આ કિર્તન સાંભળવા અહિયાં ક્લિક કરો
વિશ્વકર્માએ હિંડોળો ઘડ્યો, મારા વાલાજીને કાજ, હિંડોળે ઝૂલે રે શ્રીનાથજી...
હિંડોળે હિરલા રતન જડ્યા, તેના તેજ તણો નહીં પાર...હિંડોળે ઝૂલે રે શ્રીનાથજી...
અગકલિત ઘુઘરીનો ધમકાર રે, સંભળાય ત્રણ લોકમાં રણકાર...હિંડોળે ઝૂલે રે શ્રીનાથજી...
હિંડોળો ફૂલડે છવાય રહ્યો, કેવડો ગુલાબ ને પારીજાત...હિંડોળે ઝૂલે રે શ્રીનાથજી...
મખમલ મશરૂના તકીયા બિછાવ્યા, જુલો પ્રેમે શ્રીનદલાલ...હિંડોળે ઝૂલે રે શ્રીનાથજી...
હીરલા દોરી જશોદાના હાથમાં, નયણાં નીરખે છે નંદલાલ...હિંડોળે ઝૂલે રે શ્રીનાથજી...
ચંદ્રાવલી આરતી ઉતારતાં, લલિતાજી કાઈ ઢોળે છે વાય...હિંડોળે ઝૂલે રે શ્રીનાથજી...
તેત્રીસ કરોડ દેવતા પધાર્યા, મુખે વદતા તે જય જય કાર...હિંડોળે ઝૂલે રે શ્રીનાથજી...
એ સુખ માણે ગુસાંઈજીના બાળકો, વૈષ્ણવ પુષ્ટિ દર્શનનો લે લાભ...હિંડોળે ઝૂલે રે શ્રીનાથજી...
નિજ દાસના દાસની વિનંતી, અમને રાખો નિજ લીલાની માંય...હિંડોળે ઝૂલે રે શ્રીનાથજી...
હિંડોળાના બીજા કિર્તન 👇👇
0 Comments