શરદ પૂનમ 🌕 : ભગવાનની રાસલીલા ની અદભુત કથા 👌

શરદ પૂનમ 🌕 : ભગવાનની રાસલીલા ની અદભુત કથા 👌


       વર્ષની બધી જ પૂનમોમાં 🌕 શરદ પૂનમને સર્વોત્તમ ગણવામાં આવે છે.  આ જ અલૌકિક રાત્રિએ ✨, માત્ર 11 વર્ષની વયે, ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીધામ વૃંદાવનના 🌳 વંશીવટ તીર્થ પાસે યમુના કિનારે 🌊 9,00,000 વ્રજગોપીઓ 💃 સાથે દિવ્ય મહારાસલીલા રચી હતી. યોગમાયાની શક્તિથી 💪 તેમણે પ્રત્યેક ગોપીની બાજુમાં એક-એક શ્રીકૃષ્ણ પ્રગટ કર્યા. આ મહારાસનું દ્રશ્ય એટલું અદ્ભુત હતું કે સ્વયં ભગવાન શિવજી 🔱 પણ આ લીલાને નિહાળવા માટે ગોપીનું સ્વરૂપ 👩 ધારણ કરીને પધાર્યા હતા. આ ઘટનાને કારણે શિવજી 🕉 ગોપેશ્વર મહાદેવ અને શ્રીકૃષ્ણ રાસેશ્વર શ્રીકૃષ્ણના નામથી ઓળખાય છે. આ પૂનમ એટલે જ રાસપૂનમ 🥳.


ગોપીઓની ઉત્કંઠા અને રાસનો પ્રારંભ 💫

     જ્યારે રાસેશ્વર શ્રીકૃષ્ણએ પોતાની વાંસળીના સૂર 🎵 છેડ્યા, ત્યારે વ્રજની ગોપીઓ જાણે કે તંદ્રામાંથી જાગી ઊઠી. તેમના હૃદયમાં એવી તીવ્ર ઉત્કંઠા જાગી કે તેઓ પોતાના ઘરના અધૂરાં કામ 🏡 છોડીને દોડવા લાગી. પ્રેમની આ ધૂનમાં તેઓ દેહભાન પણ ભૂલી ગઈ:


કોઈએ આંખમાં 👀 કાજળને બદલે કંકુ 🔴 આંજી દીધું અને કંકુને બદલે કાજળનો ⚫️ ચાંદલો કર્યો.

હાથમાં પહેરવાના બાજુબંધને પગમાં અને પગના પાયલને હાથમાં પહેરી લીધા!

નાકમાં ધારણ કરવાની નથણી કાનમાં અને કાનના બુટ નાકમાં પહેરી લીધા!


ભગવાન શ્રીકૃષ્ણે તેમને પૂછ્યું, “આટલી મોડી રાત્રે 🌙 કેમ આવ્યા છો?” ત્યારે ગોપીઓએ વિનમ્રભાવે 🙏 કહ્યું, “હે નાથ! તમારા ચરણોની રજ 👣 જ અમારું સર્વસ્વ છે. અમારે આજે તમારી સાથે મહારાસ રમવો છે.”


નિત્ય આવી કથા લેખ વાંચવા Follow કરો ⤵️

https://whatsapp.com/channel/0029Va5Peky4NViikFaPzD3S


ત્યારે ભગવાને 👑 યમુનાના તટે 🌊 ૯ લાખ ગોપીઓ સાથે આ દિવ્ય મહારાસની રચના કરી. આપણે જે ગાઈએ છીએ ને કે, "એક એક કાન ને એક એક ગોપી," તે આ જ અદ્ભુત મહારાસ છે.

આ દિવ્ય રાસની ઝલક જોઈને મહાદેવે  પાર્વતીજીને કહ્યું, “હે દેવી! મારે પણ ભગવાનના આ અદ્ભુત રાસના દર્શન  કરવા છે.”

પાર્વતીજીએ સમજાવ્યા, “નાથ, આ રાસ ફક્ત વ્રજગોપીઓ માટે જ છે, તમે ત્યાં પધારી ન શકો.” 

ત્યારે શંકર ભગવાન બોલ્યા, “તો દેવી પાર્વતી! હું પણ ગોપીનું રૂપ ધારણ કરીશ અને મારા રાસેશ્વર સાથે મહારાસ રમીશ.” 

અને શંકર ભગવાન ગોપીનું રૂપ લઈને વૃંદાવન 🌳 ચાલ્યા. તેમણે ભગવાન  સાથે અલૌકિક રાસ રમ્યો અને એવો આનંદ માણ્યો, જેનું વર્ણન કરવું મનુષ્ય માટે અશક્ય છે.

જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે શિવજીને 🕉 કહ્યું કે, તમે ગોપી બનીને આ રાસનો રસ પીધો છે, તેથી હું અહીં તમારી શિવલિંગની સ્થાપના કરું છું. આ તીર્થમાં તમે અનંતકાળ સુધી "ગોપેશ્વર મહાદેવ" 🕉 તરીકે પૂજાશો.

આ સમગ્ર પ્રસંગનું વર્ણન શ્રીમદ્ ભાગવતના 📜 ગોપીગીત રૂપે પ્રસિદ્ધ છે. શુકદેવજીએ પરીક્ષિતને કહ્યું હતું કે, “હે પરીક્ષિત! ગોપીગીત એ વિરહમાં 💔 છુપાયેલ પરમ ભક્તિના રસનું ❤️ સ્વરૂપ છે.”

"રાસ" શબ્દનો અર્થ જ "રસ" છે, અને ભગવાન સ્વયં “રસરૂપ” છે – “રસો વૈ સઃ” (ઉપનિષદ). તેથી જ શ્રીમદ્ ભાગવતમાં 📚 આવેલું ‘રાસ પંચાધ્યાયી’ પ્રકરણ અમૃત 🍯 સમાન છે. આ અલૌકિક રસલીલાને કારણે જ શરદ પૂનમ 🌕 બધી પૂનમોમાં શ્રેષ્ઠ મનાય છે.

Post a Comment

0 Comments