આ 2023 ના એપ્રિલ મહિનામાં થવા જઈ રહ્યો છે સોના ચાંદી ખરીદી માટે " ગુરુપુષ્ય યોગ " જાણો સંપૂર્ણ વિગત

     જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે સૌ લોકો ગુરુપુષ્ય યોગ/ ગુરુપુષ્ય નક્ષત્ર વિષે જાણતા હોય છીએ કે જેમાં સોના ચાંદી જેવા ઘરેણાં દાગીનાની ખરીદી કરીએ છીએ. આમ તો વર્ષમાં  પુષ્ય યોગ ઘણી વખત થતો હોય છે કે જેના સ્વામી શનિદેવ છે પરંતુ જ્યારે આ યોગ ગુરુવારે થાય કે જેના દેવ બૃહસ્પતિ છે ત્યારે ગુરુપુષ્ય યોગ નિર્માણ થાય છે અને એ સમયને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ કાર્ય અને ખરીદી માટે અતિ ઉત્તમ માનવામાં આવ્યો છે. તો વર્ષમાં આ ગુરુપુષ્ય યોગ લગભગ 4-5 વખત જ થતો હોય છે કે જે હમણાં થવા જઈ રહ્યો છે. 

આ પણ વાંચો : જગન્નાથ મંદિરની આ વાતો આજે પણ રહસ્ય છે

    કહેવાય છે કે આ દિવસે લક્ષ્મી મંદિરે જઈ માતા લક્ષ્મીની શ્રદ્ધા પૂર્વક શક્તિ પ્રમાણે પૂજા કરવી જોઈએ અથવા તો ઘરે જ લક્ષ્મી નારાયણની પૂજા કરવી જોઈએ. કે જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણાં ઘરમાં બરકત રહે છે. શ્રી સૂક્તમ નો પાઠ અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો કે જે લક્ષ્મીજીનો અતિ ઉત્તમ અને જલ્દી ફળ આપનારો પાઠ છે. 

તો આ મહિનામાં ગુરુપુષ્ય યોગ 27 એપ્રિલ 2023 ગુરવારના રોજ થવા જઈ રહ્યો છે કે જેના સમય વિષે વાત કરી તો,

શરૂઆત - 27 એપ્રિલ 2023 સવારે 6:59 કલાકે

પૂર્ણ - 28 એપ્રિલ 2023 સવારે 5:13 કલાકે

તો હવે આ ગુરુપુષ્ય યોગમાં ખરીદી કરવી હોય, પૂજા કરવી હોય કે પછી બીજું કોઈ શુભ કાર્ય કરવું હોય તો ઉપર જણાવેલ સમયમાં કરી શકો છો એટલે કે આપને લગભગ 22 કલાક જેવો સમય મળશે.

આ પણ વાંચો : 12 જ્યોતિર્લિંગ સ્તોત્ર સરળ ભાષામાં

આ ઉપરાંત YouTube માં અમારી Bhakti Kirtan Sangrah ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરજો.

અમારી લેખમાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટ, ધાર્મિક પુસ્તકો તેમજ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ લોક લાગણીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.

Post a Comment

0 Comments