અર્થ: “હે અર્જુન, ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને તે જ ભાવથી ભજુ છું (ફળું છું), કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે.'
તો મિત્રો ભગવદ ગીતાજીના આ શ્લોક દ્વારા ભગવાને એક વાસ્તવિક અથવા તો આપણને એક સંદેશ આપીને એવો બોધ આપે છે કે તમે જે ભાવ, અપેક્ષા મારી પાસેથી રાખો છો, સ્વાભાવિક રીતે હું પણ તમને તમારા ભાવ કે અપેક્ષાને અનુરૂપ જ ફળ આપવાનું વિચારું છું. આપણે પ્રભુની ભક્તિ કરીએ, ચિંતન કરીએ તેમનું સ્મરણ કરીએ ત્યારે સ્વકલ્યાણ કે કે અન્યના કલ્યાણનો ભાવ કે પછી સંકલ્પ મનમાં રાખતા હોઇએ છીએ, ક્યારેક કદાચ કોઈ કોઇનું ખોટું કરવાનો સંકલ્પ લીધો હોય તેવું પણ બની શકે છે. હવે આવા લોકો માટે અહિયાં ભગવાન શીખ આપે છે. અહિયાં એકદમ જ સ્પષ્ટ વાત ભગવાને કરી છે કે તમે જે ભાવ લઇને જે વિચારીને મારી પાસે આવો છો તેવો જ ભાવ અને તે જ રીતે તમને ફળશે, કેમ કે હું તમે જે ભાવ લઇને આવો તેનાથી ઊલટું કેવી રીતે આપી શકું ? માટે તમારે જ નક્કી કરવાનું છે કે તમારે શું જોઇએ છે ? સુખ જોઈતું હોય શાંતિ જોઈતી હોય તો પછી મનની સુખશાંતિ જ જોઇએ છે કે ભૌતિક સગવડો પણ જોઇએ છે ? તમારું ને તમારા કટુબનું હિત જોઇએ કે સમગ્રજગતનું હિત જોઈએ ? તમે પ્રથમ એ નક્કી કરી લો ને પછી મારી પાસે આવો. દરેક વસ્તુનો વિચાર કરી પ્રભુ પાસે માંગવુ કે જે હું માંગુ છું અને ભગવાન જો આપશે તો તે મારા હિત માટે છે કે નહિ. આમાંથી સાર એવો મળે છે કે આપણે હંમેશાં સારા થવું, સારા વિચારો, સારી ભાવના જ રાખવી. કદાપિ કોઇના અહિતની કલ્પના પણ ન કરવી. આમ તો ભગવાન પાસે ક્યારેય કઈ માંગવુ જ ન જોઈએ કેમકે આપણામાં કહેવત છે કે જેટલુ માંગવાથી મળે છે એના કરતાં અધિક ન માંગવાથી મળે છે એટલા માટે ભગવાન જે આપે છે એમ સંતોષ રાખવાનો કદાચ આજે દુઃખ હોય તો તે આપણાં કર્મની જ સજા હશે. એટલે આજથી સારા કર્મ કરવાનું શરૂ કરી દો એટલે ભવિષ્યમાં તેનું આપને સારું ફળ મળશે.
0 Comments