યોગિની એકાદશી 2026 ક્યારે છે ? કોણે ક્યારે વ્રત કરવું ? Yogini ekadashi 2026 date


જયેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ વ્રત પાપોમાંથી મુક્તિ અને ઉત્તમ સ્વાસ્થ્ય આપનારું માનવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથો અને પદ્મ પુરાણ અનુસાર, યોગિની એકાદશીનું વ્રત ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ભગવાન કૃષ્ણે પોતે ધર્મરાજ યુધિષ્ઠિરને આ વ્રતનું મહત્વ સમજાવ્યું હતું. આ દિવસે ભગવાન નારાયણ (વિષ્ણુ) અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. 

પૂજા વિધિના મહત્વના નિયમો :

એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી વ્રતનો સંકલ્પ લેવો.

ભગવાન વિષ્ણુની મૂર્તિ કે છબી સમક્ષ દીવો પ્રગટાવી પીળા ફૂલ, ચંદન, ધૂપ અને તુલસીના પાન (તુલસી દલ) અર્પણ કરવા.

પૂજા દરમિયાન ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો યથાશક્તિ જાપ કરવો અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.

આ દિવસે અનાજ, ચોખા કે ડુંગળી-લસણનું સેવન ન કરવું. માત્ર ફળાહાર, દૂધ કે સિંગોડાના લોટ જેવી વસ્તુઓ જ લેવી.

પારણાના દિવસે બ્રાહ્મણો કે જરૂરિયાતમંદોને છત્રી, વસ્ત્ર કે અન્નનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.


પૂજા પારણા શુભ મુહૂર્ત સમય :

એકાદશી તિથિ શરૂ: જુલાઈ ૧૦, ૨૦૨૬ ના રોજ સવારે ૦૮:૧૬ વાગ્યે

એકાદશી તિથિ સમાપ્ત: જુલાઈ ૧૧, ૨૦૨૬ ના રોજ સવારે ૦૫:૨૨ વાગ્યે

સ્માર્ત એકાદશી : ૧૦ જુલાઇ ૨૦૨૬, શુક્રવાર 
સ્માર્ત એકાદશી પારણા : ૧૧ જુલાઇ ૨૦૨૬, ૨:૦૬ PM થી ૪:૪૭ PM

ભાગવત ( વૈષ્ણવ ) એકાદશી : ૧૧ જુલાઇ ૨૦૨૬, શનિવાર 
ભાગવત ( વૈષ્ણવ ) એકાદશી પારણા : ૧૨ જુલાઇ ૨૦૨૬, ૬:૦૨ AM થી ૮:૪૩  AM


યોગિની એકાદશી વ્રત નું ફળ :

આ વ્રત રાખવાથી જાણી-અજાણે થયેલા તમામ પાપોનો નાશ થાય છે.

પૌરાણિક કથા અનુસાર, કુબેર રાજાના શ્રાપથી રક્તપિત્ત (કોઢ) નો ભોગ બનેલા હેમા માળી નામના યક્ષે આ વ્રત રાખ્યું હતું, જેના પ્રભાવથી તેનો રોગ સંપૂર્ણપણે મટી ગયો હતો. તેથી આ વ્રત ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.

માન્યતા છે કે યોગિની એકાદશીનું વ્રત કરવાથી ૮૮ હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન પુણ્યફળ મળે છે.

આ વ્રત કરનાર વ્યક્તિ જીવનના અંતે ભવસાગર પાર કરીને વૈકુંઠ ધામ (મોક્ષ) પ્રાપ્ત કરે છે.

Post a Comment

0 Comments