હાલો હાલો ને જોવા જઈએ રે.. હા રણછોડની રથયાત્રા.. 😍 Rath yatra bhajan lyrics

હાલો હાલો ને જોવા જઈએ રે 

હાં રણછોડની રથયાત્રા...

એના દર્શનથી પાવન થઈએ રે 

હાં રણછોડની રથયાત્રા...

અષાઢી બીજનો.. મહિમા જગદીશનો 

ઝાંખી જગદીશની કરીએ રે  હાં રણછોડની રથયાત્રા...


પહેલા તે રથમાં સ્વામી જગન્નાથ સોહે રાજ (2)

મલકતું મુખડું મલકેને મન મોહે રાજ 

હાં રણછોડની રથયાત્રા...

અષાઢી બીજનો.. મહિમા જગદીશનો 

ઝાંખી જગદીશની કરીએ રે  હાં રણછોડની રથયાત્રા...


બીજા તે રથમાં બેઠા સુભદ્રા બેનીરાજ (2)

સોળે શણગાર વળી માથે ફૂલોની વેણીરાજ  

હાં રણછોડની રથયાત્રા...

અષાઢી બીજનો.. મહિમા જગદીશનો 

ઝાંખી જગદીશની કરીએ રે  હાં રણછોડની રથયાત્રા...


ત્રીજા તે રથમાં આવે બળદેવ ભૈયારાજ (2)

જેને નિરખતા હરખે હરખથી હૈયારાજ 

હાં રણછોડની રથયાત્રા...

અષાઢી બીજનો.. મહિમા જગદીશનો 

ઝાંખી જગદીશની કરીએ રે  હાં રણછોડની રથયાત્રા...


હાથી ઘોડાને વળી ભક્તો ભજન ગાતા રાજ(2)

ભક્તો મગ અને જાંબુની પ્રસાદી ખાતા રાજ 

હાં રણછોડની રથયાત્રા...

અષાઢી બીજનો.. મહિમા જગદીશનો 

ઝાંખી જગદીશની કરીએ રે હાં રણછોડની રથયાત્રા...


ભક્તોને દર્શન દેવ પ્રભુ આવે રાજ (2)

ભક્તો પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવે રાજ 

હાં રણછોડની રથયાત્રા...

અષાઢી બીજનો.. મહિમા જગદીશનો 

ઝાંખી જગદીશની કરીએ રે  હાં રણછોડની રથયાત્રા...


હાલો હાલો ને જોવા જઈએ રે 

હાં રણછોડની રથયાત્રા...

એના દર્શનથી પાવન થઈએ રે 

હાં રણછોડની રથયાત્રા...

Post a Comment

0 Comments