કિંગ ઓફ સાળંગપુર ના ઘર બેઠા કરો દર્શન 🙏😍 King Of Salangpur Hanuman Darshan


King Of Salangpur

શ્રદ્ધાનું બીજું નામ એટલે કષ્ટભંજન દેવનું ધામ સાળંગપુર. જે હવેથી ' કિંગ ઓફ સાળંગપુર 'ના નામથી ઓળખાશે. કકારણ કે અહિયાં 54 ફુટની હનુમાનજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે કે જે 7 કિમી દુરથી પણ તેના દર્શન થઈ શકશે. આ પણ વાંચો : 2023 નું પહેલું સૂર્યગ્રહણ સંપૂર્ણ માહિતી

હનુમાનજીની મૂર્તિના અલગ અલગ ભાગને સાળંગપુર લાવી અને પછી તેને જોડીને આ ભવ્ય રૂપ પ્રદાન કરવામાં આવ્યું છે. કે જેમાંથી મહાબલી હનુમાનનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે.

જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. હનુમાનજીના પગનાં કડાની ઊંચાઈ 1.5 ફૂટ અને પહોળાઈ 3.5 ફૂટ છે. સંપૂર્ણ સાળંગપુર ધામ આ મંદિર લગભગ 9.17 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે. જેમાંથી કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટને પણ 1.35 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં બનાવવામાં આવ્યો છે.

હનુમાનની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે. હનુમાનજીએ ગળામાં ધારણ કરેલાં આભૂષણ 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા છે. તેમના હાથના કડા 1.5 ફૂટ ઊંચાઈ અને 2.5 ફૂટ પહોળાઈ ધરાવે છે. દાદાની 54 ફૂટ ઉંચી પ્રતિમા 7 કિમી દૂરથી પણ દેખાશે. આ મૂર્તિ પંચધાતુની મૂર્તિનો વજન લગભગ 30 હજાર કિલો જેટલો હશે. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિને દક્ષિણ દિશામાં તરફ મુખ રાખવામાં આવ્યું. 

દાદાની મૂર્તિ સામે ગાર્ડન બનાવવામાં આવ્યું - એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે. મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે આ મૂર્તિ બનાવી છે.

સૂતેલી શિવલિંગના આપે ક્યારેય દર્શન કર્યા નહિ જ હોય



Post a Comment

0 Comments