કૃષ્ણ ભગવાનની આરતી " ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા " | Krishna bhagwan aarti

ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા

માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા


હરખને હુલામણે શામળિયો ઘરે આવ્યા

દેવકીજીના જાયા માતા જશોદાને ધાવ્યા રે


ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા

ઝીણે ઝીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે.....ઉતારો આરતી


કાળું ને કાબરીયું કોધું વેરીનું મત વરતી લીધું

પાતાળમાંથી નાગ નાથ્યા નાગણીયું ને દર્શન દીધાં

કમળ ભારો લાવ્યા રે ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા


પાણી માથે પાળ બાંધી લંકા ગઢનો કોઠો તોડયો

રાવણને તો રણમાં રોળ્યો વિભિષણને રાજ સોંપ્યા

સીતા વરી લાવ્યા રે ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા


નરસીંગ રૂપે નોર વધાર્યા હરણાકંસને હાથે માર્યા

પ્રહલાદને ઉગાર્યા રે ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા


ગાયુંના ગવતરાં કીધાં જમુનાજીમાં પાણી પાયા

વ્રજની નારી આપે પરણ્યા જયજયકાર વરતાવ્યા રે


ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા


: આ પણ વાંચો :

ગોરમાનાં ગીત લખાણ સાથે

હિંડોળાનું કિર્તન લખાણ સાથે

પુરુષોત્તમ માસ થાળ

Post a Comment

0 Comments