બુધાષ્ટમીનું મહત્વ :
બુધવારે આવતી અષ્ટમી તિથિને બુધાષ્ટમી અથવા બુધ આઠમ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે મુખ્યત્વે ભગવાન શ્રીગણેશ તથા બુધદેવની આરાધના કરવામાં આવે છે. ખાસ કરીને ભગવાન શ્રીગણેશ વિઘ્નોના નાશક અને બુદ્ધિના દાતા હોવાથી તેમની પૂજા કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રો અનુસાર બુધાષ્ટમીનું વ્રત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવાથી બુદ્ધિ, વિવેક, વાણીમાં મધુરતા અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. જે લોકોના જન્મકુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય અથવા અભ્યાસ, વ્યવસાય, નોકરી, વેપાર અને સંવાદ સંબંધિત સમસ્યાઓ આવતી હોય, તેમના માટે આ વ્રત અત્યંત શુભ માનવામાં આવે છે.
આ વ્રત કરનારને પાપોમાંથી મુક્તિ, સુખ-સમૃદ્ધિ, માન-સન્માન અને પરિવારના કલ્યાણનું ફળ મળે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા, વેપારીઓને ધંધામાં પ્રગતિ, નોકરીયાત લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા અને દરેક વ્યક્તિને માનસિક શાંતિ તથા આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે. ભગવાનની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા વધે છે.
વર્ષ 2026 માં આ બુધાષ્ટમીનું વ્રત 8 જુલાઇ 2026, બુધવારે જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે કરવામાં આવશે.
યોગિની એકાદશી 2026 ક્યારે છે ? 10 કે 11 જુલાઇ ?
આ દિવસે કરવાના ખાસ ઉપાયો :
- સવારે વહેલા સ્નાન કરીને સ્વચ્છ લીલા અથવા હળવા રંગના વસ્ત્રો પહેરવા.
- ભગવાન શ્રીગણેશની વિધિપૂર્વક પૂજા કરીને દુર્વા, લાડુ અને ફૂલ અર્પણ કરવા.
- "ૐ ગં ગણપતયે નમઃ" મંત્રની ઓછામાં ઓછી ૧૦૮ વાર જપ કરવો.
- બુધ ગ્રહની કૃપા માટે "ૐ બુધાય નમઃ" મંત્રનો જપ કરવો.
- ગાયને લીલું ઘાસ ખવડાવવું અથવા જરૂરિયાતમંદ લોકોને લીલા મગ, લીલા ફળ અથવા લીલા વસ્ત્રનું દાન કરવું.
- વિદ્યાર્થીઓએ પોતાની પુસ્તકો અને અભ્યાસના સાધનો ભગવાન સમક્ષ રાખીને સફળતા માટે પ્રાર્થના કરવી.
- શક્ય હોય તો ઉપવાસ રાખીને દિવસભર સાત્વિક આહાર લેવો અને અસત્ય, ક્રોધ તથા નિંદાથી દૂર રહેવું.
- સાંજે ભગવાનની આરતી કરીને પરિવાર સાથે પ્રસાદ ગ્રહણ કરવો.
0 Comments