પુરુષોત્તમ મહિનાનો સરસ મજાનો થાળ લખાણ સાથે | Purushottam mas thal lyrics

આવજે રે આવજે ગ્વાલ બાલલાવજે

જમવાને મારે ઘેર આવજે


આવજે રે આવજે રાધાજીને લાવજે

જમવાને મારે ઘેર આવજે


વાટલડી જોઉ છું રાહભરી રહી છું

કરવો છે તારો સત્કાર આવજે


ભોજન તૈયાર છે તારી એકવાર છે

જોજે ના થાતો શરમાળ આવજે


ઉનાઉના પાક છે તાજા તાજા શાક છે

પીરસ્યો છે મોહન થાળ આવજે


કમોદીયા ભાત છે દાળ મહીં સ્વાદ છે

છમ છમ તો કીધો વઘાર આવજે


યમુનાના નીર છે આંખડો અધીર છે

ઓ મારા હૈયાના હાર-આવજે


સુંદીર મુખવાસ છે રામકૃષ્ણ દાસ છે

આવીને કરજે ઉઘ્ધાર, આવજે


: આ પણ વાંચો :

ગોરમાનાં ગીત લખાણ સાથે

હિંડોળાનું કિર્તન લખાણ સાથે

Post a Comment

0 Comments