પુરુષોત્તમ માસનું સરસ મજાનું ભજન લખાણ સાથે | Purushotam mas bhajan

ગોલોકથી પ્રભુ આવીયા રે... પુરૂષોતમ ભગવાન મારા વાલા...

પીળા પીતાંબર પહેર્યા રે... કંઠે એકાવન હાર મારા વાલા...

માથે મુગટ સોહમણા રે... મુખ પર મોરલી શોભેમારા વાલા...

બાયે બાજુ બંધ બેરખા રે.. દશે આંગળિયે વેઠ મારા વાલા...

કૈડે કંદોરો પહેર્યો રે... ઘુઘરીનો ધમકાર મારા વાલા...

પગે તે ઝાંઝર શોભતા રે... ચાલે ચટકતી ચાલ મારા વાલા...

આવી ઉભા મારે આંગણે રે... પુર્યા છે મનડાના કોડ મારા વાલા...

ગાય શીખેને સુણે સાંભળે રે... એનો ગો લોકમાં વાસ મારાવાલા...

સખીમંડળ સત્સંગ કરતા રે... કરજો એને સહાય મારા વાલા...


: આ પણ વાંચો :

ગોરમાનાં ગીત લખાણ સાથે

હિંડોળાનું કિર્તન લખાણ સાથે

પુરુષોત્તમ માસ થાળ

Post a Comment

0 Comments