1.
વ્રજ ની ગોપી ગોર પૂજે રે,
ગોર પૂજે છે ગોપી,
એક એક કાન ને એક એક ગોપી,
વ્રજ ની ગોપી ગોર પૂજે રે
ગોર પૂજે ગોપી,
વરૂડી કેરા ઢગલા રે કીધા
ઉડાડ્યા અબીલ ગુલાલ રે
ગોર પૂજે ગોપી
એક એક કાન ને એક એક ગોપી
રાસ રામે ભગવાન રે
ગોર પૂજે ગોપી
ચડે ચડે ચંદનને અબીલ ગુલાલ
પુષ્પનો થાય વરસાદ રે
ગોર પૂજે ગોપી
મળે રે નરસિંહના સ્વામી
ઉર આનંદ અતિ સુખ પામી રે
ગોર પૂજે ગોપી
2.
ગોરમા બોલો રે મારી માં બોલે રે,
અમને સાસરું ગોકુળીયામાં દેજો, મારી મા બોલે રે,
અમને કુળ જાદવ દેજો, મારી મા બોલે રે,
અમને સસરા વાસુદેવ દેજો, મારી મા બોલે રે,
અમને સાસુ દેવકીજી જેવા દેજો, મારી મા બોલે રે,
અમને જેઠ બલભદ્ર જેવા દેજો, મારી મા બોલે રે,
અમને જેઠાણી રેવતીજી જેવા દેજો, મારી મા બોલે રે,
અમને નણંદ સુભદ્રા જેવી દેજો, મારી મા બોલે રે,
અમને કંથ કમળા પતિ દેજો, મારી મા બોલે રે,
અમને પુત્ર પ્રધ્યુમન દેજો, મારી મા બોલે રે,
ગોરમા બોલ્યા રે મારી મા બોલ્યા રે,
અમને સાસરું ગોકુળીયા માં દીધું, મારી મા બોલો રે,
અમને કુળ જાદવ દીધા, મારી મા બોલો રે,
અમને સસરા વાસુદેવ દીધા, મારી મા બોલો રે,
અમને સાસુ દેવકીજી દીધા, મારી મા બોલો રે,
અમને જેઠ બલભદ્ર જેવા દીધા, મારી મા બોલો રે,
અમને જેઠાણી રેવતીજી જેવા દીધા, મારી મા બોલો રે,
અમને નણંદ સુભદ્રા જેવા દીધા, મારી મા બોલો રે,
અમને કંથ કમળા પતિ દીધા, મારી મા બોલો રે,
અમને પુત્ર પ્રધ્યુમન દીધા, મારી મા બોલો રે.
3.
ગોરમા ગોરમા રે કાંઠા તે ઘઉં ની રોટલી,
ગોરમા ગોરમા રે મારગીયો ગોર છે
ગોરમા ગોરમા રે ભગરી ભેંસ ના દૂધ છે
ગોરમા ગોરમા રે ગવરી વાછરડી ના ઘી છે
ગોરમા ગોરમા રે સસરા દેજો સવાદિયા
ગોરમા ગોરમા રે સાસુ દેજો ભૂખાવરા
ગોરમા ગોરમા રે કંથ દેજો કહીયાગર
ગોરમા ગોરમા રે ધણી દેજો પિરસણે
ગોરમા ગોરમા રે પુત્ર દેજો પારણે
ગોરમા ગોરમા રે એટલું દેશો તો અમે પુજશું રે..
4.
આંબુડુ જાંબૂડું કેરીને કોઠીમડું ..... 3
રાયે દામોદર નોતર્યા
રાયે પૂજ્ય રાજમાં મેં પૂજ્યા મારા કાજમાં
વાણિયો પૂજે આરે વાતે હું પુજુ મારે ભર્યે ભાણે
રાજા ને તો રાજ દ્યો, અમને સૌભાગ્ય દ્યો,
જાતા નાહયા જમનાજી, વળતા નાહયા ગંગાજી
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા
નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે થેલાણા
ઓધવરાય, માધવરાય, ત્રિકમરાય, પૂરણ પુરુષોત્તમરાય , સુખડા લ્યો શ્રીરામના
5.
ટીલડી રે ટપકાવે રાણી ..... 3
વ્રત કરે રાજા ની રાણી
ટીલડી મારી આઈ ને
બાઈની વાડેરી ભોજાઇની
ટીલડી કરશું બારે માસ
6.
વ્હાલે ટચલી આંગળીએ ગોવર્ધન તોડીયા રે,
જ્યાં બધાના વેદ ભણાય છે રે,
જ્યાં ઇન્દ્રનો હરિરસ ગાય છે રે
જ્યાં ગાયોના દાન દેવાય છે રે,
જ્યાં ગોપીઓ રે રાસ મંડળ ગાય છે રે
ત્યાં પુષ્પોની વૃષ્ટિ થાય છે રે
વ્હાલે ટચલી આંગળીએ ગોવર્ધન તોડીયા રે,
7.
