વખતે ચંદ્ર દેવને જળ વડે તાંબાના લોટાથી અર્ધ્ય આપવાનું અને ભગવાન શ્રી ગણેશનું મનમાં સ્મરણ કરવાનું વ્રતમાં કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફી માંગવાની. અને પછી ઘરે આવી પરિવાર સાથે બેસી વ્રતના પારણા કરવાના. વિધિ પૂર્વક પૂજન કરવાથી ભગવાન આપણાં દરેક દુખ દર્દ પીડા હરણ કરે છે.
પ્રાચીન કાળમાં યુવાનાશ્ચ નામનો રાજા હતો. તે ધર્માત્મા, ઉદાર, દાતા, દેવતાઓ અને બ્રહ્મણોનો પૂજક હતો. આ રાજાના શાસનમાં વિષ્ણુશર્માં નામનો એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તે વેદવેત્તા અને ધર્મશાસ્ત્રજ્ઞ હતો. તેને સાત પૂત્રો યયા, તે બધા ધનધાન્યથી સમૃદ્ધ હતા. પરંતુ પરસ્પરના ક્લેશના કારણે બધા અલગ અલગ રહેતા હતા. વિષ્ણુશર્મા પ્રત્યેક પુત્રને ત્યાં ક્રમશ: એક-એક દિવસ જમતો હતો. તે વૃદ્ધ અને કમજોર હતો, આથી કરીને બધાની વહુઓ તેનો અનાદર કરતી હતી. વહુઓના તિરસ્કારને કારણે તે ઘણી વેળા રોઈ પડતો. એક દિવસ વિષ્ણુશર્મા ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત રાખીને સૌથી મોટી વહુને ઘેર ગયો અને કહ્યું : વહુ, આજે મે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરેલ છે. તમે ગણેશપૂજનની સામગ્રી આપો, જેથી ગણેશજી પ્રસ થઈને તમને ધન-સંપત્તિ દેશે.'' પોતાના સસરાની વાત સાંભળી મોટી વહુ કઠોર શબ્દોમાં બોલી : “હે સસરાજી, મને ઘરનાં કામોથી ફુરસદ મળતી નથી, ત્યાં આ બધું હું ક્યાં કરવા બેસું ? તમે વારેવાર આડું કંઈક ને કંઈક ગતકળુ કર્યા કરો છો. આજે ગણેશ વ્રત લઈને આવ્યા. હું આ વ્રત વિશે કશું જાણતી નથી, માટે મહેરબાની કરી ચાલ્યા જાવ.'' મોટી વહુને ત્યાંથી જાકારો મળ્યા પછી વિષ્ણુશર્માં વારાફરતી પાંચ પુત્રવધૂને ત્યાં ગયા, બધાએ આ બાબતમાં જાકારો આપ્યો.
ઋણહરણ ગણેશ સ્તોત્ર પાઠ અર્થ સાથે
છેલ્લે વિષ્ણુશર્મા સૌથી નાની પુત્રવધૂને ત્યાં ગયા. આ પુત્રવધૂ નિર્ધન હતી. માંડ માંડ તે પોતાનું ઘર ચલાવતી હતી. વિષ્ણુશર્મા ગણેશ સંકટ ચતુર્થીની વાત કરતા ખચકાતો હતો. છતાં તેણે પુત્રવધૂને ગણેશ સંકટ ચતુર્થીની વાત કરી. નાની વહુએ કહ્યું : “તમતમારે ગણેશ સંકટ ચતુથીનું વ્રત કરો. હું પણ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરીશ. આનાથી આપણાં દુઃખો દૂર થશે કે હળવાં થશે ” આટલું કહી સસરાને ઘરમાં બેસાડી નાની વહુ આડોશ પાડોશમાં ભીખ માગીને ગણેશ સંકટ ચતુર્થીની સામગ્રી એકઠી કરી ઘેર આવી. સસરા માટે લાડવા બનાવ્યા, ચંદન, પુષ્પ, રૂપ, અક્ષત, ફળ, દીવો, નૈવેધ અને તાંબુલ આદિથી સસરા સાથે ગણેશજીની પૂજનવિધિ કરી, પૂજનવિધિ પત્યા પછી તેણે પોતાના સસરાને સંતોષથી જમાડ્યા અને પોતે નિરાહાર રહી. અડધી રાતે વિષ્ણુશર્માને જાડા થઈ ગયા. વિષ્ણુ શર્માનો પુત્ર ઘરે ન હતો. પુત્ર વધુ એકલી હતી ઘરમાં હતી. છતાં તેણે પોતાના સસરાની સેવા કરી અને આખી રેટ તેમની પાસે બેસી રહી. આ રીતે તેણે અને તેના સસરાને જાગરણ થઈ ગયું.
સવાર પડતાં વહુ ઘરમાં જુએ છે તો હીરા, માણેક, મોટી જય ત્યાં વેરાયેલા પડ્યા છે. તેના સસરા પાસે જઈને તેણે આ વાત જણાવી અને કહ્યું કે, " આ બધુ હીરા, માણેક, મોટી કોઈ ચોર તો નાખી નથી ગયા ને ? કોઈ આપણને ફસાવા માગતો નથી ને ?" સવાર પડતાં વિષ્ણુ શર્માની તબિયતમાં સુધારો થયો હતો. તેણે પોતાની પુત્રવધુની વાત સાંભળી જણાવ્યું : " વહુ બેટા, આ બધુ સંકટ નાશક ગણેશ ચતુર્થીનો પ્રભાવ છે. તારી ભક્તિથી ભગવાન આપણાં પર પ્રસન્ન થયા છે અને તેમણે તારી દરિદ્ર દૂર થાય તે હેતુથી આ બધુ કર્યું છે "
હવે નાની વહુ પૈસે ટકે સુખી થઈ. આ જોઈ બીજા છ ભાઈઓ અને તેમની પત્નીઑ ભેગી મળીને નક્કી કર્યું કે આ બધુ આપણાં પિતાએ સંઘરી રાખેલ દ્રવ્ય નાની વહુને આપ્યું છે. આ બાબતની વિષ્ણુ શર્માને જાણ થતાં તેણે સાતે પુત્રો અને પુત્રવધૂને જણાવ્યું : " મએ તમારા દરેકને ઘેર આવીને સંકટ નાશક ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા જણાવ્યું હતું પણ તમે દરેકે તે બાબતમાં નારાજગી બતાવી હતી. જ્યારે નાની વહુએ પોતે વ્રત કરી બધી સામગ્રી ભીખ માંગીને લાવી વ્રતનું ઉજવણું કર્યું હતું. આથી ગણેશજીની કૃપાથી આ બધુ તે પ્રાપ્ત કરી શકી છે."
ત્યારપછી વિષ્ણુશર્માના બધા પુત્રોએ અને પુત્રવધુઓએ બાર માસની ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું અને તેઓ પણ ધન ધાન્યથી સમૃદ્ધ થયા.
ધન્યવાદ 🙏😊
અમારો આ લેખ પસંદ આવ્યો હોય, આ લેખમાંથી આપને કઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો આપના મિત્રો સાથે પણ આ Post Share કરજો અને દરેક લોકો સુધીઆ ઉપયોગી માહિતી પહોંચાડજો. આ ઉપરાંત YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.
ઋણમુક્તિ ગણેશ સ્તોત્ર અનુવાદ સાથે
0 Comments