ઝુલે ઝુલે રે ઝુલે ઝુલે
રાધાજી સંગે શ્યામ ઝુલે..
રાધાના શીર પર નવરંગી ચુંદડી
મોહનની કામળી મનને ગમે રે
રાધાજી સંગે શ્યામ ઝુલે..
રાધાના કંઠે નવસરો હાર છે,
મોહનની માળા મનને ગમે રે
રાધાજી સંગે શ્યામ ઝુલે..
રાધાના હાથમાં હીરાનો ચૂડલો
મોહનની પોંચી મનને ગમે રે
રાધાજી સંગે શ્યામ ઝુલે..
રાધાના પગમાં સોનાના ઝાંઝર
મોહનના નૂપુર મનને ગમે
રાધાજી સંગે શ્યામ ઝુલે..
રાધાના સીર પર હીરાની ટીલડી
મોહનનો મોર પીંછ સૌને ગમે રે
રાધાજી સંગે શ્યામ ઝુલે..
રાધાની સંગે સખીયો નો સાથ છે
મોહનની મોરલો સૌને લોભે રે
રાધાજી સંગે શ્યામ ઝુલે..
યુગલ સ્વરૂપ સૌને હૃદયે બિરાજજો
રસિક પ્રિયા તમને ચરણે નમે રે
રાધાજી સંગે શ્યામ ઝુલે..
0 Comments