નાહી ધોઈને નીસર્યા થાય સર્વે વીસર્યા
નાહી ધોઈને પૂજી સોપારી, અમને દેજો વીર વેપારી
નાહી ધોઈને પૂજ્યા આરો, અમને દેજો શ્રીકૃષ્ણનો જનમારો
નાહી ધોઈને પૂજ્યા પાણી, અમને કરજો શ્રીકૃષ્ણ ઘેર રાણી
નાહી ધોઈને પૂજ્યા ગોઠણ, અમને દેજો શ્રીકૃષ્ણ ના ઓઢણ
નાહી ધોઈને પૂજી કેડ, અમને દેજો સુભદ્રા ઘેર
નાહી ધોઈને પૂજ્યા હૈયા, દીકરીઓને વહુ કરજો કહયા
નાહી ધોઈને પૂજ્યા ખભા, આમને દેજો સમરસ સગા
નાહી ધોઈને પૂજી પાંપણ, અમને દેજો શ્રીક્રિષ્નનું ખાંપણ
નાહી ધોઈને પૂજી ટીબડી, અમને દેજો અમર ટીબડી
નાહી ધોઈને પૂજ્યા કપાળ, અમને દેજો રમતા બાળ
નાહી ધોઈને પૂજી ટાળકી, અમને દેજો શ્રીકૃષ્ણની પાલખી
નાહી ધોઈને પૂજે આભ, અમને દેજો શ્રીકૃષ્ણ સરીખો સાથ....
8.
રામે તે ખેતર ખેડ્યાં રે
ખેડી છે અયોધ્યાની સીમ કે હર બોલો રામનું રે
રામે રે ખેતર વાળિયા રે
વાવીયા છે તાલ, મગને જાર કે હર બોલો
રામે મેહુલિયો વરસાવિયો રે
વરસાવ્યા ગંગા જમણા નીર કે હર બોલો રામનું રે
રામે તે ટોપલા બેસાડીયા રે
બેસાડીયા ભીમ અર્જુન કે હર બોલો રામનું રે
ભીમે ગોકુળ ગોળા ફેરવ્યા રે
ઉડાડ્યા પંખીના ટોળા કે હર બોલો રામનું રે
ઉડતા પંખી એમ બોલીયા રે
જાવુ છે કાશીની વાટ કે હર બોલો રામનું રે
કાશીના કાનાને પુછીયું
કાશી કેટલેક દૂર કે કે હર બોલો રામનું રે
ધર્મી ને મન કાશી ઢુંકડું
પાપીને મન બહુ દૂર કે હર બોલો રામનું રે
કાશીની વાટે પારસ પીપળો
ત્યાં તોળાય પુણ્ય ને પાપ કે હર બોલો રામનું રે
પુણ્યના છાબડા છલી વળ્યાં
પાપીના ગયા છે પાતાળ રે
કળજુગ કડવો લીંબડો
મીઠી છે સ્વર્ગની વાટ કે હર બોલો રામનું રે
સ્વર્ગની શેરી સાંકડી
મોટો છે વૈષ્ણવોનો સંગ કે હર બોલો રામનું રે
કૃષ્ણ ઉઘાડો બારણાં
આવીયો છે વૈષ્ણવનો સંઘ કે હર બોલો રામનું રે
કૃષ્ણ યે બારણાં ઉઘડ્યા
રુક્મણિ આપ્યા સન્માન કે હર બોલો રામનું રે
બેસો બાયોને બેસો બેનડી
કરજો કરજુગડાની વાટ કે હર બોલો રામનું રે
ગાય શીખેને સુણે સાંભળે
તેનો હો જો વૈકુંઠમાં વાસ કે હર બોલો રામનું રે
9.
વિસામણો વિસામણો સૈયરનો સંગાથ
સૈયર ચાલી સાસરે મૈયરમાં ને બાય
અંધારીયા અજ્વાળીયા તુલસી ક્યારે મેલો દીવડા
હરહર કરતો જાય રે દીવડો દીવડીયાના ઓળા ટોળા
ઓસળીયા તો નાખ્યા ઢોળી વડોદરીયે વિઠ્ઠલનોવાસ
મોંઘા તુલસી મોંઘા પાન મોંઘા રે શ્રીરામના નામ
મોંઘા વર્ષે વરત કરું જાવરે ચકલા ચણો વણો
ચણો વણો ચકલીયો જઈ ભંડાર ભરો
જમણ લાડુ લાપસી કારેલાની કઢી કરી
કટકો પાપડ કટકો વડી દ્વારકાના માર્ગે મળી
લે લે બ્રાહ્મણ લેતો જ આશિર્વદ દે તો જા
લાલાને લ્હેર છે જમવાનું તો ઘેર છે
ગાય રે ગાય તું મારી માય
નિત નિત ડુંગરે ચરવાને જાય
ચરી ચરી ને તરસી થાય , ગંગાજળ પાણી પીવા ગઈ
પાણી પીને પછી વળી સામા મળ્યા વાઘ ને સિંહ
વાઘ કે હું ગાય ને ખાવ, ગાય કે મને ખવાય નહિ
દૂધ મહાદેવ ને ચડે મારા ઘીનો દીવો થાય
મારા છાણાનો ચોકો થાય
ગાયનું ગૌ મૂત્ર પવિત્ર કહેવાય
0 Comments