મિત્રો આપણાં હિંદૂ ધર્મમાં કહેવાયું છે કે સંસારમાં રહેલો કોઈ પણ મનુષ્ય કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેનાથી જાણતા અજાણતા કોઈ પાપ ન થાય. ક્યારેક ને ક્યારેક કોઈ કારણોસર મજબૂરીથી કે પછી જાણી જોઈને પાપ કરે છે. આ પાપ એક પ્રકારની ભૂલ છે જેની મનુષ્યને સજા ભોગવવી પડે છે. પરંતુ આપણાં શાસ્ત્રો એવું કહે છે કે ફાગણ મહિનાની વદ પક્ષ એકાદશી એટલે કે પાપમોચિની એકાદશીનું વ્રત રાખવાથી આ પાપના દંડથી બચી શકાય છે. પાપમોચીની એટલે કે પાપનો નાશ કરનારી. આ વ્રત કરવાથી અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે.
પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં લખવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. વ્રત કરનાર દશમી તિથિના રોજ એક સમય ભોજન કરી સાંજે સૂર્યાસ્ત પછીથી વ્રતનું પાલન કરવાનું હોય છે. એકાદશીની સવારે સ્નાન વગેરે નિયત નિયમ કાર્યો કર્યા પછી વ્રતનો સંકલ્પ કરવાનો અને પછી ષોડષોપચાર સહિત ભગવાન શ્રીવિષ્ણુની પૂજા કરો અથવા તો આપણી શક્તિ પ્રમાણે ભગવાનની પૂજા કરી શકાય છે.
સાંવરિયા શેઠ મંદિરમાં થયું 10 કરોડથી વધુ દાન !
પૂજા પછી ભગવાનની સામે બેસીને આ એકાશિવરતની કથા સાંભળવાની અને ભગવાનનો કોઈ પણ પાઠ કરવાનો કે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવો. અને બીજા દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના. આ રીતે પાપમોચની અગિયારસ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે, આપણને આશીર્વાદ આપે છે અને વ્રતીના સઘળા પાપોનો નાશ કરી દે છે.
તો આપણે આ વ્રતનું મહત્વ જાણ્યું તેમજ વ્રત કેવી રીતે કરવું. આવો જાણીએ કે આ વ્રત ક્યારે કરવાનું છે તેમજ તેના શુભ મુહૂર્ત કયા કયા છે 👇👇
પાપમોચીની એકાદશી તિથી શરૂઆત - 17 માર્ચ 2023, શુક્રવાર બપોરે 2:07
પાપમોચીની એકાદશી તિથી પૂર્ણાહુતિ - 18 માર્ચ 2023, શનિવાર સવારે 11:14
એકાદશી વ્રત - 18 માર્ચ 2023, શનિવાર
એકાદશી પારણા મુહૂર્ત - 19 માર્ચ 2023, શનિવાર સવારે 6:27 થી 8:07
ધન્યવાદ 😊
અમારો આ લેખ પસંદ આવ્યો હોય, આ લેખમાંથી આપને કઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો આપના મિત્રો સાથે પણ આ Post Share કરજો અને દરેક લોકો સુધીઆ ઉપયોગી માહિતી પહોંચાડજો. આ ઉપરાંત YouTube માં અમારી BHAKTI KIRTAN SANGRAH ચેનલ છે કે જેમ નિત્ય અનેક વ્રત આવતા હોય તેની કથા, મહિમા, Live પૂજાવિધિ અને ઉપયોગી ધાર્મિક માહિતી આપી છીએ તો અત્યારે અમારી ચેનલ Visit કરો અને Subscribe કરજો.
0 Comments