વર્ષ 2023 નું પહેલું સૂર્યગ્રહણ આ અમાસના દિવસે લાગી રહ્યું છે, જાણો સંપૂર્ણ માહિતી 🙏 Surya grahan 2023

મિત્રો આપણાં ધર્મમાં અને જ્યોતિષ અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ ગ્રહણની ઘટનાને  મહત્વપૂર્ણ માનવામાં આવી છે. જેમાંથી આ વર્ષ 2023 નું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023, ચૈત્ર માસની અમાસના રોજ થવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્યગ્રહણ મેષ રાશિમાં થશે.

Surya Grahan 2023

પરંતુ અહિયાં મહત્વની વાત એ છે કે 20 એપ્રિલે થનારા સૂર્યગ્રહણમાં એક જ દિવસે ત્રણ પ્રકારના સૂર્ય જોવા મળશે કે જે આજ પહેલા આવી ઘટના ક્યારેય બની નથી. જેમાં સૂર્યગ્રહણ આંશિક, કુલ અને વલયાકારનું મિશ્રણ હોય છે. ખગોળશાસ્ત્ર તેને 'હાઇબ્રિડ' સૂર્યગ્રહણ કહે છે. આ સિવાય આ ગ્રહણને સંકર સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે. આવું ગ્રહણ 100 વર્ષમાં એકવાર થાય છે. આ પણ વાંચો : જગન્નાથ મંદિરની આ વાતો આજે પણ રહસ્ય છે આ અદ્ભુત સૂર્યગ્રહણમાં થોડી સેકન્ડો માટે રિંગ જેવો આકાર બને છે. તેને 'અગ્નિ કા વલયા' અથવા તો  "રિંગ ઓફ ફાયર" પણ કહેવાય છે.

આ પહેલું સૂર્ય ગ્રહણ ગુરૂવાર 20 એપ્રિલ 2023ના સવારે 7.04 મિનિટ પર લાગશે અને બપોરે 12.29 પર ગ્રહણ સમાપ્ત થઈ જશે. ગ્રહણનો કુલ સમય 5 કલાક 24 મિનિટ હશે. પરંતુ આ ગ્રહણને ભારતમાં જોઈ શકાશે નહીં. તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં અને બધી ધાર્મિક ગતિવિધિઓ કરી શકાશે. આ સૂર્યગ્રહણ  ચીન, અમેરિકા, મલેશિયા, ફિઝી, જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, તાઈવાન, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ જેવા દેશોમાં દેખાશે તેમજ દક્ષિણ હિંદ મહાસાગર અને દક્ષિણ પેસિફિક મહાસાગર જેવા સ્થળોએ દેખાશે. 

Surya Grahan 2023

સૂતક કાળમાં શું કરવું શું ન કરવું :

1. આ સમય દરમિયાન સૂવું ન જોઈએ.

2. આ સમયમાં ભોજન લેવામાં આવતું નથી. 

3. ભગવાનનું વધુમાં વધુ નામ લેવું જોઈએ. 

4. મંદિરમાં ભગવાનની પૂજા ન કરવી જોઈએ. 

5. કોઈ શુભ કાર્ય આ સમયમાં ન કરવું. 

6. ગર્ભાવસ્થા માં સ્ત્રીએ સુર્ય પ્રકાશમાં ન જવું.

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.

Post a Comment

0 Comments