આ કિર્તન સાંભળવા અહિયાં ક્લિક કરો
રંગ લાગ્યો હિડોળે રંગ લાગ્યો રે,
ખમ્મા ખમ્મા હિંડોળે રંગ લાગ્યોરે,
જીરે જીરે હિંડોળે રંગ લાગ્યો રે,
ધીરે ધીરે હિંડોળે રંગ લાગ્યો રે,
પ્રીતમને હિંડોળે રંગ લાગ્યો રે,
ઝૂલે ઝૂલે છે ગોવર્ધનનાથ...હિંડોળે રંગ લાગ્યો રે
રંગ લાગ્યો છે રૂદિયાની માય...હિંડોળે રંગ લાગ્યો રે
વાલા બરસાનેથી રાણી રાધા આવ્યા,
સખી લલીતા વિશાખાને સાથે લાવ્યા,
ગોપી પ્રેમથી ઝૂલાવે ગોવર્ધનનાથ...હિંડોળે રંગ લાગ્યો રે
વાલા સોના વાટકડે મીસરી ધરી, .
મીઠા માખણ ખવરાવું હેતે કરી,
હું તો પેરાવું નવલા શણગાર...હિંડોળે રંગ લાગ્યો રે
પ્યારા પ્રીતમને હિંડોળે હીરની દોરી,
એને ઝૂલાવે વ્રજની ગોપી ગોરી,
જાય રસિક પ્રીતમ બલિહારી...હિંડોળે રંગ લાગ્યો રે
રંગ લાગ્યો હિંડોળે રંગ લાગ્યો રે,
0 Comments