પુરુષોત્તમ માસનું સરસ મજાનું કિર્તન | આવ્યો આવ્યો અધિક માસ રે | Purushotam mas bhajan

આવ્યો આવ્યો અધિક માસ મજાનો રે.

જપ તપ વ્રત નિયમ કરવાના રે,,,


નારાયણ કરે નારદજીને વાત રે...

અધિક મહિનો પુરૂષોતમ સાક્ષાત રે...


એક વેળા તજાયેલો મળમાસ રે.... ર

વિષ્ણુલોકે આવ્યા બનીને ઉદાસરે...


વિષ્ણુએ તો વાત તેની બધી જાણી રે...

લઇને આવ્યા ગૌલોક પુરૂષપુરણ રે...


પૂરણ બ્રહ્મ બંસીધારી શ્રી મુરારી રે...

બિરાજે જયાં ગોપાલ વિશ્વવિહારી રે


કૃષ્ણપ્રભુએ સ્વાગત વિષ્ણુ કેરૂ કીઠું રે..

પ્રભુ ચરણે મળમાસે શીશ નમાવ્યું રે...


અક્ષુધારે સર્વે નિર્વદન જણાવ્યું રે...

લોકો અને દેવોએ ત્યાગી મને દીધો રે...


તે માટે મેં મારવાનો નિશ્ચય કિધો રે...

સ્વામી મારો ઉદ્ધાર આપને હાથ રે...


એવે સમય બોલ્યા શ્રી ગોકુલનાથ રે...

જો ઠું તને રૂપ આપું છું, મારૂં રે...


ઘર સો માસોમાં અધિક શ્રેષ્ઠ ગણાશે રે...

ઈ સારા કર્મો તમારા વિશે સો થાશે રે...


તુજને ભજશે તે ભકત મારો કહેવાશે રે...

અતે એનો ગોલોકમાં વાસ થાશે રે...


ગોવિંદજીએ મળમાસને હૈયે લગાડયો રે...

હાંરે પ્રભુએ પુરૂષોતમ માસ કહી બોલાવ્યો


: આ પણ વાંચો :

ગોરમાનાં ગીત લખાણ સાથે

હિંડોળાનું કિર્તન લખાણ સાથે

પુરુષોત્તમ માસ થાળ

Post a Comment

0 Comments